AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : મજબૂત વૈશ્વિક સંકેતો છતાં પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ, SENSEX 60609 ઉપર ખુલ્યો

સોમવારે શેરબજારમાં સારી તેજી જોવા મળી હતી. કારોબારમાં સેન્સેક્સ 480 પોઈન્ટની મજબૂતીની નજીક બંધ રહ્યો હતો તો નિફ્ટી પણ 152 પોઈન્ટ મજબૂત થઈને 18069ના સ્તરે બંધ થયો હતો.

Share Market : મજબૂત વૈશ્વિક સંકેતો છતાં પ્રારંભિક કારોબારમાં ઉતાર - ચઢાવની સ્થિતિ, SENSEX 60609 ઉપર ખુલ્યો
Bomay Stock Exchange - BSE
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 10:15 AM
Share

ભારતીય શેરબજાર(Share Market)માં આજે કારોબાર લીલા નિશાન ઉપર શરૂ થયો છે. સેન્સેક્સ(Sensex) આજે 60,609.72 ઉપર ખુલ્યો હતો. ઈન્ડેક્સની સોમવારનું બંધ સ્તર 60,545.61 હતું. બીજીતરફ નિફટી(Nifty)ની વાત કરીએ તો ગઈકાલના બંધ સ્તર 18,068.55 થી થોડો ઉપર 18,084.35 કારોબાર શરૂ કર્યો હતો. સપ્તાહના પહેલા કારોબારી દિવસે બંને મુખ્ય ઇંબડેક્સ સારી સ્થિતિ નોંધાવી બંધ થયા હતા.

ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો મજબૂત  આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં તેજી જોવા મળી રહી છે. સોમવારે યુએસ બજારોમાં રેકોર્ડ તેજી ચાલુ રહી હતી. S&P 500 ઇન્ડેક્સ પ્રથમ વખત 47000 ના સ્તરની ઉપર બંધ થયો હતો. ડાઉ જોન્સ 104 પોઈન્ટ ઉછળીને 36432 ના સ્તરે બંધ રહ્યો હતો. Nasdaq પણ મજબૂત સ્થિતિમાં બંધ થયો હતો. યુએસમાં કોંગ્રેસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પેકેજને મંજૂરી આપી છે જેના કારણે ઈન્ફ્રા અને સંબંધિત ક્ષેત્રની કંપનીઓમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. રોકાણકારોનો વિશ્વાસ જળવાઈ રહ્યો છે અને તેઓ બજારમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે.

એશિયન બજારોમાં તેજી આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં તેજી જોવા મળી રહી છે. SGX નિફ્ટી વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે. નિક્કી, સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગસેંગ પણ લીલા નિશાન ઉપર છે. તાઈવાન વેઈટેડમાં તેજી છે જ્યારે કોસ્પી નબળો વેપાર કરી રહ્યો છે. શાંઘાઈ કમ્પોઝિટ પણ સારી સ્થિતિમાં દેખાઈ રહ્યો છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ F&O હેઠળ NSE પર આજે 3 શેરોમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. જેમાં એસ્કોર્ટ્સ, પંજાબ નેશનલ બેંક અને સન ટીવી નેટવર્કનો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ સોમવાર 8 નવેમ્બરના રોજ બજારમાંથી રૂ. 860.65 કરોડ ઉપાડયા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ 1911.77 કરોડનું રોકાણ કર્યું હતું.

આજે આ કંપનીઓના પરિણામો જાહેર થશે આજે કેટલીક કંપનીઓ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કરવા જઈ રહી છે. તેમાં Mahindra & Mahindra, Bosch, Power Grid Corporation, BHEL, HEG, Indraprastha Gas, MRF, Astrazeneca Pharma અને Petronet LNG નો સમાવેશ થાય છે.

સોમવારે બજાર તેજી સાથે બંધ થયું હતું સોમવારે શેરબજારમાં સારી તેજી જોવા મળી હતી. કારોબારમાં સેન્સેક્સ 480 પોઈન્ટની મજબૂતીની નજીક બંધ રહ્યો હતો. તે જ સમયે નિફ્ટી પણ 18050 થી ઉપર બંધ થયો હતો. સેન્સેક્સ 478 પોઈન્ટ વધીને 60,546 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી પણ 152 પોઈન્ટ મજબૂત થઈને 18069ના સ્તરે બંધ થયો હતો. ટોપ ગેઈનર્સમાં TITAN, ULTRACEMCO, BAJAJFINSV, TECHM, KOTAKBANK, HDFC, NTPCનો સમાવેશ થાય છે. PSU બેન્ક અને IT શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી.

આ પણ વાંચો : Nykaa IPO Allotment Status: શું તમે આ કંપનીમાં રોકાણ કર્યું છે? આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહીં

આ પણ વાંચો : રિલાયન્સ ઉત્તર અમેરિકામાં શેલ ગેસ બિઝનેસમાંથી બહાર નીકળશે, જાણો કેમ લેવાયો નિર્ણય

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
g clip-path="url(#clip0_868_265)">