CM Madhavsinh solanki: ખામ થીયરી માટે જાણીતા બન્યા હતા માધવસિંહ સોલંકી, તેમના નેતૃત્વમાં કોંગ્રેસનો દબદબો હતો
માધવસિંહ સોલંકીએ1985 માં રાજીનામું આપ્યું હતું પરંતુ તેમની ખામ મત થિયરી Kshatriya, Harijan, Tribal, Muslim સમુદાયના મતો) વડે તેઓ 182 માંથી 149 બેઠકો જીતીને સત્તા પર પરત ફર્યા હતા. તેમણે ગુજરાતની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના દાખલ કરી હતી.

માધવસિંહ સોલંકી (Madhavsinh Solanki ) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નેતા, ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat CM) અને ભારતના વિદેશ મંત્રી હતા. તેઓ ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા. તેઓ “ખામ થિયરી” માટે જાણીતા બન્યા, તેઓ 1980ના દાયકામાં ગુજરાતમાં સત્તા પર આવ્યા હતા. તેમના કાર્યકાળમાં કોંગ્રેસનો દબદબો હતો. 1981 માં ગુજરાત સરકાર દ્વારા સામાજીક અને આર્થિક પછાત વર્ગ માટે આરક્ષણ રજૂ કરવામાં આવ્યું હતું, જે બક્ષી પંચની ભલામણો પર આધારિત હતું. તેના વિરોધમાં સમગ્ર રાજ્યમાં દેખાવો થયા હતા, જે પાછળથી કોમી રમખાણોમાં પરિણમ્યા હતા
અંગત જીવન (Personal life)
માધવસિંહ સોંલકીનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ વડોદરાના પીલુદરામાં થયો હતો. તેઓ ગુજરાતના કોળી પરિવારમાં થયો હતો. 1 જાન્યુઆરી, 2021 ના રોજ તેમનું અવસાન થયું હતું. તેમના મોટા પુત્ર ભરતસિંહ માધવસિંહ સોલંકી પણ રાજકારણી છે. ગુજરાતના જાણીતા કવિ શેખાદમ આબુવાલા તેમના ખાસ મિત્ર હતા.
રાજકીય કારર્કિર્દી (Political career )
1981 માં ગુજરાત સરકાર દ્વારા સામાજીક અને આર્થિક પછાત વર્ગ માટે આરક્ષણ રજૂ કરવામાં આવ્યું હતું, જે બક્ષી પંચની ભલામણો પર આધારિત હતું. તેના વિરોધમાં સમગ્ર રાજ્યમાં દેખાવો થયા હતા, જે પાછળથી કોમી રમખાણોમાં પરિણમ્યા હતા. માધવસિંહ સોલંકીએ1985 માં રાજીનામું આપ્યું હતું પરંતુ તેમની ખામ મત થિયરી (Kshatriya, Harijan, Tribal, Muslim સમુદાયના મતો વડે તેઓ 182 માંથી 149 બેઠકો જીતીને સત્તા પર પરત ફર્યા હતા. તેમણે ગુજરાતની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના દાખલ કરી હતી. 1980માં માધવસિંહની આગેવાનીમાં કૉંગ્રેસને ગુજરાતમાં જ્વલંત વિજય મળ્યો હતો – 182માંથી 139 અને તે પછી 1985માં તો નવો વિક્રમ થયો – 149 બેઠકો માધવસિંહ લઈ આવ્યા હતા. તેઓ પ્રથમવાર મુખ્ય મંત્રી 1976માં બન્યા હતા, પણ ત્યારે માત્ર એક જ વર્ષ માટે જ પદ પર રહ્યા. તે પછી 1980માં ફરી મુખ્ય મંત્રી બન્યા અને ટર્મ પૂરી કરી શક્યા હતા. 1985માં પક્ષને જંગી બહુમતી અપાવી તેઓ ત્રીજી વાર મુખ્ય મંત્રી બન્યા, જોકે ફરીથી ચૂંટણી પહેલાં 1989-90 એક વર્ષ તેમને ફરી એટલે કે ચોથી વાર મુખ્ય મંત્રી બનાવાયા હતા.