LIC IPO : દેશના સૌથી મોટા IPO ના શેર મેળવવા તમને મળશે વિશેષ પ્રાધાન્ય પણ પહેલા નિપટાવવું પડશે આ કામ

IPOમાં ભાગ લેવા માટે પોલિસીધારકોએ ખાતરી કરવી પડશે કે LICના રેકોર્ડમાં તેમનો PAN અપડેટ થયેલ છે.

LIC IPO : દેશના સૌથી મોટા IPO ના શેર મેળવવા તમને મળશે વિશેષ પ્રાધાન્ય પણ પહેલા નિપટાવવું પડશે આ કામ
ચાલુ નાણાંકીય વર્ષમાં LIC IPO આવી શકે છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 6:01 AM

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો IPO લઈને આવી રહ્યું છે. LIC એ તેના પ્રસ્તાવિત IPO ના 10 ટકા પોલિસીધારકો માટે અનામત રાખ્યા છે. જો તમે LIC ના પોલિસીધારક છો અને IPO માં ભાગ લેવા માંગો છો, તો આ માટે તમારે તમારા PAN ને તમારી પોલિસી સાથે લિંક કરવું પડશે.

LICએ જાહેર નોટિસમાં જણાવ્યું છે કે, IPOમાં ભાગ લેવા માટે પોલિસીધારકોએ ખાતરી કરવી પડશે કે LICના રેકોર્ડમાં તેમનો PAN અપડેટ થયેલ છે. આ ઉપરાંત, દેશમાં કોઈપણ જાહેર ઓફરમાં ભાગ લેવા માટે ગ્રાહક પાસે માન્ય ડીમેટ ખાતું હોવું જરૂરી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે LIC તેના ગ્રાહકોને પરમેનન્ટ એકાઉન્ટ નંબર અથવા PAN અપડેટ કરવાની સતત સલાહ આપી રહી છે કારણ કે IPOમાં ભાગ લેવા માટે તે સૌથી મહત્વપૂર્ણ KYC છે. IPO જારી કરતી વખતે ગ્રાહકોનો PAN અપડેટ કરવો સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે તેના વિના IPO ખરીદી શકાતો નથી. IPOની નિયમનકારી મંજૂરી માટે PAN અપડેટ મહત્વપૂર્ણ છે.

LIC વેબસાઇટની મદદ લો સૌથી પહેલા એલઆઈસીની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ, જ્યાં હોમપેજ પર તમને ઓનલાઈન PAN રજીસ્ટ્રેશન વિકલ્પ જોવા મળશે. આગળના પગલામાં તમારે તમારું ઈમેલ આઈડી, PAN, મોબાઈલ નંબર અને LIC પોલિસી નંબર આપવાનો રહેશે. કેપ્ચા કોડ દાખલ કર્યા પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે જેની મદદથી આ પ્રક્રિયા પૂર્ણ થશે. જો તમે ઓનલાઈન PAN લિંક કરાવવામાં અસુવિધા અનુભવી રહ્યા છો, તો તમે તમારા LIC એજન્ટની મદદથી પણ કરી શકો છો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ 3 સ્ટેપમાં PAN લિંક કરો

  • LIC ની સાઇટ પર પોલિસીની લિસ્ટ સાથે PAN વિગતો પ્રદાન કરો
  • તમારો મોબાઈલ નંબર દાખલ કરો. તે મોબાઇલ નંબર પર LIC તરફથી એક OTP આવશે, તેને દાખલ કરો
  • ફોર્મ સબમિટ કર્યા પછી, તમને સફળ નોંધણી વિનંતીનો મેસેજ મળશે. આ બતાવશે કે તમારું PAN LIC ની પોલિસી સાથે લિંક કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :  RIL Q3 Results : ત્રીજા ક્વાર્ટરમાં મુકેશ અંબાણીની કંપનીનો નફો 41.5 ટકા વધ્યો, Jio ને 3,615 કરોડનો નેટ પ્રોફીટ

આ પણ વાંચો : Budget 2022: આવકવેરા પર મુક્તિ મર્યાદા વધારવાની અપેક્ષા, 80C હેઠળ કપાતની મર્યાદામાં પણ થઈ શકે છે વધારો

g clip-path="url(#clip0_868_265)">