જાણો પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન Mamata Banerjeeએ કેમ કહ્યું કે ‘હું એક જીવતી લાશ જેવી છું’

જાણો પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન Mamata Banerjeeએ કેમ કહ્યું કે 'હું એક જીવતી લાશ જેવી છું'

પશ્ચિમબંગાળના મુખ્યમંત્રી Mamata Banerjeeએ ગુરુવારે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા કહ્યું હતું કે તે એક જીવતી લાશ છે.

Chandrakant Kanoja

| Edited By: Kunjan Shukal

Feb 11, 2021 | 8:09 PM

પશ્ચિમબંગાળના મુખ્યમંત્રી Mamata Banerjeeએ ગુરુવારે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા કહ્યું હતું કે તે એક જીવતી લાશ છે. રાજકારણમાં પોતાના સંઘર્ષ તરફ ધ્યાન દોરતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે પગથી લઈને કપાળ સુધી એવી કોઈ જગ્યા નથી જ્યાં તેમને ઈજા ના થઈ હોય. Mamata Banerjeeએ એમ પણ કહ્યું હતું કે કોઈ રાજકીય વારસાને લીધે અહીંયા પહોંચ્યા નથી.

Mamata Banerjeeએ એક ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં ભાજપ પર ડર્ટી પોલિટીક્સનો આરોપ લગાવતા કહ્યું કે, અમે ઘણું રાજકારણ કર્યું છે. આપણે જીવનભર જીવતી લાશ છીએ. તમને લોકોને એ ખબર હોવી જોઈએ, હું એવી નેતા નથી કે કોઈ મને ઘરેથી લઈને આવ્યા છે. મારા પગથી કપાળ સુધી કોઈ જગ્યા નથી, જ્યાં મને માર ના પડ્યો હોય. હું આજે પણ જીવતી લાશની જેમ રાજનીતિ કરું છું.

મમતા બેનર્જીએ કહ્યું કે મારી પ્રતિબદ્ધતા અને પ્રમાણિકતા એ મારી ઓળખ છે. મારે એવા લોકોના પ્રમાણપત્રની જરૂર નથી કે જે પોતે લૂંટારા છે. ભાજપ પર ધર્મ અને જાતિના રાજકારણનો આક્ષેપ લગાવતા પશ્ચિમબંગાળના મુખ્ય પ્રધાને કહ્યું કે લોકોમાં ભાગલા પડી રહ્યા છે. મમતા બેનર્જીએ એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો ભાજપને મદદ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: Local Body Poll 2021 Patan : મસાલી ગામના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી, સિંચાઇના મુદ્દે છે નારાજ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati