AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 સપ્ટેમ્બરથી આવી રહી છે રોકાણ માટેની તક , 1000 કરોડ રૂપિયા માટે India Bulls Housing Finance નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ લાવશે

800 કરોડ સુધીની અન્ય રકમ જાળવી રાખવાના વિકલ્પ સાથે કંપનીનું મૂળ ઇશ્યૂ કદ 200 કરોડ રૂપિયા હશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પબ્લિક ઈશ્યુ સુરક્ષિત અને / અથવા અસુરક્ષિત, રિડીમેબલ, બિન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ છે જેની ફેસ વેલ્યુ રૂ 1,000 છે.

6 સપ્ટેમ્બરથી આવી રહી છે રોકાણ માટેની તક , 1000 કરોડ રૂપિયા માટે India Bulls Housing Finance નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ લાવશે
india bulls housing finance
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 7:14 AM
Share

ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સે(india bulls housing finance) જણાવ્યું છે કે તે આગામી સપ્તાહે પબ્લિક નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (Non Convertible Debentures – NCD) દ્વારા રૂ 1,000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં કંપનીની આ પહેલી ઓફર હશે. ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ(india bulls housing) જે નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) ક્ષેત્રમાં IL&FS કટોકટી પછી મુશ્કેલ સમયનો સામનો કરી રહી છે તે guaranteed અને non guaranteed બંને રીતે ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.

800 કરોડ સુધીની અન્ય રકમ જાળવી રાખવાના વિકલ્પ સાથે કંપનીનું મૂળ ઇશ્યૂ કદ 200 કરોડ રૂપિયા હશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પબ્લિક ઈશ્યુ સુરક્ષિત અને / અથવા અસુરક્ષિત, રિડીમેબલ, બિન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ છે જેની ફેસ વેલ્યુ રૂ 1,000 છે. તેમાં કહેવામાં આવ્યું છે કે “પ્રથમ હપ્તાના આ ઇશ્યૂનું મૂળ કદ રૂ. 200 કરોડ રૂપિયા હશે જેમાં 800 કરોડ રૂપિયા સુધીની વધુ રકમ રાખવા માટે ગ્રીન-શૂ ઓપશન હશે. આ રીતે, કુલ રૂ. 1,000 કરોડ સુધીની રકમ રહેશે.

6 સપ્ટેમ્બરના રોજ ટ્રાંચ ખુલશે ઇશ્યૂ 6 સપ્ટેમ્બરે ખુલશે અને 20 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ બંધ થશે. ઇન્ડિયાબુલ્સ હાઉસિંગના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગગન બંગાએ જણાવ્યું હતું કે ભૂતકાળના આંચકા હવે પાછળ રહી ગયા છે. કંપની હવે અસ્કયામતોની સ્થિર ગુણવત્તા વિશે વધુ વિશ્વાસ ધરાવે છે.

કૂપન રેટ કેટલો હશે ? નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ અંગે કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે કૂપન દર વાર્ષિક 8.05 ટકાથી 9.75 ટકા વચ્ચે રહેશે. કંપની 10 શ્રેણીમાં NCDs જારી કરશે જેના માટે વ્યાજ દર નક્કી કરવામાં આવશે. તેનો સમયગાળો 24 મહિના, 36 મહિના, 60 મહિના અને 87 મહિનાનો રહેશે.

પૈસાનો ઉપયોગ ક્યાં થશે ? કંપનીએ કહ્યું કે આના દ્વારા એકત્રિત કરવામાં આવેલા ભંડોળનો ઉપયોગ પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ અને વ્યાજની ચુકવણી માટે કરવામાં આવશે. આ સિવાય કંપની તેના દેવાની મુખ્ય રકમ પણ ચૂકવશે. રેટિંગ એજન્સી CRISIL એ આ બિન કન્વર્ટિબલ ડિબેન્ચરને AA/Stable રેટિંગ આપ્યું છે. બ્રિકવર્ક રેટિંગ્સએ AA+/ નેગેટિવ રેટિંગ આપ્યું છે.

શું છે શેરની સ્થિતિ ? શુક્રવારે ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સનો શેર લગભગ એક ટકા ઘટીને 230.65 રૂપિયા પર બંધ થયો. 52 સપ્તાહની ઉપલી કિંમત 314 રૂપિયા અને નીચી કિંમત 127 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 10,665 કરોડ રૂપિયા છે. છેલ્લા એક મહિનાથી શેર પર દબાણ છે અને તેમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો :   Forex Reserves : દેશનું વિદેશી મુદ્રા ભંડાર નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું , ચાલુ સપ્તાહે 17 અબજ ડોલરનો આવ્યો ઉછાળો

આ પણ વાંચો : RBIએ આ 2 બેન્કને ફટકાર્યો દંડ, જાણો શું ગ્રાહકોના રોકાણ પર થશે કોઈ અસર ?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">