Adani Wilmar IPO : ગૌતમ અદાણી લાવી રહ્યા છે 4500 કરોડનો IPO , સેબીમાં દસ્તાવેજ સબમિટ કર્યા

DRHP વિશે પ્રાપ્ત થતી માહિતી અનુસાર કંપની આ ભંડોળનો ઉપયોગ મૂડી ખર્ચ માટે કરશે. આ ઉપરાંત ખાદ્ય ઉત્પાદન ક્ષમતા વિસ્તૃત કરવામાં આવશે અને દેવું ચૂકવવામાં આવશે. આ સાથે કંપની તેની યોજના અનુસાર વ્યૂહાત્મક રીતે સંપાદનની પ્રક્રિયા સાથે પણ આગળ વધશે.

Adani Wilmar IPO : ગૌતમ અદાણી લાવી રહ્યા છે 4500 કરોડનો IPO , સેબીમાં દસ્તાવેજ સબમિટ  કર્યા
Gautam Adani (chairman and founder of the Adani Group)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 8:57 AM

Adani Wilmar 4500 crore IPO: થોડા સમયથી સતત સમાચાર આવી રહ્યા તા કે ગૌતમ અદાણીની વધુ એક કંપની શેરબજારમાં લિસ્ટ થવા જઈ રહી છે.એક મીડિયા રિપોર્ટ અનુસાર અદાણી વિલમારે 4500 કરોડના આઈપીઓ માટે સેબીમાં પોતાનો ડીઆરએચપી જમા કરાવ્યો છે. આ એક સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ હશે. DRHP એ એક દસ્તાવેજ છે જેમાં કંપની વર્ણવે છે કે તે IPO દ્વારા મેળવેલા ભંડોળનો ઉપયોગ કેવી રીતે કરશે અને આ કંપનીનું ભવિષ્ય દર્શાવે છે.

DRHP વિશે પ્રાપ્ત થતી માહિતી અનુસાર કંપની આ ભંડોળનો ઉપયોગ મૂડી ખર્ચ માટે કરશે. આ ઉપરાંત ખાદ્ય ઉત્પાદન ક્ષમતા વિસ્તૃત કરવામાં આવશે અને દેવું ચૂકવવામાં આવશે. આ સાથે કંપની તેની યોજના અનુસાર વ્યૂહાત્મક રીતે સંપાદનની પ્રક્રિયા સાથે પણ આગળ વધશે. અદાણી વિલ્મર પાસે ફંડ કંપની અંગે મોટી યોજના છે. કંપનીની યોજના અનુસાર અદાણી વિલ્મર 2027 સુધીમાં ભારતની સૌથી મોટી ફૂડ કંપની બનશે.

કંપનીની વેલ્યુએશ 45 હજાર કરોડ સુધી થઇ શકે છે આ IPO માટે કંપની તેનું મૂલ્ય 37,500-45,000 કરોડ રૂપિયા ઈચ્છે છે. અદાણી એન્ટરપ્રાઇઝ અદાણી વિલમારમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. તદનુસાર ગૌતમ અદાણીના હિસ્સાની વેલ્યુ 18,750-22,500 કરોડની વચ્ચે થઇ શકે છે. નાણાંકીય વર્ષ 2020-21માં અદાણી વિલમારની નેટવર્થ 3298 કરોડ હતી. તેણે વાર્ષિક ધોરણે 28 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. તે નાણાકીય વર્ષમાં કંપનીનો નફો 727 કરોડ હતો. વાર્ષિક ધોરણે નફામાં 58 ટકાનો ઉછાળો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કંપનીના મુખ્ય ઉત્પાદનો અદાણી વિલ્મરની ખાદ્યતેલમાં ઘણી પ્રોડક્ટ્સ છે. ફોર્ચ્યુન ઓઈલ ઘણું પ્રિય છે. આ સિવાય, કંપની ચોખા, સોયાબીન, ચણાનો લોટ, કઠોળ, શાકભાજી, ખીચડી, સાબુ, લોટ, ખાંડ સહિતનું ઉત્પાદન કરે છે. મોટાભાગના ઉત્પાદનો ફોર્ચ્યુન બ્રાન્ડ નામ હેઠળ આવે છે.

કંપનીની સ્થાપના 1999 માં થઈ હતી અદાણી વિલ્મારનું સૌથી લોકપ્રિય ઉત્પાદન ‘ફોર્ચ્યુન’ છે. આ કંપનીની સ્થાપના 1999 માં અદાણી ગ્રુપ અને સિંગાપોર સ્થિત વિલ્માર કંપની સાથે સંયુક્ત સાહસમાં કરવામાં આવી હતી. વિલ્માર ગ્રુપનો વ્યવસાય મુખ્યત્વે કૃષિ છે.

ભારતમાં સૌથી મોટું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અદાણી વિલમારની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ખાદ્યતેલ બજારમાં તે દેશમાં સૌથી મોટું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે. દેશભરમાં તેના 85 સ્ટોક પોઈન્ટ અને 5000 ડિસ્ટ્રીબ્યુટર છે. છૂટક બજારમાં તેનો હિસ્સો લગભગ 10 ટકા છે. તેનું ઉત્પાદન દેશભરમાં લગભગ 15 લાખ રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કંપનીએ ખાસ ઓઇલ રાઇસ બ્રાન અને વિવો લોન્ચ કર્યા છે. કંપનીની અન્ય ખાદ્યતેલ બ્રાન્ડ રૂપચંદા બાંગ્લાદેશમાં માર્કેટ લીડર છે. કંપની પાસે ત્યાં બે મોટી રિફાઇનરીઓ પણ છે.

આ પણ વાંચો : IPO : આજે 4 કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક, IPO માં Invest કરતા પહેલા જાણો યોજનાઓ વિશે વિગતવાર

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">