AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBIએ આ 2 બેન્કને ફટકાર્યો દંડ, જાણો શું ગ્રાહકોના રોકાણ પર થશે કોઈ અસર ?

આરબીઆઈએ તાજેતરમાં સહકારી ક્ષેત્રની સહકારી રાબોબેંક યુએ પર નિયમનકારી પાલનમાં ખામીઓ બદલ 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો . ફરી 2 બેન્કને દંડ ફટકાર્યો છે.

RBIએ આ 2 બેન્કને ફટકાર્યો  દંડ, જાણો શું ગ્રાહકોના રોકાણ પર થશે કોઈ અસર ?
Reserve bank of india (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 9:12 AM
Share

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મુંબઈની બોમ્બે મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક પર 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ તેના કેવાયસી ધોરણોની કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ અકોલા જિલ્લામાં સ્થિત સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ, અકોલા (મહારાષ્ટ્ર) પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો કે, આરબીઆઈ દ્વારા અગાઉ સ્પષ્ટતા કરવામાં આવી છે કે બેંકોને દંડ ફટકારવાથી ગ્રાહકોના રોકાણ પર કોઈ અસર નહીં પડે.

આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આરબીઆઈના નિર્દેશો, 2016 અને સુપરવાઇઝરી એક્શન ફ્રેમવર્ક હેઠળના નિર્દેશોનું પાલન ન કરવા બદલ બોમ્બે મર્કન્ટાઇલ બેંકને દંડ ફટકારવામાં આવ્યો છે.

વ્યવહારો પર નજર રાખવા માટે કોઈ મજબૂત સિસ્ટમ નથી! એક અલગ નિવેદનમાં, કેન્દ્રીય બેંકે કહ્યું કે 31 માર્ચ, 2019 ના રોજ મધ્યસ્થ સહકારી બેંકની નાણાકીય સ્થિતિના આધારે નિરીક્ષણ અહેવાલમાં જાણવા મળ્યું છે કે શંકાસ્પદ વ્યવહારોનું નિરીક્ષણ કરવા માટે બેન્કે અસરકારક તપાસના ભાગરૂપે ચેતવણીઓ માટે એક મજબૂત સિસ્ટમ મૂકવી જોઈએ જેમાં નિષ્ફ્ળ ગયા છે. જેથી બેંકને દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ તાજેતરમાં સહકારી ક્ષેત્રની સહકારી રાબોબેંક યુએ(Rabobank UA) પર નિયમનકારી પાલનમાં ખામીઓ બદલ 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કેન્દ્રીય બેંકે કહ્યું હતું કે તેણે 31 માર્ચ, 2020 સુધી બેંકની નાણાકીય સ્થિતિ અંગે સુપરવાઇઝરી મૂલ્યાંકન વૈધાનિક તપાસ (ISE) તપાસ હાથ ધરી હતી.

જેમાં કંપની બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી હોવાનું અને આરબીઆઈ દ્વારા આપવામાં આવેએ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવતું હતું. આરબીઆઈએ આ બાબતે બેંકને કારણદર્શક નોટિસ પણ આપી હતી.

નોટિસ પર બેંકનો જવાબ, વ્યક્તિગત સુનાવણીમાં મળેલ જવાબ અને ત્યારબાદ બેંક દ્વારા આપવામાં આવેલી વધારાની માહિતી બાદ આરબીઆઈએ બેંકને નિયમોના ઉલ્લંઘન માટે દોષિત ઠેરવ્યા અને કાર્યવાહી કરતી વખતે દંડ ફટકાર્યો હતો.

કોલકાતાની આ બેન્કે દંડ પણ ફટકાર્યો તાજેતરમાં રિઝર્વ બેંકે KYC નિયમોની કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ કોલકાતાની વિલેજ ફાઇનાન્સિયલ સર્વિસીસ પર 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. કેન્દ્રીય બેંકે એમ પણ કહ્યું હતું કે તેણે અહમદનગર મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંક પર 13 લાખ રૂપિયા, અમદાવાદની મહિલા વિકાસ કો-ઓપરેટિવ બેંક પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ બે બેન્કો પર 53 લાખ રૂપિયાથી વધુનો દંડ લાદવામાં આવ્યો છે ગયા મહિને આરબીઆઈએ નાસિકની જનલક્ષ્મી સહકારી બેંક પર 50.35 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. આ સાથે જ ગાઝિયાબાદની નોઈડા કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક પર 3 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ નિયમનકારી જોગવાઈઓનું પાલન ન કરવા બદલ નાસિકની જનલક્ષ્મી સહકારી બેંક પર 50.35 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચો : Tokyo Paralympics : પ્રમોદ ગોલ્ડ મેડલથી એક જ કદમ દૂર, ગોલ્ડ મેડલ મેળવતા જ રચશે ઇતિહાસ

આ પણ વાંચો : ગજબ હો બાકી! આ ટાપુ પર એક પણ કીડી નથી મળતી જોવા, કારણ છે ચોંકાવનારું

Follow Us
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
g clip-path="url(#clip0_868_265)">