જો તમારો CIBIL SCORE 700 થી વધુ છે તો LIC હોમ લોનમાં આપશે મોટી રાહત, આ રીતે જાણો તમારી સ્થિતિ

ગ્રાહકનો CIBIL સ્કોર એ ઉપર નિર્ભર કરે છે કે તેણે અગાઉ લોન લીધી છે કે નહીં? અને જો લીધી છે તો પછી તેને સમયસર ચૂકવણી કરી છે કે નહીં ? CIBIL સ્કોર ચેક કરતી વખતે આવા ઘણાં પાસાઓને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.

જો તમારો CIBIL SCORE 700 થી વધુ છે તો LIC હોમ લોનમાં આપશે મોટી રાહત, આ રીતે જાણો તમારી સ્થિતિ
CIBIL SCORE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 8:42 AM

જો તમારો CIBIL Score 700 થી ઉપર છે તો તમારા માટે સારા સમાચાર છે.સારા CIBIL સ્કોર ધરાવનારને LIC Housing finance ઓછા વ્યાજ દરે હોમ લોન (Home loan) ઓફર કરે છે. LIC હાઉસિંગ ફાઇનાન્સે નવા ગ્રાહકો માટે વ્યાજ દર ઘટાડીને 6.90 ટકા કરી દીધો છે. હોમ લોન પર આ અત્યાર સુધીનો સૌથી ઓછો વ્યાજ દર છે. જે ગ્રાહકોનો CIBIL સ્કોર 700 કે તેથી વધુ છે તેમને આ દરે લોન મળશે.

ગ્રાહકનો CIBIL સ્કોર એ ઉપર નિર્ભર કરે છે કે તેણે અગાઉ લોન લીધી છે કે નહીં? અને જો લીધી છે તો પછી તેને સમયસર ચૂકવણી કરી છે કે નહીં ? CIBIL સ્કોર ચેક કરતી વખતે આવા ઘણાં પાસાઓને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.

લોનની મર્યાદા જાણો LIC હાઉસિંગ ફાઈનાન્સના જણાવ્યા અનુસાર 50 લાખ સુધીની લોન પર વ્યાજ દર CIBIL માં 700 કે તેથી વધુ સ્કોર ધરાવતા ગ્રાહકો માટે 6.90 ટકાથી શરૂ થશે. આજ સ્કોર સાથે 80 લાખ રૂપિયાથી વધુની લોન લેનારાઓ માટે 7 ટકા વ્યાજદર હશે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

CIBIL ક્રેડિટ સ્કોર કેવી રીતે તપાસવો અહીં અમે CIBIL વેબસાઈટ પર તમારા ક્રેડિટ સ્કોરને કેવી રીતે તપાસવું તે જણાવી રહ્યા છીએ. CIBIL સ્કોર જાણવા માટે આ સ્ટેપ્સ અનુસરો …

>> CIBIL ની વેબસાઇટ https://www.cibil.com/ પર જાઓ અને પેજના ઉપરના જમણા ખૂણે ‘ગેટ યોર સિબિલ સ્કોર(get your CIBIL score)’ પર ક્લિક કરો. >> આ તમને સબ્સ્ક્રિપ્શન ઓપશનના પેજ પર લઈ જશે. ફ્રી ઓપશન માટે તમારે સ્ક્રોલ ડાઉન કરવું પડશે. >> હવે એકાઉન્ટ બનાવો અને જરૂરી વિગતો ભર્યા પછી ‘accept and continue’ પર ક્લિક કરો. >> તમારી ઓળખ ચકાસવાની રહેશે. >> તમે આપેલા મોબાઇલ નંબર પર તમને વન ટાઇમ પાસવર્ડ (OTP) મળશે. OTP દાખલ કરો અને ‘Continue’ પર ક્લિક કરો. >> ડેશબોર્ડ પર જાઓ તમને તમારી નોંધણી પુષ્ટિ દર્શાવતી નવી વિંડો પર લઈ જવામાં આવશે. >> આ અંગે તમને ઈ-મેલ પણ મોકલવામાં આવશે. તમારો ક્રેડિટ સ્કોર ચેક કરવા માટે ‘Go to Dashboard’ પર ક્લિક કરો. >> સિબિલ સ્કોર જુઓ તમને myscore.cibil.com ખુલ્યા બાદ તમારો CIBIL સ્કોર અને CIBIL રિપોર્ટ ફ્રીમાં ચકાસી શકો છો.

આ પણ વાંચો :  કર્મચારીઓ માટે રાહતના સમાચાર : UAN ને Aadhaar સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી

આ પણ વાંચો : Edible Oil Price: ખાદ્ય તેલ સસ્તું કરવા સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય , જાણો કેટલું સસ્તું થશે તેલ

g clip-path="url(#clip0_868_265)">