Share Market : પ્રારંભિક તેજી સાથે SENSEX 49,942.84 સુધી ઉછળ્યો

શેરબજાર(Share Market)માં ફરી એકવાર આજે પ્રારંભિક તેજી દેખાઈ રહી છે. બીએસઈ સેન્સેક્સ 350 અંકથી વધુના વધારા સાથે 49,942.84 ના ઉપલા સ્તરે પહોંચ્યો હતો.

Share Market : પ્રારંભિક તેજી સાથે SENSEX 49,942.84 સુધી ઉછળ્યો
નાણાકીય વર્ષ 2021-22 નું સ્વાગત શેરબજારે તેજી સાથે કર્યું છે.
Follow Us:
| Updated on: Apr 01, 2021 | 9:50 AM

શેરબજાર(Share Market)માં ફરી એકવાર આજે પ્રારંભિક તેજી દેખાઈ રહી છે. બીએસઈ સેન્સેક્સ 350 અંકથી વધુના વધારા સાથે 49,942.84 ના ઉપલા સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી ઈન્ડેક્સ પણ 100 પોઇન્ટ ઉપર 14,814.65 સુધી ઉછળ્યો હતો. આજે રોકાણકારો ઓટો અને મેટલ શેરોમાં સૌથી વધુ ખરીદી કરી છે.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે 9.40 વાગે

Market SENSEX NIFTY
Index 49,761.60 14,770.10
GAIN +252.45 (0.51%) +79.40 (0.54%)

NSE પર ઓટો અને મેટલ સૂચકાંકો 1% ઉપર ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સમાં 30 માંથી 29 શેરોમાં વધારો થયો છે. HCT TECH ના શેરમાં 2.3% નો વધારો થયોછે. શરૂઆતી કારોબારમાં BSE માં 1,498 શેરમાં વેપાર થઇ રહ્યો છે. 1,193 શેરો વધારા સાથે કારોબાર કરી રહ્યા છે અને 261 શેરો ઘટયા છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ગઈકાલે રૂ 204.30 લાખ કરોડ હતી જે વધીને રૂ 206.01 લાખ કરોડ થઈ ગઈ છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ દેખાઈ રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.83 ટકાની મજબૂતી બતાવે છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.94 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.18 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.64 ટકા મજબૂતીની સાથે 33,515.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

31 માર્ચે શેરબજારમાં સતત બે દિવસનાવધારા બાદ ઘટાડો થયો હતો. BSE સેન્સેક્સ 627 અંક ઘટીને 49,509.15 અને નિફ્ટી ઈન્ડેક્સ 154 અંક નીચે 14,690.70 પર બંધ થયો હતો.

શરૂઆતી કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો 

SENSEX 

Open   49,868.53 High   49,942.84 Low    49,760.16

NIFTY 

Open  14,798.40 High  14,814.65 Low  14,760.80

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">