West Bengal Election 2021: પશ્ચિમ બંગાળમાં ગુરુવારે 30 બેઠકો માટે મતદાન, નંદીગ્રામમાં મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે ટક્કર

નંદીગ્રામે ૧૪ વર્ષ પૂર્વે પશ્ચિમ બંગાળની રાજનીતિના નવો દોરીસંચાર કર્યો હતો. જેમાં મમતા બેનર્જીએ જનતાના સમર્થનમાં આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. જેમાં પોલીસ ફાયરીંગ પણ થયું હતું. જો કે આ આંદોલન બાદ મમતા બેનર્જીએ ડાબેરીઓના મજબુત ગઢને તોડી પાડ્યો હતો. તેમજ હવે ફરી એકવાર દરેકની નજર નંદીગ્રામમાં ગુરુવારે યોજનારી ચુંટણી પર છે.

West Bengal Election 2021: પશ્ચિમ બંગાળમાં ગુરુવારે 30 બેઠકો માટે મતદાન, નંદીગ્રામમાં મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી  વચ્ચે ટક્કર
પશ્ચિમ બંગાળમાં ગુરુવારે 30 બેઠકો માટે મતદાન
Follow Us:
| Updated on: Mar 31, 2021 | 5:51 PM

West Bengal Election 2021:  West Bengal ની ચુંટણીમાં બીજા તબક્કાનું મતદાન ૧ એપ્રિલ ૨૦૨૧ અને ગુરુવારના રોજ યોજાવવાનું છે. જેમાં હાઈ પ્રોફાઈલ બેઠક નંદીગ્રામમાં પણ ચુંટણી યોજાવવાની છે. નંદીગ્રામે ૧૪ વર્ષ પૂર્વે પશ્ચિમ બંગાળની રાજનીતિના નવો દોરીસંચાર કર્યો હતો. જેમાં મમતા બેનર્જીએ જનતાના સમર્થનમાં આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. જેમાં પોલીસ ફાયરીંગ પણ થયું હતું. જો કે આ આંદોલન બાદ મમતા બેનર્જીએ ડાબેરીઓના મજબુત ગઢને તોડી પાડ્યો હતો. તેમજ હવે ફરી એકવાર  દરેકની નજર નંદીગ્રામમાં ગુરુવારે યોજનારી ચુંટણી પર છે. જેમાં મમતા બેનર્જીનો સીધો મુકાબલો તેમના એક સમયના ખાસ ગણાતા સુવેંદુ અધિકારી સામે છે જે હાલ ભાજપમાંથી ચુંટણી લડી રહ્યાં છે.

જેમાં પ્રચારના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી હતી કે જો તે અહીં મમતા હારશે તો તે આખા બંગાળમાં પરાજિત થઈ જશે. મમતા માટે નંદીગ્રામ કેટલું મહત્વ ધરાવે છે તેનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે તેમણે અહીં ઘણા દિવસો વિતાવ્યા હતા, જ્યારે રાજ્યની ચૂંટણીનો બીજો તબક્કો 30 બેઠકો પર છે.

મમતા માટે અહીં લડવું ખૂબ મુશ્કેલ છે

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ચાલો નંદીગ્રામ વિધાનસભા બેઠકનું સમીકરણ સમજીએ તો મમતાને ક્યારેય અહી સભા કરવી પડી નથી. ટીએમસીના રાજકારણનું નજીકથી નિરીક્ષણ કરતા એક સૂત્ર કહે છે, ‘આ તે જ નંદીગ્રામ છે જ્યાં મમતા અને સુવેન્દુને છેલ્લા 10 વર્ષથી લોકો સમર્થન આપી રહ્યા છે.મમતાએ અહીં ક્યારેય કોઈ ચૂંટણીલક્ષી કામ કરવું પડ્યું ન હતું. પરંતુ આ વખતે તે તેમણે 28, 29 અને 30 માર્ચે રોકાઈને પ્રચાર કરવાની ફરજ પડી હતી. અત્યાર સુધીની પરિસ્થિતિ મુજબ મમતા માટે અહીં લડવું ખૂબ મુશ્કેલ છે. ચૂંટણીનું પરિણામ કોઈપણ રીતે આગળ વધી શકે છે.

નંદિગ્રામમાં ૨૫ પેરા મિલેટ્રી ફોર્સની કંપની તૈનાત નંદિગ્રામમાં ૨૫ પેરા મિલેટ્રી ફોર્સની કંપની તૈનાત કરવા અંગે એક વિશ્લેષક કહે છે, “આખા West Bengal માં ચુંટણીમાં હિંસાનો ઇતિહાસ રહ્યો છે. આ વખતે પોલિંગ બૂથ એજન્ટને સ્થાનિક સ્થાને મૂકી શકાય છે. અગાઉ બૂથ કેપ્ચરિંગ પણ જોવા મળ્યાં હતું. ચૂંટણી પંચે કહ્યું છે કે પશ્ચિમ બંગાળ પોલીસ મતદાન મથકના 100 મીટરની અંદર હશે. બૂથની અંદર માત્ર સીઆરપીએફની જ મંજૂરી છે. પ્રથમ વખત નંદિગ્રામની ચૂંટણીમાં 25 કંપની પેરા મિલેટ્રી ફોર્સની તૈનાત કરવામાં આવી છે. એક કંપનીમાં 70 થી 80 કર્મચારીઓ હોય છે. આવી સ્થિતિમાં, તમને કલ્પના થઈ શકે છે કે સુરક્ષા માટે કેટલું ધ્યાન આપવામાં આવ્યું છે.

West Bengal વિધાનસભાની ચૂંટણી -2021  બીજા તબક્કામાં, પશ્ચિમ બંગાળની 30 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે. જેમાં પૂર્વ મિદનાપુર અને પશ્ચિમ મિદનાપુરની 9 સીટો પર, બંકુરામાં 8 બેઠકો અને દક્ષિણ 24 પરગણાની 4 બેઠકો પર મતદાન થવાનું છે. રાજ્યમાં 8 તબક્કામાં મતદાન યોજાશે. જયારે આ તમામ 294 બેઠકોની ગણતરી 2 મેના રોજ કરવામાં હાથ ધરાશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">