AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar Political News: મુલાયમસિંહ અને શરદ યાદવ સાથેની મુલાકાત બાદ,લાલુ યાદવે કર્યું ચિરાગ પાસવાનનું સમર્થન

લાલુ યાદવ આ દિવસોમાં તેમના પુત્ર તેજસ્વી યાદવની પ્રશંસા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતુ કે, વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં આરજેડી સરકાર બનવા જઈ રહી છે. પરંતુ ગઠબંધને કારણે તેમને છેતરપિંડીથી 10-15 મતોથી હરાવ્યા.

Bihar Political News: મુલાયમસિંહ અને શરદ યાદવ સાથેની મુલાકાત બાદ,લાલુ યાદવે કર્યું ચિરાગ પાસવાનનું સમર્થન
Lalu Prashad Yadav (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 9:09 AM
Share

Bihar Political News:  LJP માં થયેલી તુટ બાદ, આ દિવસોમાં RJD ચિરાગ પાસવાનને આવકારવા માટે ખૂબ મથામણ કરી રહી છે. આ જ કારણ છે કે, RJDના વડા લાલુ યાદવ પણ ખુલ્લેઆમ ચિરાગ પાસવાનને (Chirag Paswan) ટેકો આપતા જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, એલજેપીમાં થયેલા અણબનાવ પછી પણ ચિરાગ પાસવાન LJPના નેતા છે. ઉપરાંત,જ્યારે લાલુને તેજસ્વી અને ચિરાગ પાસવાનના જોડાણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ બંનેનું સમર્થન કરતા હોવાનું જણાવ્યું હતું.

આ સાથે જ ચિરાગ પાસવાને કહ્યું કે, લાલુ યાદવને તેના પિતા રામવિલાસ પાસવાન સાથે જૂના સંબંધો છે. લાલુ યાદવ(Lalu Yadav) તમના વડીલ જેવા છે. ઉપરાંત ચિરાગે જણાવ્યું હતું કે, લાલુ યાદવ તેમને નેતા માને છે તે તેમના માટે ગૌરવની વાત છે. આ સાથે તે તેજસ્વી સાથે જોડાણ પર તેણે કોઈ જવાબ આપ્યો નહી. તેમણે મહાગઠબંધનને (Coalition)ટેકો આપવા બદલ લાલુ યાદવનો આભાર માન્યો અને કહ્યું કે આ સમયે તેઓ પોતાનું સંપૂર્ણ ધ્યાન પોતાની આશીર્વાદ યાત્રા પર કેન્દ્રિત કરવા માંગે છે.

લાલુએ ચિરાગનું કર્યું સમર્થન

લાલુ યાદવે ચિરાગનું કર્યું સમર્થન કરી તેજસ્વી(Tejashvi)સાથેના જોડાણને ટેકો આપ્યો હતો.ત્યારે ચિરાગે જણાવ્યું હતું કે, લાલુ યાદવ અને તેમના પિતાએ એક સાથે મળીને ઘણું કામ કર્યું છે. અને તેમણે લાલુ યાદવનો તેમના સમર્થન બદલ આભાર માન્યો હતો. આપને જણાવવું રહ્યું કે, LJP માં અણબનાવ પછી અચાનક બિહારના વિપક્ષના નેતા તેજસ્વી યાદવ,ચિરાગ પાસવાન ને ટેકો આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

લાલુએ દીકરા તેજસ્વીની પ્રશંસા કરી

લાલુ યાદવ આ દિવસોમાં તેમના પુત્ર તેજસ્વી યાદવની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં આરજેડી સરકાર બનવા જઈ રહી હતી.પરંતુ સતાધારી પક્ષના ગઠબંધનને કારણે છેતરપિંડીથી 10-15 મતોથી તેઓને હરાવ્યા હતા.સાથે જ લાલુ યાદવે શરદ યાદવ સાથેની મુલાકાતને સૌજન્ય મુલાકાત ગણાવી હતી. તેમણે કહ્યું કે તેઓ તેમની તબિયત પૂછવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શરદ યાદવ આ દિવસોમાં બીમાર છે.

આ પણ વાંચો: શરદ પવારે ટ્વીટ કરીને જણાવ્યું અમિત શાહ સાથેની બેઠકનું કારણ, દિલ્હીમાં મુલાકાત, મહારાષ્ટ્રમાં ખળભળાટ

આ પણ વાંચો:વિપક્ષી દળોની બેઠક એ 2024ની લોકસભા ચૂંટણીનું ટ્રેલર : કોંગ્રેસ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">