AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO માં પ્રાઈસ બેન્ડ ઉપર લાગશે લગામ, ઓછામાં ઓછું 5% અંતર ફરજીયાત બનાવવા SEBI ની વિચારણાં

IPO પ્રાઇસ બેન્ડ નજીવા તફાવત માટે સૌથી મોટી સમસ્યા એ હતો કે કિંમત સામે આવી રહી હતી તે સાવ નકામી બની રહેતી હતી કારણ કે રૂ 1 કે રૂ 2ના પ્રાઇસ બેન્ડ વચ્ચેના તફાવતમાં અંતર રહેતું ન હતું.

IPO માં પ્રાઈસ બેન્ડ ઉપર લાગશે લગામ, ઓછામાં ઓછું 5% અંતર ફરજીયાત બનાવવા SEBI ની વિચારણાં
Securities and Exchange Board of India - SEBI
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 8:38 AM
Share

માર્કેટ રેગ્યુલેટર સેબી હવે IPOમાં મનસ્વી પ્રાઇસ બેન્ડ પર લગામ લગાવવાની તૈયારી કરી રહી છે. નવી દરખાસ્ત મુજબ હવે કોઈપણ IPOના ઉપલા અને નીચલા પ્રાઇસ બેન્ડ વચ્ચે ઓછામાં ઓછો 5% તફાવત જરૂરી રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સેબીની આગામી બોર્ડ મીટિંગમાં આ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે.

આ વર્ષે માર્કેટમાં એક પછી એક ઘણા IPO આવ્યા છે આમાંથી ઘણા IPOની પ્રાઇસ બેન્ડનો તફાવત રૂ. 1 અથવા રૂ. 2 હતો. જેના પર સેબીએ નારાજગી વ્યક્ત કરી અને મર્ચન્ટ બેન્કોને પત્ર લખ્યો હતો.

આ પ્રસ્તાવ સેબીની બોર્ડ મિટિંગમાં મુકાશે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બજાર નિયામક IPO પર મનસ્વી પ્રાઇસ બેન્ડ પર નિયંત્રણ લાદવા જઈ રહ્યા છે. પ્રાઇસ બેન્ડ વચ્ચે 5 ટકાનો તફાવત ફરજિયાત બનાવવામાં આવશે. સેબીએ આ અંગે ચર્ચાપત્ર બહાર પાડ્યું હતું. સેબી બોર્ડની બેઠક ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે. જેમાં આ પ્રસ્તાવ લાવવામાં આવશે. વર્તમાન નિયમ અનુસાર તમે IPOના પ્રાઇસ બેન્ડમાં મહત્તમ 20 ટકાનો તફાવત રાખી શકો છો. મિનિમમ રાખવાનો કોઈ નિયમ નથી.

IPO પ્રાઇસ બેન્ડ નજીવા તફાવત માટે સૌથી મોટી સમસ્યા એ હતો કે કિંમત સામે આવી રહી હતી તે સાવ નકામી બની રહેતી હતી કારણ કે રૂ 1 કે રૂ 2ના પ્રાઇસ બેન્ડ વચ્ચેના તફાવતમાં અંતર રહેતું ન હતું. રોકાણકારો આનાથી ચિંતિત હતા. મોટા રોકાણકારોએ આ અંગે સેબીને ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે જે રીતે પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી રહ્યા છે તે રીતે બુક બિલ્ડીંગની મજાક ઉડાવવામાં આવી રહી છે.

હવે એક પ્રકારની લોકશાહી રહશે. રોકાણકારો શેરની કિંમત નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકશે કારણ કે ઉપલા અને નીચલા પ્રાઇસ બેન્ડ વચ્ચે વાજબી તફાવત હશે. અત્યાર સુધી એવો ટ્રેન્ડ છે કે જો તમે અપર બેન્ડમાં બિડ કરશો તો તમને શેર મળશે.

છેલ્લા 5 વર્ષમાં પ્રાઇસ બેન્ડનો સરેરાશ તફાવત Year          Price Range 2016            5.09% 2017            2.36% 2018           1.77% 2019           2.90% 2020           1.48% 2021             1.53% (સપ્ટેમ્બર 3)

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આ રીતે જાણો શું છે આજે તમારા શહેરમાં એક લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

આ પણ વાંચો : Jan Dhan Account: કઈ રીતે જાણશો તમારા જન ધન ખાતાનું બેલેન્સ, આ રીતે સરળ સ્ટેપ્સથી તમારી બેંકમાં ખાતાનું બેલેન્સ ચેક કરો

આ પણ વાંચો : Droom Technologies IPO: ઓટોમોબાઈલ ઈ-કોમર્સ કંપનીએ SEBI સમક્ષ દસ્તાવેજ સંબિત કર્યા, 3000 કરોડ રૂપિયાનો IPO લાવવાની યોજના

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">