Karnatak: યેદિયુરપ્પાને મુખ્યપ્રધાન પદ પરથી હટાવવાની અટકળો વચ્ચે, 2 વર્ષનો કાર્યકાળ થયો પૂર્ણ, જાણો CM બનવાની રેસમાં કોનું નામ છે આગળ

|

Jul 26, 2021 | 9:08 AM

કર્ણાટકના મુખ્યપ્રધાન (Chief Minister) બી.એસ. યેદીયુરપ્પાએ તેમના પદ પરથી હટાવવાની અટકળો વચ્ચે આજે 2 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે.ત્યારે આજે તમને જણાવીશું કે, કર્ણાટકના મુખ્યપ્રધાન બનવાની રેસમાં કોનું નામ છે આગળ.

Karnatak: યેદિયુરપ્પાને મુખ્યપ્રધાન પદ પરથી હટાવવાની અટકળો વચ્ચે, 2 વર્ષનો કાર્યકાળ થયો પૂર્ણ, જાણો CM બનવાની રેસમાં કોનું નામ છે આગળ
B.S yediyurappa (File Photo)

Follow us on

Karnatak: કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ (B.S. Yeddyurappa) તાજેતરમાં જ જણાવ્યું હતું કે, પક્ષના નેતાઓ દ્વારા મળેલી સૂચનાઓનું તેઓ પાલન કરશે અને પક્ષનો જે પણ નિર્ણય હશે તે માન્ય રહેશે.

કર્ણાટકના મુખ્યપ્રધાન (Chief Minister) બી.એસ. યેદીયુરપ્પાએ તેમના પદ પરથી હટાવવાની અટકળો વચ્ચે આજે 2 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે.આજે 26 જુલાઈએ યેદિયુરપ્પા સવારે 11 કલાકે “વિધાન સૌધા” કાર્યક્રમમાં બે કલાક હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે,આ કાર્યક્રમ એવા સમયે યોજવામાં આવી રહ્યો છે જ્યારે મુખ્યમંત્રી યેદીયુરપ્પા તેમના પદ પર કાર્યરત રહેવા માટે તેઓ પાર્ટીની (Party) સૂચનોની રાહ જોઈ રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે,અગાઉ બેલાગવી જિલ્લાના મુખ્યાલયમાં યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, તેઓ પક્ષના કેન્દ્રીય નેતૃત્વના નિર્ણયનું પાલન કરશે અને ભાજપ હાઈકમાન્ડની (High Command)સૂચના મળ્યા બાદ તેઓ યોગ્ય નિર્ણય લેશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

દલિત CM વિશે યેદિયુરપ્પાની પ્રતિક્રિયા

યેદિયુરપ્પાને દલિત મુખ્યમંત્રી બનાવવા વિશે કહ્યું હતું કે, તે આ અંગે નિર્ણય લઈ શકશે નહિ અને આ નિર્ણય હાઈકમાન્ડના(High Command) હાથમાં છે. વધુમાં પૂછવામાં આવ્યું કે શું તે તેના બે વર્ષના કાર્યથી સંતુષ્ટ છે, તો તેણે કહ્યું, “જો લોકો સંતુષ્ટ છે તો એ મારા માટે પૂરતું છે.”

કર્ણાટકના મુખ્યપ્રધાન બનવાની રેસમાં ઘણા નામ છે આગળ

યેદિયુરપ્પાને મુખ્યપ્રધાન પદ પરથી હટાવવાની અટકળો ચાલી રહી છે. ત્યારે યેદિયુરપ્પાની વિદાય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પક્ષ દ્વારા યેદિયુરપ્પાના અનુગામીનું નામ પણ લગભગ નક્કી કરવામાં આવ્યું છે. જોકે, હજી સુધી નામ જાહેર કરવામાં આવ્યું નથી.

 

આ પણ વાંચો : રાજસ્થાનમાં પ્રધાનમંડળ – કોંગ્રેસ સંગઠનમાં થશે ફેરબદલ, હાઇકમાન્ડના નિર્ણયને માન્ય રાખશે ગહેલોત

આ પણ વાંચો : પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ નથી આપી રહ્યાં તપાસમાં સહકાર, ED કરશે હાઈકોર્ટમાં અપીલ

Next Article