Aadhaar સંબંધિત નિયમોમાં UIDAI એ કર્યો ફેરફાર , જાણો તમારા ઉપર શું અસર પડશે
UIDAI એ જણાવ્યું છે છે કે નિયમો બદલ્યા પછી, આધાર કાર્ડમાં સરનામું બદલતા પહેલા તમારે દસ્તાવેજોની યાદી તપાસવી પડશે અને ફક્ત આ દસ્તાવેજોની મદદથી તમે આધારમાં સરનામું અપડેટ કરી શકો છો. જાણો તમે આધાર કાર્ડ પર તમારું સરનામું કેવી રીતે બદલી શકો છો
આપણે નોકરીમાં બદલી કે અન્ય કારણોસર સરનામું બદલીએ તો આ માહિતી આધારકાર્ડ(Aadhaar Card)માં પણ અપડેટ કરવી જરૂરી બને છે. જો તમારે તમારા આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરવાની જરૂર હોય તો તમારા માટે મહત્વના સમાચાર છે. UIDAI એ આધાર સરનામાના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે તમે આધાર પુરાવા વગર આધાર કાર્ડ એડ્રેસ ચેન્જ પ્રક્રિયા (Aadhaar Card Address Change Process) કરી શકતા નથી. અગાઉ UIDAI એ આ નિયમોમાં છૂટછાટ આપી હતી, પરંતુ હવે આ નિયમો ફરી બદલાયા છે.
UIDAI એ જણાવ્યું છે છે કે નિયમો બદલ્યા પછી, આધાર કાર્ડમાં સરનામું બદલતા પહેલા તમારે દસ્તાવેજોની યાદી તપાસવી પડશે અને ફક્ત આ દસ્તાવેજોની મદદથી તમે આધારમાં સરનામું અપડેટ કરી શકો છો. જાણો તમે આધાર કાર્ડ પર તમારું સરનામું કેવી રીતે બદલી શકો છો
ઓનલાઇન અરજી >> UIDAI વેબસાઇટ પર જાઓ અને ‘Proceed to Update Aadhaar’ પર ક્લિક કરો. >> હવે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો. પછી સિક્યોરિટી કોડ અથવા કેપ્ચા કોડ દાખલ કરો. >> પછી ‘Send OTP’ વિકલ્પ પર ક્લિક કરો. >> તમારા આધાર સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર એક OTP આવશે તેને દાખલ કરો. >> પછી ‘LOGIN’ પર ક્લિક કરો. >> જલદી તમે LOGIN કરશો, તમારી આધાર વિગતો સ્ક્રીન પર દેખાવા લાગશે. >> તેમાં તમારું સરનામું બદલો અને આપેલા 32 દસ્તાવેજોમાંથી એકની સ્કેન કરેલી નકલ અપલોડ કરો અને સબમિટ કરો.
ઓફલાઇન અરજી >> તમારા નજીકના આધાર કેન્દ્ર પર જાઓ અને આધાર કાર્ડ અપડેટ ફોર્મ ભરો. >> ફોર્મ સબમિટ કરો અને ચકાસણી માટે તમારા બાયોમેટ્રિક્સ આપો. >> કર્મચારી તમને અપડેટ રિકવેસ્ટ નંબર (URN) સાથે રસીદ આપશે. >> આ URN નો ઉપયોગ કરીને આધાર અપડેટ સ્ટેટસ ટ્રેક કરી શકાય છે.
આ પણ વાંચો : Gold Price Today : જાણો શું છે આજે સોનાની સ્થિતિ, કરો એજ નજર આજના દેશ – વિદેશના સોનાના ભાવ ઉપર
આ પણ વાંચો : NSE માં 5 મહિનામાં 50 લાખ રોકાણકાર રજીસ્ટર થયા, શેરબજારમાં રિટેઇલ ઇન્વેસ્ટર્સ સંખ્યામાં નોંધપાત્ર વધારો