West Bengal Election 2021 Opinion Poll LIVE: ઓપિનિયન પોલ મુજબ ભાજપ-ટીએમસી વચ્ચે મરણિયો જંગ, નંદીગ્રામમાં મમતા જીતશે!
West Bengal Election 2021 Opinion Poll LIVE:પશ્ચિમ બંગાળનાં પરિણામો પહેલા રસપ્રદ પોલ આવ્યો છે અને આ પોલનાં આધારે જવાબ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે પશ્ચિમ બંગાળમાં મોદીનો ચાલશે મંત્ર કે મમતાનો રહેશે જાદુ યથાવત.

West Bengal Election 2021 Opinion Poll LIVE:પશ્ચિમ બંગાળનાં પરિણામો પહેલા રસપ્રદ પોલ આવ્યો છે અને આ પોલનાં આધારે જવાબ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે પશ્ચિમ બંગાળમાં મોદીનો ચાલશે મંત્ર કે મમતાનો રહેશે જાદુ યથાવત. ખાસ અલગ અલગ 5 સવાલોને લઈ આ પોલ કરવામાં આવ્યો હતો તો 2016 ની સરખામણી એ 2021નો કેવો રહી શકે છે વોટ શેર પર પણ પોલ કરવામાં આવ્યો છે. આ તમામ લેટેસ્ટ અને રસપ્રદ વિગતો માટે વાંચતા રહો આ પોસ્ટ કે જેમાં પશ્ચિમ બંગાળ પર કરાયેલા પોલ પરની વિગતો મુકતી રહેવામાં આવશે.
દેશનાં પાંચ રાજ્યમાં થનારા વિધાનસભા ઈલેક્શનમાં જે રાજ્યની ચર્ચા સૌથી વધારે થાય છે તેની સાથે જોડાયેલો ઓપિનિયન પોલ (West Bengal Election 2021 Opinion Poll) માધ્યમથી લોકોને ઘણી અગત્યની માહિતિ પણ જાણવા મળશે. આ સટીક ઓપિનિયન પોલ (West Bengal Election 2021 Opinion Poll)માં આપને ખબર પડશે કે નંદીગ્રામની હાઈપ્રોફાઈલ સીટ કે જેના પર મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારીમાંથી કોના જીતવાના ચાન્સ છે. આ સાથે જ આપને જાણવા મળશે કે મમતા બેનરજીનાં પગમાં વાગ્યા બાદ તેમના વોટમાં કેટેલો વધારો થયો.
LIVE NEWS & UPDATES
-
West Bengal Election 2021 Opinion Poll LIVE: પ્રદેશ પ્રમાણે કયા પક્ષને કેટલા ટકા મત મળે છે ?
West Bengal Election 2021 Opinion Poll LIVE:
ઉત્તર બંગાળની વાત કરીએ તો મમતા બેનરજીનું ટીએમસી મોખરે છે. પરંતુ ભાજપ દક્ષિણ બંગાળમાં આગળ છે. ગ્રેટર કોલકાતામાં ટીએમસી પાર્ટી મોખરે છે. પણ અહીં કાંટાની ટક્કર છે.




-
West Bengal Election 2021 Opinion Poll LIVE: બંગાળમાં કયા પક્ષને કેટલા મત મળશે ?
બંગાળમાં કયા પક્ષને કેટલા મત મળશે ?
બંગાળ વિધાનસભાની ચૂંટણીને લગતા ટીવી 9 ના અભિપ્રાય મત મુજબ ટીએમસીને મહત્તમ મતો મળશે. આમાં ટીએમસી 43.1 ટકા મતો મેળવી શકે છે. તે જ સમયે, બીજેપી બીજા સ્થાને 38.8 ટકા મતો સાથે કડક લડત આપી શકે છે.

-
-
West Bengal Election 2021 Opinion Poll LIVE: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે તમારી પહેલી પસંદગી કોણ ?
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે તમારી પહેલી પસંદગી કોણ ? આ સવાલના જવાબમાં લોકોએ મમતા બેનર્જી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. જયારે લોકોની બીજી પસંદ દિલીપ ઘોષ પર ઉતારી છે. જયારે શુભેન્દુ અધિકારી, સૌરવ ગાંગુલી અને મિથુન ચકવર્તી પર નજીવા લોકોએ પસંદગી ઉતારી છે. નીચેના ગ્રાફિકસમાં જુઓ કે કેટલા ટકા લોકોએ કેટલા મત આપ્યા છે.

