EPFO : 6 કરોડ લોકોના ખાતામાં પૈસા જમા કરવા જઈ રહી છે સરકાર, આ રીતે ચેક કરો PF BALANCE

એકવાર વ્યાજ જમા થઈ જાય પછી પીએફ સબ્સ્ક્રાઇબર્સ ચાર રીતે તેમના EPF બેલેન્સ અને વ્યાજની સ્થિતિ જાણી શકે છે. સબ્સ્ક્રાઇબર્સે EPF બેલેન્સ ચેક કરવા માટે તેમનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એક્ટિવેટેડ હોવો જોઈએ.

EPFO :  6 કરોડ લોકોના ખાતામાં પૈસા જમા કરવા જઈ રહી છે સરકાર, આ રીતે ચેક કરો PF BALANCE
Symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 9:33 AM

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ટૂંક સમયમાં લગભગ 6 કરોડ ગ્રાહકોના ખાતામાં કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) વ્યાજ જમા કરવા જઈ રહ્યું છે. EPFO એ એક ટ્વીટમાં પુષ્ટિ કરી છે. EPFO એ સબ્સ્ક્રાઇબર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપતાં જણાવ્યું હતું કે વ્યાજ જમા કરવાની પ્રક્રિયા પાઇપલાઇનમાં છે અને ટૂંક સમયમાં તે તેમના ખાતામાં જોઇ શકાય છે.

EPFO એ કહ્યું છે કે જ્યારે પણ વ્યાજ જમા કરવામાં આવશે ત્યારે સંપૂર્ણ રકમની ચૂકવણી કરવામાં આવશે. વ્યાજનું નુકશાન થશે નહીં. ધીરજ રાખો. ઉલ્લેખનીય છે કે EPFO ​​ટૂંક સમયમાં 8.5 ટકા EPF વ્યાજ જમા કરાવી શકે છે. રિટાયરમેન્ટ ફંડ રેગ્યુલેટરી બોડીએ નાણાંકીય વર્ષ 2020-21 માટે EPF વ્યાજ દર યથાવત રાખ્યો છે.

એકવાર વ્યાજ જમા થઈ જાય પછી પીએફ સબ્સ્ક્રાઇબર્સ ચાર રીતે તેમના EPF બેલેન્સ અને વ્યાજની સ્થિતિ જાણી શકે છે. સબ્સ્ક્રાઇબર્સે EPF બેલેન્સ ચેક કરવા માટે તેમનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એક્ટિવેટેડ હોવો જોઈએ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

1. મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ જાણો તમારા PFના પૈસાની સ્થિતિ ચેક કરવા માટે તમારે તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ કોલ આપવો પડશે. આ પછી તમને EPFOના મેસેજ દ્વારા PFની વિગતો મળશે. અહીં પણ તમારું UAN, PAN અને Adhaar લિંક હોવું જરૂરી છે.

2. ઓનલાઇન બેલેન્સ ચેક કરો 1. ઓનલાઇન બેલેન્સ ચેક કરવા માટે EPFO ની વેબસાઇટ પર લ લોગ ઇન કરો, epfindia.gov.in માં ઇ-પાસબુક પર ક્લિક કરો. 2. હવે તમારી ઇ-પાસબુક પર ક્લિક કરવા પર એક નવું પેજ passbook.epfindia.gov.in પર આવશે. 3. હવે અહીં તમે તમારું યુઝર નામ (UAN નંબર), પાસવર્ડ અને કેપ્ચા ભરો 4. વિગતો ભર્યા પછી તમે એક નવા પેજ પર આવશો અને અહીં તમારે મેંબર આઈડી પસંદ કરવાનું રહેશે. 5. અહીં તમને ઇ-પાસબુક પર તમારું ઇપીએફ બેલેન્સ મળશે.

3. ઉમંગ એપ પર બેલેન્સ આ રીતે ચકાસો 1. આ માટે તમારી ઉમંગ એપ્લિકેશન (Unified Mobile Application for New-age Governance) ખોલો અને EPFO પર ક્લિક કરો. 2. હવે બીજા પેજ પર employee-centric services પર ક્લિક કરો. 3. અહીં તમે ‘વ્યૂ પાસબુક’ પર ક્લિક કરો. આ સાથે તમે તમારો યુએન નંબર અને પાસવર્ડ (ઓટીપી) નંબર દાખલ કરો 4. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. આ પછી તમે તમારું પીએફ બેલેન્સ ચકાસી શકો છો.

4. SMS દ્વારા બેલેન્સ તપાસો જો તમારો UAN નંબર EPFO સાથે નોંધાયેલ છે તો પછી તમે મેસેજ દ્વારા તમારા PF બેલેન્સ વિશેની માહિતી મેળવી શકો છો. આ માટે તમારે 7738299899 પર EPFOHO મોકલવો પડશે. આ પછી તમને મેસેજ દ્વારા PFની માહિતી મળશે. જો તમને હિન્દી ભાષામાં માહિતી જોઈએ છે તો તમારે EPFOHO UAN લખીને મોકલવી પડશે. પીએફ બેલેન્સ જાણવા માટેની આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે. પીએફ બેલેન્સ માટે, તમારું યુએન( UAN), બેંક ખાતું, પાન(PAN) અને આધાર (AADHAR) ને લિંક થયેલ હોવું આવશ્યક છે.

આ પણ વાંચો :  BSE એ શેરમાં વધુ પડતા ઉતાર – ચઢાવને નિયંત્રિત કરવા ફોર્મ્યુલા બનાવી, આ 31 સ્મોલકેપ શેર પર 23 ઓગસ્ટથી લાગુ થશે

આ પણ વાંચો :  Paytm IPO: SEBI એ ચાઈનીસ Ant Group અને Alibabaની કંપનીમાં હિસ્સેદારીની તપાસ હાથ ધરી, જાણો વિગતવાર

g clip-path="url(#clip0_868_265)">