AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 09 જાન્યુઆરી: મિલકત સંબંધિત કામોમાં થોડો વિલંબ થઈ શકે, ધીરજથી કામ લેવું

Aaj nu Rashifal: પતિ-પત્ની વચ્ચે ખાટા-મીઠા ઝઘડા થશે, પરંતુ સંબંધોમાં વધુ મધુરતા આવશે

Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 09 જાન્યુઆરી: મિલકત સંબંધિત કામોમાં થોડો વિલંબ થઈ શકે, ધીરજથી કામ લેવું
Horoscope Today Aries
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 6:11 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મેષ: આજે સામાજિક કાર્યોમાં તમારી વ્યસ્તતા રહેશે. અને નવી ઓળખ પણ મળશે. કોઈ સંબંધીને તેની જરૂરિયાતના સમયે મદદ કરવાથી તમને અપાર આનંદ મળશે. અને સંબંધ પણ મજબૂત થશે. અજાણ્યા જ્ઞાનમાં તમારી રુચિ જાગૃત થશે.

કોઈ મહત્વપૂર્ણ વસ્તુ ચોરી થવાની કે ખોવાઇ જવાની શક્યતાઓ છે. તમારી પોતાની વસ્તુઓનું ધ્યાન રાખવું વધુ સારું રહેશે. મિલકત સંબંધિત કામોમાં થોડો વિલંબ થઈ શકે છે. પરંતુ ધૈર્ય રાખો, થોડી મહેનતથી તમારું કામ પૂર્ણ થઈ જશે.

પબ્લિક ડીલિંગ અને મીડિયા સંબંધિત કામ પર ખૂબ ધ્યાન આપો. આ સમયે સારો ધનલાભ થવાની સંભાવના છે. કોઈપણ વ્યવસાયિક યાત્રા ટાળો, કારણ કે તે કોઈ શુભ પરિણામ નહીં આપે. ઓફિસનું વાતાવરણ સકારાત્મક રહેશે.

લવ ફોકસઃ- પતિ-પત્ની વચ્ચે ખાટા-મીઠા ઝઘડા થશે. પરંતુ સંબંધોમાં વધુ મધુરતા આવશે. વિજાતીય લોકો સાથે વ્યવહાર કરતી વખતે સાવચેત રહો.

સાવચેતી- સ્વાસ્થ્ય સારું રહેશે. શારીરિક અને માનસિક થાકને કારણે થોડી નબળાઈનો અનુભવ થઈ શકે છે.

લકી કલર – પીળો લકી અક્ષર – C ફ્રેંડલી નંબર – 9

g clip-path="url(#clip0_868_265)">