-
West Bengal Election 2021 Opinion Poll LIVE: કયા પક્ષનો સૌથી વધારે વિકાશ થશે ?
કયા પક્ષનો સૌથી વધુ વિકાસ થશે?
પશ્ચિમ બંગાળમાં, 51 ટકા લોકો માને છે કે શાસક ટીએમસી પાર્ટી સૌથી વધુ વિકાસ કરી શકે છે. એટલે કે, લોકોએ મમતા બેનર્જીની સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતીય જનતા પાર્ટી બીજા નંબરે છે. આ મતદાનમાં કોંગ્રેસને ડાબેરીઓ કરતા ઓછા મત મળ્યા છે.

-
West Bengal Election 2021 Opinion Poll LIVE: શું તમને લાગે છેકે મમતા બેનર્જીના અકસ્માત વિવાદ બાદ ટીએમસીને ફાયદો થશે ?
West Bengal Election 2021 Opinion Poll LIVE:
આ સવાલના જવાબમાં 47 ટકા લોકોએ હા માં જવાબ આપ્યો છે. એટલેકે 47 ટકા લોકોનું માનવું છેકે મમતા બેનર્જીના અકસ્માતના વિવાદને કારણે ટીએમસીને ફાયદો થશે. જયારે આ સવાલના જવાબમાં 41.7 ટકા લોકોએ ના માં જવાબ આપ્યો છે. એટલે કે 41.7 ટકા લોકો માને છેકે મમતાને આ વિવાદથી કોઇ ફાયદો થશે નહીં. જયારે 11.30 ટકા લોકોએ આ બાબતે કોઇ પ્રત્યુત્તર આપ્યો નથી

-
-
West Bengal Election 2021 Opinion Poll LIVE: તમારા મત પ્રમાણે નંદીગ્રામમાં કોણ જીતશે ?
West Bengal Election 2021 Opinion Poll LIVE:
અમારા ઓપિનિયન પોલ મુજબ, તમારા મત પ્રમાણે નંદીગ્રામમાં કોણ જીતશે ?
આ સવાલના જવાબમાં પ્રજાએ ટીએમસી પર 50 ટકાની સંભાવના વ્યક્ત કરી છે. જયારે ભાજપને 40.7 ટકાની તરફેણ કરી છે. જયારે અન્ય પાર્ટીઓને 9.3 ટકા મત આપ્યા છે.

-
West Bengal Election 2021 Opinion Poll LIVE: મુખ્યમંત્રીની રેસમાં મમતા બેનર્જી આગળ
West Bengal Election 2021 Opinion Poll LIVE: મુખ્યમંત્રીની રેસમાં મમતા બેનર્જી આગળ છે.
પશ્ચિમ બંગાળમાં સીએમની રેસમાં મમતા બેનર્જી આગળ છે. બીજા નંબર પર દિલીપ ઘોષ છે. ત્રીજા નંબર પર શુવેન્દુ અધિકારીઓનું નામ છે. ચોથા નંબર પર સૌરભ ગાંગુલી છે. લોકોએ મિથુન ચક્રવર્તી અને અધિર રંજન ચૌધરીને તેમની પસંદગી પણ કહી દીધી છે.
-
West Bengal Election 2021 Opinion Poll LIVE: કયું ફેક્ટર સૌથી વધારે હાવી રહેશે
West Bengal Election 2021 Opinion Poll LIVE:ટીવી 9નાં ઓપિનિયન પોલ પ્રમાણે સૌથી વધારે હાવી રહેવા વાળો મુદ્દો મમતા બેનર્જી છે. ટીવી 9 ઓપિનિયન પોલમાં જણાવ્યા પ્રમાણે નરેન્દ્ર મોદી બીજા નંબર પર છે અને ત્રીજા નંબર પર છે મુસ્લિમ ફેક્ટર, ચોથા નંબર પર છે બહારનાં લોકોનો મુદ્દો સાથે ભ્રષ્ટાચાર અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને પણ માનવામાં આવી છે.

