Forex Reserves : દેશનું વિદેશી મુદ્રા ભંડાર નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું , ચાલુ સપ્તાહે 17 અબજ ડોલરનો આવ્યો ઉછાળો
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) બહુપક્ષીય ધિરાણ એજન્સીમાં તેના હાલના કોટાના પ્રમાણમાં તેના સભ્યોને સામાન્ય SDR ફાળવે છે. SDR હિસ્સો દેશના વિદેશી મુદ્રા ભંડારના ઘટકોમાંનો એક છે.
દેશનું વિદેશી મુદ્રા ભંડાર(Foreign Exchange Reserves / Forex Reserves) 16.663 અબજ ડોલર વધીને 27 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 633.558 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ શુક્રવારે તેના તાજેતરના ડેટામાં આ માહિતી આપી હતી. વિદેશી મુદ્રા ભંડારમાં આ વધારો મુખ્યત્વે સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) હોલ્ડિંગ્સમાં વધારો થવાને કારણે છે. RBI એ કહ્યું કે સમીક્ષા હેઠળના સપ્તાહમાં ભારતનો SDR હિસ્સો 17.866 અબજ ડોલરથી વધીને 19.407 અબજ ડોલર થયો છે.
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) બહુપક્ષીય ધિરાણ એજન્સીમાં તેના હાલના કોટાના પ્રમાણમાં તેના સભ્યોને સામાન્ય SDR ફાળવે છે. SDR હિસ્સો દેશના વિદેશી મુદ્રા ભંડારના ઘટકોમાંનો એક છે અને તે ખૂબ જ નોંધપાત્ર છે. RBIના જણાવ્યા અનુસાર 20 ઓગસ્ટ 2021 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 2.47 અબજ ડોલર ઘટીને 616.895 અબજ ડોલર થયું હતું. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન તે 1.409 અબજ ડોલર ઘટીને 571.6 અબજ ડોલર થયું છે જે એકંદર ભંડારનો મુખ્ય ઘટક છે.
સોનાના ભંડારમાં 19.2 કરોડ ડોલરનો ઉછાળો વિદેશી ચલણની અસ્કયામતો જે ડોલરના મૂલ્યમાં વ્યક્ત કરવામાં આવે છે તેમાં વિદેશી મુદ્રા ભંડારમાં રાખવામાં આવેલ અન્ય વિદેશી ચલણ જેમ કે યુરો, પાઉન્ડ અને યેનના મૂલ્યમાં વધારો અથવા ઘટાડાની અસર પણ શામેલ છે. આ દરમિયાન સોનાનો ભંડાર 19.2 કરોડ ડોલર વધીને 37.441 અબજ ડોલર થયો છે. તે જ સમયે IMF પાસે દેશનો ભંડાર 14 મિલિયન ડોલર વધીને 5.11 અબજ ડોલર થયો છે.
આ સપ્તાહે ડોલર સામે રૂપિયો 67 પૈસા મજબૂત થયો અહીં આ સપ્તાહે શેરબજારે નવો રેકોર્ડ બનાવ્યો છે. શેરબજારમાં તેજી વચ્ચે શુક્રવારે રૂપિયો ચાર પૈસાના વધારા સાથે ડોલર સામે 73.02 પર બંધ થયો હતો. ગુરુવારે રૂપિયો 73.06 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો. સાપ્તાહિક ધોરણે ડોલર સામે રૂપિયો 67 પૈસા વધ્યો છે. શુક્રવારે ડોલર ઇન્ડેક્સ 0.10 ટકા ઘટીને 92.132 પર બંધ થયો હતો. સાપ્તાહિક ધોરણે તેમાં 0.71 ટકાનો ઘટાડો થયો છે. આ સતત બીજા સપ્તાહમાં ડોલર ઇન્ડેક્સ ઘટ્યો છે. આ ઇન્ડેક્સ વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડોલરની મજબૂતાઈ દર્શાવે છે.
આ પણ વાંચો : Bank Rules : શું બેંક કર્મચારીઓ તમને પણ વીમો લેવા માટે કહી રહ્યા છે? તો જાણો આ નિયમ વિશે
આ પણ વાંચો : Property News: કોરોનાને કારણે બદલાયો હોમબાયર્સનો મૂડ, રેડી-ટુ-મૂવ ફ્લેટ્સ પહેલી પસંદગી, મોંઘા ઘરોમાં વધ્યો રસ