માત્ર 20 વર્ષમાં આ 30 કંપનીઓ રિલાયન્સની સમકક્ષ જોવા મળશે, જાણો શું કહ્યું દેશના સૌથી ધનિક કારોબારીએ
મુકેશ અંબાણીના જણાવ્યા અનુસાર 2030-32ની અંદર એટલે કે 10 વર્ષમાં ભારત યુરોપિયન યુનિયનને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. અંબાણીનું કહેવું છે કે ભારતે ત્રણ પડકારોનો સામનો કરવાનો છે.
માર્કેટ કેપિટલ(Marketcap)ના સંદર્ભમાં દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ(Reliance)ના ચેરમેન મુકેશ અંબાણી(Mukesh Ambani)ના જણાવ્યા અનુસાર, આગામી બે દાયકામાં ગ્રીન એનર્જી અને ટેક સ્પેસમાં 20-30 કંપનીઓ રિલાયન્સ જેટલી મોટી બની શકે છે. એક સમારોહમાં બોલતા અંબાણીએ કહ્યું કે જો આ કંપનીઓ રિલાયન્સથી નહિ તો તેના જેટલી તો જરૂર તે પણ માત્ર એકથી બે દાયકામાં બની જશે. રિલાયન્સને 200 અબજ ડોલર (અંદાજિત રૂ. 14.92 લાખ કરોડ) કંપની બનવામાં 38 વર્ષ લાગ્યાં જ્યારે અંબાણીના મતે ભારતીય કંપનીઓની આગામી પેઢીને રિલાયન્સ જેટલી મોટી વૃદ્ધિ કરવામાં અડધો સમય લાગશે.
ગ્રીન અને ક્લીન એનર્જી ભારતને વૈશ્વિક શક્તિ બનાવશે
મુકેશ અંબાણી રિલાયન્સ જિયો દ્વારા દેશમાં ડિજિટલ ક્રાંતિની શરૂઆત કરી હતી. આ પછી હવે તેમની નજર રિન્યુએબલ એનર્જી પર છે અને તેમની યોજના સોલાર અને રિન્યુએબલ એનર્જી ઈક્વિપમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 75 હજાર કરોડ રૂપિયા ખર્ચવાની છે. રિલાયન્સના ચેરમેને કહ્યું કે ભારત ગ્રીન અને ક્લીન એનર્જી દ્વારા વૈશ્વિક શક્તિ બની શકે છે અને આત્મનિર્ભર બનીને આ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. ભારત ગ્રીન એનર્જીનો મોટો નિકાસકાર પણ બની શકે છે.
ત્રણ મુખ્ય પડકારોનો સામનો કરવાની જરૂર છે
મુકેશ અંબાણીના જણાવ્યા અનુસાર 2030-32ની અંદર એટલે કે 10 વર્ષમાં ભારત યુરોપિયન યુનિયનને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. અંબાણીનું કહેવું છે કે ભારતે ત્રણ પડકારોનો સામનો કરવાનો છે. એક- ભારતે બે આંકડામાં જીડીપી વૃદ્ધિ હાંસલ કરવાની જરૂર અને એનર્જી આઉટપુટ વધારવા સાથે ટેક્નોલોજી દ્વારા તેની કિંમત ઘટાડવી જોઈએ. બીજું- આ ઉર્જા ઉત્પાદનમાં ભારતનો ગ્રીન અને ક્લીન એનર્જીનો વધુ હિસ્સો હોવો જોઈએ. ત્રીજું- ભારતે પ્રથમ બે પડકારોનો સામનો કરવા માટે દરેક કિંમતે આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય હાંસલ કરવું જોઈએ.
20 વર્ષમાં ગ્રીન એનર્જીમાં સુપર પાવર બનશે ભારત : મુકેશ અંબાણી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણી એશિયા ઈકોનોમિક ડાયલોગ 2022ને સંબોધિત કરી રહ્યા હતા. આ સમિટમાં તેમણે પર્યાવરણમાં થતા પરિવર્તનને માનવતા માટે મોટો ખતરો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત આગામી 20 વર્ષમાં ગ્રીન એનર્જીમાં સુપર પાવર બનશે. ભારત ગ્રીન એનર્જીની નિકાસ કરી શકે છે. 2030 સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. એશિયાનો જીડીપી બાકીના દેશો કરતાં વધુ છે. ક્લીન એનર્જી એ કોઈ વિકલ્પ નહીં, આવશ્યકતા છે. પૂણે ઈન્ટરનેશનલ સેન્ટર પોલિસી રિસર્ચ થિંક ટેન્ક અને વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે.
અંબાણીએ કહ્યું, આ ભારતનો સમય છે. ભારત વિશ્વમાં ક્લીન અને ગ્રીન એનર્જીમાં અગ્રેસર બનશે. આગામી 20 વર્ષમાં દેશમાં ટેક્નોલોજી ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન આવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ વધ્યો છે. બજેટમાં પણ ગ્રીન એનર્જી અંગે મોટી જાહેરાતો કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ગ્રીન એનર્જી વધુ સારા જીવનનો માર્ગ સરળ બનાવશે.
આ પણ વાંચો : JOBS : વર્ષ 2022 માં આ કંપની 10 હજાર લોકોની ભરતી કરશે, જાણો વિગતવાર