West Bengal assembly elections 2021: મમતા બેનર્જીએ કહ્યું કે ઓવૈસી અને ભાજપ એક સિક્કાની બે બાજુ સમાન

West Bengal assembly elections 2021  : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નામ લીધા વગર ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિનના અધ્યક્ષ અસદદ્દીન ઓવૈસી પર નિશાનો સાધ્યો છે. એક જનસભાને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે હૈદરાબાદ ટીમથી સાવધાન રહેવાનું છે. હૈદરાબાદથી બીજેપીનો બીજો ચહેરો વોટ માગવા આવ્યો છે.

West Bengal assembly elections 2021: મમતા બેનર્જીએ કહ્યું કે ઓવૈસી અને ભાજપ એક સિક્કાની બે બાજુ સમાન
Mamta banerjee and Owaisi
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 29, 2021 | 9:39 AM

West Bengal assembly elections 2021  : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નામ લીધા વગર ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિનના અધ્યક્ષ અસદદ્દીન ઓવૈસી પર નિશાનો સાધ્યો છે. એક જનસભાને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં દરેક વ્યક્તિ સાથે રહે છે. અલ્પસંખ્યક વોટો  શેર કરવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે હૈદરાબાદ ટીમથી સાવધાન રહેવાનું છે. હૈદરાબાદથી બીજેપીનો બીજો ચહેરો વોટ માગવા આવ્યો છે. બહારના લોકોનું સમર્થન ન કરો તેઓ તમારા ઘર પર કબ્જો કરશે. આપને જણાવી દઇએ કે ઓવૈસી હૈદરાબાદ લોકસભાથી સાંસદ છે.

ઉલ્લેખનીય છે કે ઓવૈસી એલાન કરી ચૂક્યા છે કે તેમની પાર્ટી પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી લડશે અને અત્યાર સુધી સીટોની સંખ્યા કે નામનું એલાન નથી કરવામાં આવ્યું .ઉલ્લેખનીય છે કે ઓવૈસીએ ચૂંટણી લડવાનું એલાન ત્યારે કર્યુ હતુ જ્યારે ચોથા ચરણના નામાંકનની છેલ્લી તારીખ હતી. એટલે કે ઓવૈસી બાકી ચાર ચરણો માટે પોતાના ઉમેદવાર ઉતારી શકે છે. બંગાળની કુલ 294 બેઠકો પર આઠ ચરણોમાં ચૂંટણી થઇ રહી છે. પહેલા ચરણની 30 સીટ માટે શનિવારે મતદાન થઇ ચૂક્યૂ છે.

રવિવાર જનસભાને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે બીજેપી બંગાળમાં એનપીઆર અને એનઆરસી નહી કરવા દે. તેમણે કહ્યું કે બહારના લોકોની બંગાળમાં સરકાર નહી બનવા દે. સાથે જ મમતા બેનર્જીએ લોકોને બીજેપી વિરુધ્ધ વોટ કરવા અપીલ કરી. મમતા બેનર્જીએ કહ્યું કે અમારી સરકાર દરમિયાન કોઇ ખેડૂતનું મૃત્યુ થશે તો અમે લાખ રુપિયા આપીશુ અમારી સરકારે મે મહીનામાં ઘરે -ઘરે જઇને રાશન આપ્યું છે. બધી જ માતાઓ-બહેનોને 500-500 રુપિયા ખર્ચ માટે આપવામાં આવશે. તમામ વિધવાઓને 1 હજાર રુપિયા પેંશન આપવામાં આવશે. અમે અનેક મેડિકલ કોલેજ બનાવીશું પરંતુ તે માટે મત આપવો પડશે.  નંદીગ્રામ અને હલ્દીયામાં એક પુલ પણ બનાવીશું

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">