Sterlite Power IPO : ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલ 1250 કરોડનો IPO લાવી દેવું ચૂકવશે, SEBI સમક્ષ અરજી કરી

આ ઓફરમાં કંપનીના કર્મચારીઓ માટે શેરનું રિઝર્વેશન સામેલ છે. IPO માંથી મળેલી રકમનો ઉપયોગ મુખ્યત્વે લોન ચૂકવવા માટે કરવામાં આવશે. કંપની IPO પહેલા 220 કરોડ રૂપિયાના પર્સનલ ઉપયોગ પર પણ વિચાર કરી શકે છે.

Sterlite Power IPO : ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલ 1250 કરોડનો IPO લાવી દેવું ચૂકવશે, SEBI સમક્ષ અરજી કરી
Anil Agrawal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 7:43 AM

દેવામાં ડૂબેલા અબજોપતિ બિઝનેસમેન અનિલ અગ્રવાલ હવે IPO મારફતે તેમનું દેવું ચૂકવવાનું વિચારી રહ્યા છે. અનિલ અગ્રવાલની આગેવાની હેઠળની કંપની સ્ટરલાઇટ પાવર ટ્રાન્સમિશન(Sterlite Power Transmission IPO)એ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા રૂ 1,250 કરોડ એકત્ર કરવા માટે મૂડી બજાર નિયમનકાર સેબીને અરજી કરી છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ના ડ્રાફ્ટ અનુસાર કંપની કુલ 1,250 કરોડ રૂપિયાના કુલ ઇક્વિટી શેર ઓફર કરશે.

આ રકમનો ઉપયોગ લોનની ચુકવણી માટે કરવામાં આવશે આ ઓફરમાં કંપનીના કર્મચારીઓ માટે શેરનું રિઝર્વેશન સામેલ છે. IPO માંથી મળેલી રકમનો ઉપયોગ મુખ્યત્વે લોન ચૂકવવા માટે કરવામાં આવશે. કંપની IPO પહેલા 220 કરોડ રૂપિયાના પર્સનલ ઉપયોગ પર પણ વિચાર કરી શકે છે. જો તે પૂર્ણ થાય તો ઇશ્યૂનું કદ ઘટી જશે. સ્ટરલાઇટ પાવરના પ્રમોટર્સ અગ્રવાલ અને ટ્વીન સ્ટાર ઓવરસીઝ છે.

સંપાદન અટકાવાયું હતું ગયા મહિનાની શરૂઆતમાં નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલે દેવાગ્રસ્ત વિડિયોકોન ઇન્ડસ્ટ્રીઝના સંપાદન માટે ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની કંપની ટ્વીન સ્ટાર ટેક્નોલોજીસ પાસેથી રૂ 2,962.02 કરોડની બિડ પર રોક લગાવી હતી. NCLAT ના કાર્યકારી અધ્યક્ષ જસ્ટિસ AIS ચીમાની આગેવાની હેઠળની બે સભ્યોની બેન્ચે આ બાબતે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચે 9 જૂને આપેલા આદેશ પર રોક લગાવી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

નોટિસ ફટકારવામાં આવી હતી NCLAT નો આ નિર્ણય બેંક ઓફ મહારાષ્ટ્ર અને IFCI લિમિટેડ ની અરજી બાદ લેવામાં આવ્યો હતો. એપેલેટ ટ્રિબ્યુનલે ધિરાણકર્તાઓની કમિટી, વિડિયોકોનના સોલ્યુશન્સ પ્રોફેશનલ અને સુલ સોલ્યુશન્સ અરજદાર ટ્વીન સ્ટારને નોટિસ પાઠવી છે. હકીકતમાં અનિલ અગ્રવાલની કંપની વેદાંતાએ રાવા ઓઇલ સેક્ટરમાં તેના 25 ટકા હિસ્સાને કારણે વીડિયોકોન ગ્રુપની કંપનીઓમાં રસ દાખવ્યો છે. હસ્તાંતરણ બાદ વેદાંતનો રાવા ઓઇલ સેક્ટરમાં 47.5 ટકા હિસ્સો હશે. આ સાથે તે ONGC ના 40 ટકા હિસ્સા કરતાં મોટો શેરહોલ્ડર બનશે. રાવા ઓઇલમાં ઓએનજીસીનો 40 ટકા હિસ્સો છે.

વધુ એક સરકારી કંપની પણ લાવી રહી છે IPO કેન્દ્ર સરકારે સરકારી કંપની નેશનલ સીડ્ઝ કોર્પોરેશન( National Seeds Corporation)નો હિસ્સો વેચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકાર પોતાનો 25 ટકા હિસ્સો વેચવા માટે IPO લાવશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એસેટ મેનેજમેન્ટે(Department of Investment and Public Asset Management – DIPAM ) આ આઇપીઓના બુક રનિંગ અને સંબંધિત કાયદાકીય કાર્યવાહી માટે મર્ચન્ટ બેન્કની નિમણૂક કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ માટે બિડ મંગાવવામાં આવ્યા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ નેશનલ સીડ્ઝ કોર્પોરેશન કામ કરે છે.

આ પણ વાંચો :   દેશની સૌથી મોટી IT કંપની TCS એ રચ્યો ઇતિહાસ, માર્કેટ કેપ 13 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી

આ પણ વાંચો :  બાબા રામદેવની કંપની RUCHI SOYAને FPO લોન્ચ કરવા માટે SEBI એ મંજૂરી આપી, જાણો વિગતવાર

g clip-path="url(#clip0_868_265)">