MONEY9: મકાનોના ભાવ વધવાથી એફોર્ડેબલ હાઉસિંગને થઇ અસર

આ વર્ષે દેશમાં મકાનોની કિંમત એવરેજ 7.5 ટકા સુધી વધી શકે છે. છેલ્લા 5 વર્ષોમાં મકાનની કિંમતોમાં આ મોટો ઉછાળો હશે. જ્યારે વર્ષ 2023 અને 2024માં ભાવ 6 ટકાની ઝડપે વધી શકે છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 14, 2022 | 2:37 PM

MONEY9: નોટબંધી, GST અને કોવિડ જેવા ઝટકા સહન કર્યા બાદ હવે રિયલ એસ્ટેટ (REAL ESTATE) માર્કેટમાં ડિમાંડ આવી તો નવું સંકટ મોં ફાડીને ઉભુ છે. બિલ્ડિંગ મટિરિયલની મોંઘવારી અને લોન (LOAN)ના વધતા વ્યાજથી પ્રોપર્ટી માર્કેટની હાલત પતલી થઇ ગઇ છે. એપ્રિલ-મેમાં દેશના ઘણાં ભાગોમાં મકાન 10 ટકાથી વધુ મોંઘા થઇ ગયા છે.  

રૉયટર્સના પ્રોપર્ટી એનાલિસ્ટ પોલ્સનું માનીએ તો આ વર્ષે દેશમાં મકાનોની કિંમત એવરેજ 7.5 ટકા સુધી વધી શકે છે. છેલ્લા 5 વર્ષોમાં મકાનની કિંમતોમાં આ મોટો ઉછાળો હશે. જ્યારે વર્ષ 2023 અને 2024માં ભાવ 6 ટકાની ઝડપે વધી શકે છે. 

તો મોંઘવારીને કાબૂમાં કરવા માટે રિઝર્વ બેંક વ્યાજ દરો વધારી રહી છે. મે મહિનામાં રેપો રેટમાં 40 બેઝિસ પોઇન્ટના વધારા બાદ હજુ પણ વધારે વૃદ્ધિની વાત કરવામાં આવી રહી છે. બિલ્ડિંગ મટિરિયલની કિંમત અને વ્યાજ દરોના વધારાની અસર એફોર્ડેબલ મકાનની કિંમત પર પડી છે. 

પ્રૉપર્ટી ફર્મ એનારૉક અનુસાર, વર્ષ 2021માં દેશના 7 મુખ્ય શહેરોમાં લૉન્ચ થયેલા 2.37 લાખ મકાનોમાં 63 ટકાથી વધુ મિડ અને પ્રીમિયમ સેગમેન્ટના છે. તેમાં એફોર્ડેબલ હાઉસિંગની હિસ્સેદારી ઘટીને 26 ટકા રહી ગઇ, જે 2019માં 40 ટકા હતી.

40 લાખ રૂપિયા સુધી મકાન એફોર્ડેબલ રેન્જ, જ્યારે તેની ઉપરના મકાન મિડ અને પ્રીમિયમ રેન્જમાં આવે છે. વેચાણમાં વતા-ઓછા અંશે આવી જ હાલત છે.  

પ્રૉપટાઇગરના આંકડા જણાવે છે કે વર્ષ 2021 દરમિયાન ટોચના 8 શહેરોમાં મકાનોના કુલ વેચાણમાં એફોર્ડેબલ હાઉસિંગની હિસ્સેદારી ઘટીને 43 ટકા રહી ગઇ છે. 2020માં તે 48 ટકા હતી. તો 75 લાખ રૂપિયાથી ઉપરના મકાનોનું વેચાણ વધીને 31 ટકા થઇ ગયું. જે પહેલા 25 ટકા હતું.

RBIના Sectoral Deployment of Bank Credit (સેક્ટોરલ ડેપ્લોયમેન્ટ ઓફ બેંક ક્રેડિટ) ના આંકડા દર્શાવે છે કે એપ્રિલ 2022માં રિટેલ લોનમાં 14.7 ટકા તેજી આવી..તેમાં હાઉસિંગ અને વ્હીકલ લોનની મોટી ભાગીદારી રહી. હાઉસિંગ લોનમાં 13.7 ટકાની વૃદ્ધિ થઇ. તેની સરખામણીમાં એપ્રિલ 2021માં ગ્રોથ 9.9 ટકા રહ્યો.  

તો ગરીબો અનો લોઅર ઇન્કમ ગ્રુપના મકાનો માટે મળતી લોન એટલે કે Priority Sector Housing Loan (પ્રાયોરિટી સેક્ટર હાઉસિંગ લોન)નો ગ્રોથ 6.1 ટકાથી ઘટીને 4.6 ટકા થઇ ગયો. એટલે કે હાઉસિંગ લોન તો વધી છે પરંતુ Priority Sector ની લોનની સ્પીડ ઘટી છે. 

રિયલ એસ્ટેટ ડેવલપર અને ધ મેપલ ગ્રુપ ઑફ કંપનીઝના ડાયરેક્ટર ક્રૃણાલ દાયમા કહે છે કે ઇનપુટ કૉસ્ટ વધવા અને હોમ લોન મોંઘી થવાથી એફોર્ડેબલ હાઉસિંગ પર અસર પડી છે. આ ઉપરાંત, લાઇફસ્ટાઇલ ચેન્જના કારણે લોકો એફોર્ડેબલ મકાનોથી મિડ અને પ્રીમિયમ સેગમેન્ટમાં શિફ્ટ કરી રહ્યા છે. એટલે કે પૈસાવાળાની માંગે રિયલ એસ્ટેટ માર્કેટના ભાવ વધારી દીધા છે. અને વધેલા ભાવને લોન અને ખર્ચની મોંઘવારી વધારે ઉપર ઉઠાવી રહી છે.

Follow Us:
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">