Chemplast Sanmar નો IPO 10 ઓગસ્ટના રોજ ખુલશે, જાણો રોકાણની તક વિશે વિગતવાર
રૂ. 3,850 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) માં રૂ. 1,300 કરોડના નવા શેરની ઓફર અને રૂ. 2,550 કરોડની વેચાણ માટેની ઓફર શામેલ છે. વેચાણ માટેની ઓફરમાં સનમાર હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા રૂ. 2,463.44 કરોડ અને સનમર એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડ દ્વારા રૂ 86.56 કરોડમાં શેર વેચાણ ઓફરનો સમાવેશ થાય છે.
સ્પેશિયાલિટી કેમિકલ્સ બનાવતી કંપની કેમપ્લાસ્ટ સનમાર લિમિટેડે(chemplast sanmar ltd) જણાવ્યું હતું કે તેણે તેની ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) માટે 3,850 કરોડ રૂપિયા પ્રતિ શેર 530-541 રૂપિયાની કિંમત નક્કી કરી છે. ચેન્નાઈ સ્થિત કંપનીએ વીડિયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પ્રારંભિક શેર વેચાણ માટે 10 ઓગસ્ટે પબ્લિક ઈશ્યુ ખુલશે અને 12 ઓગસ્ટના રોજ બંધ થશે.
રૂ. 3,850 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) માં રૂ. 1,300 કરોડના નવા શેરની ઓફર અને રૂ. 2,550 કરોડની વેચાણ માટેની ઓફર શામેલ છે. વેચાણ માટેની ઓફરમાં સનમાર હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા રૂ. 2,463.44 કરોડ અને સનમર એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડ દ્વારા રૂ 86.56 કરોડમાં શેર વેચાણ ઓફરનો સમાવેશ થાય છે.
આ વર્ષે 28 IPO આવ્યા છે વર્ષ 2021 માં અત્યાર સુધીમાં 28 IPO આવી ચુક્યાછે. આ ઓફર દ્વારા કંપનીઓએ 38 હજાર કરોડથી વધુ રકમ એકત્ર કરી છે. આ બીજું શ્રેષ્ઠ વર્ષ છે જેમાં વધુ નાણાં એકત્ર કરવામાં આવ્યા છે. 2017 માં કંપનીઓએ આ માધ્યમથી 67,167 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. રોલેક્સ રિંગ્સનો 29 મો IPO 28 જુલાઈએ ખુલ્યો છે. આ કંપની 731 કરોડ રૂપિયા એકત્ર કરશે. ઓગસ્ટમાં પ્રથમ આપ્તાહમાં 4 કંપનીઓ એક સાથે બજારમાં પ્રવેશી હતી. IPO માટે આ વર્ષ ઘણું સારું રહ્યું છે.
રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે રોકાણકારોના મજબૂત પ્રતિસાદને કારણે કંપનીઓ આ સમયે બજારમાં પ્રવેશી રહી છે. ઝોમાટોએ આ સકારાત્મક બજારમાં વધુ તેજી આપી છે. પહેલા રોકાણકારોનો પ્રતિસાદ અને પછી લિસ્ટિંગથી આઈપીઓ બજાર આકર્ષક બન્યું છે. હાલમાં તેનો શેર રૂ 135.30પર ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીઓ આઈપીઓ ત્યારે લાવે છે જ્યારે તેમને લાગે છે કે બજારનો સેન્ટિમેન્ટ અને રોકાણકારોનો મૂડ સકારાત્મક છે.
કંપનીઓ જુલાઈની સરખામણીમાં ઓગસ્ટમાં આઈપીઓ દ્વારા બમણી રકમ એકત્ર કરી શકે છે. SEBI સમક્ષ લગભગ 12 IPO અરજીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં Nykaa, Adani Wilmar, Fino Payments Bank, Policy Bazaar જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.