રાજ્યસભાની ચૂંટણીમાં કોણ બનશે ભાજપનો ડાર્ક હોર્સ? આ વાતને લઈ મુંજવણમાં છે પાર્ટી!

રાજ્યસભાની ચૂંટણીને ગણતરીના દિવસ જ બાકી છે. જો કે ચૂંટણીમાં આ વખતે 2 ઉમેદવારોને ઉભા કરવા કે 3 બેઠક માટે પણ રણનીતિ ઘડવી જેને લઇને ભાજપમાં ભારે અવઢવ છે. તો બીજી તરફ કેન્દ્રમાં અમિત શાહ અને PM મોદી દ્વારા પણ કોઈ નક્કર સૂચના મળી નથી. જેથી હજુ પણ 2 બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કરવા […]

રાજ્યસભાની ચૂંટણીમાં કોણ બનશે ભાજપનો ડાર્ક હોર્સ? આ વાતને લઈ મુંજવણમાં છે પાર્ટી!
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 07, 2020 | 2:08 PM

રાજ્યસભાની ચૂંટણીને ગણતરીના દિવસ જ બાકી છે. જો કે ચૂંટણીમાં આ વખતે 2 ઉમેદવારોને ઉભા કરવા કે 3 બેઠક માટે પણ રણનીતિ ઘડવી જેને લઇને ભાજપમાં ભારે અવઢવ છે. તો બીજી તરફ કેન્દ્રમાં અમિત શાહ અને PM મોદી દ્વારા પણ કોઈ નક્કર સૂચના મળી નથી. જેથી હજુ પણ 2 બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કરવા કે, 3 બેઠક માટે જેને લઈને અવઢવ છે.

રાજયસભાની ચૂંટણીને લઈ ભાજપમાં મૂંઝવણ!

2 સીટ પર ઉમેદવાર ઉભા કરવા કે ત્રીજી બેઠક માટે પણ પ્રયાસ કરવો. તેના પર ભાજપની કોર કમિટીમાં પણ આ અંગે હજુ સપષ્ટતા નહીં.

Rajiv satav

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સામાન્ય રીતે ચૂંટણીએ ભાજપ માટે અવસર સમાન હોય છે. પરંતુ ગુજરાતમાં રાજયસભાની ચૂંટણીને લઈ ભાજપમાં અવઢવ જોવા મળી રહી છે. તો બીજી તરફ કોંગ્રસમાં રાજ્યસભાને લઇને બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત પણ કરી લીધી છે. સાથે જ સેન્સ પણ લેવાયા છે. કોંગ્રેસ ખાલી કુલ 4 બેઠકોમાંથી 2 બેઠકો પર પોતાના ઉમેદવારને ઉભા રાખશે એ નક્કી છે.

રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારની છેલ્લી તારીખ!

જો કે ભાજપ દ્વારા 2 બેઠકો પર ઉમેદવારી કરવી કે, ત્રીજી બેઠક પર પણ દાવેદાર ઉભા રાખવા. જેને લઈ હજુ પણ અવઢવ છે. ત્યારે સોમવારે CM નિવાસ્થાને ભાજપના કોર ગ્રૂપની બેઠક યોજાશે. જેમાં રાજ્યસભાના નામોને લઇને ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે, 13 માર્ચનો દિવસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. 11 મોડી સાંજ સુધીમાં ભાજપ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરે એવી શકયતા છે.

ત્રણ બેઠક પર  જીત માટે ભાજપને કોની જરૂર?

Chotu vasava kandhal jadeja jignesh mevani

રાજ્ય સભાની 1 બેઠક જીતવા માટે 73 વોટની જરૂર હોય છે. ત્યારે હાલના આંકડા પ્રમાણે ભાજપ 2 બેઠક ખુબ સરળતાથી જીતી શકે છે. જો કે ત્રીજી બેઠક જીતવા માટે BTP સાથે ગઠબંધન બાદ પણ 5 વોટ ખૂટે છે. તેવા સંજોગોમાં 3 બેઠક પર દાવેદારી કરવી કે, નહીં. તેને લઈને અસમંજસ છે. મહત્વનું છે કે, હાલમાં ભાજપ પાસે રાજ્યસભામાં 3 બેઠકો છે. જયારે કોંગેસ પાસે માત્ર એક બેઠક છે. જો કે ગુજરાત વિધાનસભા ગૃહમાં 180 કુલ સભ્યો છે. જેમા 103 ભાજપ, 73 કોંગ્રેસ, 2 BTP, 1 NCP અને 1 અપક્ષ છે.

કોણ બની શકે છે ભાજપના નવા ચહેરા?

anar patel mohan kundariya ramanlal vora

ભાજપ વર્તમાન રાજયસભાના સાંસદ સભ્યોને રીપીટ ન કરવાનો નિર્ણય કર્યો છે. જેથી શંભુપ્રસાદ ટુંડીયા, લાલસિંહ વડોદીયા તથા ચુનીભાઇ ગોહિલની જગ્યાએ પક્ષ નવા ચહેરાને પ્રાઘાન્ય આપશે. એવુ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહ ગુજરાત પ્રદેશ, પ્રભારી ભુપેન્દ્ર યાદવ સાથે સરકારના પૂર્વ પ્રધાન રમણવોરાએ બેઠક કરી હતી. જેના કારણે તેમની દાવેદારીને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. સાથે જ મોહન કુંડારીયા પણ પીએમ મોદી તથા અમિત શાહની ગુડ બુકમાં છે. તેમને જ્યારે કેન્દ્રમાંથી પડતા મુકવામાં આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કોણ છે ભાજપના ડાર્કહોર્સ ઉમેદવાર?

ત્યારબાદ પણ તેમણે સૌરાષ્ટ્રમાં ખેડૂતો માટે કામ કર્યું છે. જેના કારણે એમના નામની પણ આ વખતે ચર્ચા થઇ રહી છે. તો ભાજપની આદીવાસી બેલ્ટમાં પકડ વધુ મજબૂત કરવા પણ કોઈ સ્થાનિક નેતાને ટીકીટ મળી શકે છે. તો આ તમામની વચ્ચે રાજ્ય સરકારના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ પણ ભાજપના ડાર્ક હોર્સ બની રાજય સભાના ઉમેદવારીને લઈને પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે. જો કે આ તમામ નામોની વચ્ચે અન્ય નામોને પણ પ્રાધાન્ય મળે તો નવાઈ નહી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">