-
West Bengal Election 2021 Opinion Poll LIVE: 10 હજાર લોકો સાથે વાત કરવામાં આવી
West Bengal Election 2021 Opinion Poll LIVE: બંગાળ પરનાં સૌથી મોટા ઓપિનિયન પોલ પર 10 હજાર લોકો સાથે વાત કરવામાં આવી. ટીવી નાઈન ભારતવર્ષ અને પોલસ્ટ્રેટ દ્વારા 12-15 માર્ચ વચ્ચે આ પોલ લેવામાં આવ્યો હતો.
આ પોલમાં સવાલ હતા કે
ચૂંટણીમાં કયો મુદ્દો ગેમચેન્જર સાબિત થશે?
નંદીગ્રામમાં કોણ જીતશે?
મમતાને ઈજાનો ફાયદો થશે?
CM તરીકે કોની પર પસંદગી રહેશે
કઈ પાર્ટીને કેટલી બેઠક
-
West Bengal Election 2021 Opinion Poll LIVE: પશ્ચિમ બંગાળનો સૌથી મોટો ઓપિનિયન પોલ
West Bengal Election 2021 Opinion Poll LIVE: પશ્ચિમ બંગાળનો સૌથી મોટો ઓપિનિયન પોલ કે જે વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલો છે તે થોડીક વારમાં આવશે. 2 મે ના કેલ્ક્યુલેશનથી ખબર પડશે કે કોને સત્તા મળશે.
-
West Bengal Election 2021 Opinion Poll LIVE: પશ્ચિમ બંગાળમાં કુલ 8 ચરણમાં થશે વિધાનસભા ઈલેક્શન
West Bengal Election 2021 Opinion Poll LIVE: પશ્ચિમ બંગાળમાં કુલ 8 તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે કે જેમાં પ્રથમ તબક્કા હેઠળ પાંચ જિલ્લાની 30 વિધાનસભા બેઠકો પર 27 માર્ચે, બીજા તબક્કા હેઠળ ચાર જિલ્લામાં 30 વિધાનસભા બેઠકો પર એક એપ્રિલ, ત્રીજા તબક્કા હેઠળ 31 વિધાનસભા બેઠકો પર છ એપ્રિલ, 44 બેઠકો પર ચોથા તબક્કા હેઠળ એપ્રિલ 10, પાંચમા તબક્કા હેઠળ છ જિલ્લાની 45 બેઠકો પર 17 એપ્રિલનાં રોજ, છઠ્ઠા તબક્કા હેઠળના ચાર જિલ્લાની in 43 બેઠકો ઉપર 2 એપ્રિલ, સાતમા તબક્કા હેઠળના પાંચ જિલ્લાની 36 બેઠકો 26 એપ્રિલ અને આંઠમાં તબક્કાની 4 જિલ્લા માટે35 સીટ પર 29 એપ્રિલનાં રોજ ચૂંટણી યોજાશે
-
West Bengal Election 2021 Opinion Poll LIVE: ટૂંક સમયમાં જ બહાર આવશે સૌથી મોટો ઓપિનિયન પોલ
West Bengal Election 2021 Opinion Poll LIVE: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનો જંગ બરાબરનો જામી ગયો છે. બંગ યુદ્ધમાં પ્રચાર ચરમસીમાએ છે.. મમતા દીદીના ખેલા હોબે વર્સિસ ભાજપના વિકાસ હોબે વચ્ચે કાંટેની ટક્કર થવાની છે. બંગાળમાં પ્રથમ ચરણના મતદાનને માત્ર 8 દિવસ જ બાકી છે.. મતદાન પહેલા ટીવી નાઈન નેટવર્કે બંગાળના મતદારોનો મિજાજ જાણ્યો. બંગાળમાં કોનો રાજ્યાભિષેક થશે તે જાણવાનો પ્રયાસ કર્યો. મમતાના ગઢમાં કેટલું ગાબડું પડશે? મમતા સરકાર ફરી બનશે કે ભાજપ બંગ યુદ્ધ જીતશે ? તે જાણવાનો પ્રયાસ કર્યો. મમતા બેનર્જીને ઈજા પહોંચ્યા બાદ ટીવી નાઈન નેટવર્ક અને પોલસ્ટ્રેટના સચોટ ઓપિનિયન પોલમાં ચોંકવનારા તારણો સામે આવ્યા છે. 12 માર્ચથી 15 માર્ચ વચ્ચે 10 હજારથી વધુ લોકોના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો.
-
West Bengal Election 2021 Opinion Poll LIVE: પશ્ચિમ બંગાળમાં TMC અને BJP વચ્ચે ટક્કર
West Bengal Election 2021 Opinion Poll LIVE: પશ્ચિમ બંગાળમાં મુખ્ય ટક્કર મમતા બેનર્જીની TMC અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે માનવામાં આવે છે. બંને પક્ષ એકબીજાને રાઉન્ટર કરવા માટે કોઈ તક જતી નથી કરતા.
Published On - Mar 19,2021 7:16 PM