બાબા રામદેવની કંપની RUCHI SOYAને FPO લોન્ચ કરવા માટે SEBI એ મંજૂરી આપી, જાણો વિગતવાર

રૂચી સોયાએ જૂન મહિનામાં આ FPO માટે દસ્તાવેજ દાખલ કર્યા હતા. આ FPO માંથી એકત્રિત થયેલા નાણાંમાંથી અડધાથી વધુનો ઉપયોગ કંપનીના દેવાના બોજને ઘટાડવા માટે કરશે.

બાબા રામદેવની કંપની RUCHI SOYAને FPO લોન્ચ કરવા માટે SEBI એ મંજૂરી આપી, જાણો વિગતવાર
Baba Ramdev - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 7:25 AM

પ્રાથમિક બજારમાં તેજી વચ્ચે અન્ય એક FPO ને મંજૂરી આપવામાં આવી છે. FPO લાવવા માટે SEBIએ રૂચી સોયાની અરજી મંજૂર કરી છે.રૂચી સોયાની માલિકી બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ પાસે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર FPO ની કિંમત 4,300 કરોડ રૂપિયા રહશે.

રૂચી સોયાએ જૂન મહિનામાં આ FPO માટે દસ્તાવેજ દાખલ કર્યા હતા. આ FPO માંથી એકત્રિત થયેલા નાણાંમાંથી અડધાથી વધુનો ઉપયોગ કંપનીના દેવાના બોજને ઘટાડવા માટે કરશે. આ FPO કંપનીને SEBIના લઘુતમ 25 ટકા જાહેર શેરહોલ્ડિંગ નિયમનું પાલન કરવામાં મદદ કરશે.

પ્રમોટરોએ 9 ટકા હિસ્સો વેચવો પડશે Securities Contract (Regulation) Rules, 1957 મુજબ લિસ્ટેડ કંપનીમાં ન્યૂનતમ જાહેર શેરહોલ્ડિંગ 25 ટકા હોવી જોઈએ. આ નિયમને પૂર્ણ કરવા માટે રૂચી સોયાના પ્રમોટરોએ આ રાઉન્ડમાં ઓછામાં ઓછા 9 ટકા શેર વેચવા પડશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રૂચી સોયામાં પ્રમોટર ગ્રુપનો હિસ્સો 98.90 ટકા છે નોંધપાત્ર રીતે રૂચી સોયામાં પ્રમોટર ગ્રુપનો હિસ્સો 98.90 ટકા છે. મીડિયા અહેવાલો અનુસાર કંપની FPO થી મળેલા 60 ટકા નાણાં દેવાની ચૂકવણી માટે વાપરશે જ્યારે 20 ટકા કાર્યકારી મૂડી માટે ઉપયોગમાં લેવાશે અને બાકીના 20 ટકા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે.

2019 માં પતંજલિ આયુર્વેદે રૂચી સોયા ખરીદી 2019 માં પતંજલિ આયુર્વેદે રૂચિ સોયાને નાદારી પ્રક્રિયા હેઠળ રૂ 4,350 કરોડમાં હસ્તગત કરી હતી. રૂચી સોયા મુખ્યત્વે તેલીબિયાંની પ્રક્રિયા, ખાદ્યતેલોને શુદ્ધ કરવા અને સોયા ઉત્પાદનોના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. મહાકોષ સનરિચ, રૂચી ગોલ્ડ અને ન્યુટ્રેલા કંપનીની પ્રખ્યાત બ્રાન્ડ છે.

NSE પર સોમવારે રૂચી સોયાના શેર 1131 ની આસપાસ કારોબાર કરી રહ્યા હતા. જાણવા મળ્યું છે કે રિ-લિસ્ટિંગ બાદ રૂચી સોયાના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીનો શેર સતત ઉપરની સર્કિટમાં હોય તેવું લાગતું હતું.

આ પણ વાંચો : Share Market : SENSEX 7 મહિનામાં 7700 પોઇન્ટ ઉછળ્યો, આજે પણ બજારે નવી સર્વોચ્ચ સપાટીનો વિક્રમ સર્જ્યો

આ પણ વાંચો :  Aadhaar સંબંધિત નિયમોમાં UIDAI એ કર્યો ફેરફાર , જાણો તમારા ઉપર શું અસર પડશે

g clip-path="url(#clip0_868_265)">