કેન્દ્ર સાથેના વિવાદ વચ્ચે બંગાળના મુખ્ય સચિવ Alapan Bandyopadhyay થયા રીટાયર્ડ, હવે મમતાએ બનાવ્યા મુખ્ય સલાહકાર

કેન્દ્ર સાથેના વિવાદ વચ્ચે બંગાળના મુખ્ય સચિવ Alapan Bandyopadhyay થયા રીટાયર્ડ, હવે મમતાએ બનાવ્યા મુખ્ય સલાહકાર
FILE PHOTO

અલાપન બંધોપાધ્યાયનો કાર્યકાળ 31 મે ના રોજ પૂરો થતો હતો. કોરોના મહામારીને કારણે કેન્દ્રએ 3 મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું હતું.

Nakulsinh Gohil

|

May 31, 2021 | 7:03 PM

West Bengal : કેન્દ્ર સાથેના વિવાદ વચ્ચે બંગાળના મુખ્ય સચિવ અલાપન બંધોપાધ્યાય (Alapan Bandyopadhyay) રીટાયર્ડ થયા છે. ઓડીસા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટકેલા યાસ વાવાઝોડા ( Yaas Cyclone ) થી થયેલા નુકસાનનું વડાપ્રધાન મોદી (PM MODI) એ નિરીક્ષણ કર્યુ હતું. નુકસાનની સમીક્ષા કરવા 28 મે ના રોજ કાલીકુંડામાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન તરીકે મમતા બેનર્જી (Mamata Banerjee)નું હાજર રહેવું જરૂરી અને મહત્વનું હતું. પરંતુ મુખ્યપ્રધાન મમતા બેનર્જી આ બેઠકમાં શામેલ થયા નહોતા. આ સમગ્ર ઘટના અંગે વિવાદ થયો હતો.

બંગાળના મુખ્ય સચિવ અલાપન બંધોપાધ્યાય થયા રીટાયર્ડ થયા કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકારના આ વિવાદ વચ્ચે કેન્દ્રએ બંગાળના મુખ્ય સચિવ અલાપન બંધોપાધ્યાય (Alapan Bandyopadhyay) ને દિલ્હી બોલાવ્યા હતા. જો કે દિલ્હી જવા કરતા તેમણે રીટાયર્ડ થવાનું પસંદ કર્યુ છે. અલાપન બંધોપાધ્યાયનો કાર્યકાળ 31 મે ના રોજ પૂરો થતો હતો. કોરોના મહામારીને કારણે કેન્દ્રએ 3 મહિનાનું એક્સ્ટેન્શન આપ્યું હતું. પરંતુ આ દરમિયાન ઉભા થયેલા વિવાદ વચ્ચે કેન્દ્રએ તેમને દિલ્હી બોલાવ્યા હતા.

હવે મમતાએ અલાપનને બનાવ્યા મુખ્ય સલાહકાર બંગાળના મુખ્ય સચિવ અલાપન બંધોપાધ્યાય (Alapan Bandyopadhyay) રીટાયર્ડ થતા મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ તેમને પોતાના મુખ્ય સલાહકાર બનાવ્યા છે. આ અંગે મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ અલાપન બંધોપાધ્યાયને સચિવાલયમાંથી જવા નહી દે. આવનારા સમયમાં મમતા બેનર્જી અલાપનને તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના સંગઠનમાં અથવા સરકારમાં મહત્વનું પદ અને જવાબદારી આપી શકે છે.

એચ.કે.દ્વિવેદી બન્યા બંગાળના મુખ્ય સચિવ અલાપન બંધોપાધ્યાય (Alapan Bandyopadhyay) રીટાયર્ડ થવા અંગે મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee)એ કહ્યું,

“તેમણે કોઈ કારણ આપ્યું નથી. હું આશ્ચર્યચકીત થઇ ગઈ છું. મેં નક્કી કર્યું છે કે કોરોનાના સમયમાં અમને તેમની સેવાઓની જરૂર પડશે. ભલે તે કોરોના હોય કે યાસ, ગરીબો, રાજ્ય અને દેશ માટે તેમની સેવાઓ ચાલુ રાખશે.”

આ સાથે મમતા બેનર્જીએ અલાપન બંધોપાધ્યાયને મુખ્યપ્રધાનના મુખ્ય સલાહકાર બનાવવાની જાહેરાત કરી અને સાથે જ બંગાળના નવા મુખ્ય સચિવ તરીકે એચ.કે.દ્વિવેદીના નામની જાહેરાત કરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati