Pondicherryમાં સરકારના પતન બાદ શિવસેનાને ડર, કહ્યું મહારાષ્ટ્રમાં ભાજપ Operation Lotus શરૂ કરી શકે છે

Shiv Sena  એ કહ્યું હતું કે, ભાજપે નાના રાજ્યને પણ કોંગ્રેસ પાસેથી આંચકી લીધા છે. તેની સાથે શિવસેનાએ દહેશત વ્યક્ત કરી છે કે ભાજપ હવે માર્ચ-એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્રમાં 'ઓપરેશન લોટસ ' શરૂ કરશે.

Pondicherryમાં સરકારના પતન બાદ શિવસેનાને ડર, કહ્યું મહારાષ્ટ્રમાં ભાજપ Operation Lotus શરૂ કરી શકે છે

Shiv Sena એ ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર પર મુખપત્ર ‘સામના’ માં પોંડેચરીમાં સરકારને તોડવાનો આરોપ લગાવ્યો છે. શિવસેનાએ કહ્યું કે પોંડેચરીમાં લેફ્ટનન્ટ ગવર્નર પદે ફરજ બજાવતા કિરણ બેદીએ નારાયણસામી સરકારને યોગ્ય રીતે કાર્ય કરવા દીધી નહોતી. પાર્ટીના મુખપત્ર ‘સામના’ માં લખાયેલા એક સંપાદકીયમાં Shiv Sena  એ કહ્યું હતું કે, ભાજપે નાના રાજ્યને પણ કોંગ્રેસ પાસેથી આંચકી લીધા છે. તેની સાથે શિવસેનાએ દહેશત વ્યક્ત કરી છે કે ભાજપ હવે માર્ચ-એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્રમાં ‘ઓપરેશન લોટસ ‘ (Operation Lotus) શરૂ કરશે.

‘સામના’ કહેવામાં આવ્યું છે કે “મધ્યપ્રદેશની સરકારને પાડયા બાદ બીજું નામ મહારાષ્ટ્રનું હતું. તેની બાદ કહ્યું કે બિહારના પરિણામ આવ્યા બાદ મહારાષ્ટ્રમાં પરિવર્તનની વાત હતી. આવી વાતો થતી રહી છે. હવે પોંડેચરીની વાત શરૂ થઈ છે. પણ જેમ દિલ્હી બહુ દૂર છે. તેમ પણ મહારાષ્ટ્ર બહુ દૂર છે

Shiv Sena  ના મુખપત્રએ વધુમાં કહ્યું કે – “સરકારને સમર્થન આપતા ધારાસભ્યોને તોડવા માટે ઇડી, સીબીઆઈ અને આવકવેરા વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવો આરોપ કોંગ્રેસના અગ્રણી નેતાઓ દ્વારા આવા આક્ષેપો કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં આવું થવાને લીધે પોંડેચરીમાં થયેલી દરેક વાત પર વિશ્વાસ કરવો પડશે.

સામનાએ કહ્યું- “એક સમયે દક્ષિણમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. આજે પોંડેચરી જેવું નાનું રાજ્ય પણ હવે તેમના હાથમાં નથી. હવે દેશમાં પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢ માં કોંગ્રેસની સરકાર બાકી છે. મહારાષ્ટ્ર અને ઝારખંડ સરકાર કોંગ્રેસસામેલ છે. ઝારખંડ પણ અસ્થિર થઈ રહ્યું છે. આ માટે મુખ્ય પ્રધાન હેમંત સોરેનની પાછળ કેન્દ્રિય તપાસ એજન્સીને મૂકી દેવામાં આવી છે. આ વાતાવરણ લોકશાહી માટે ખતરનાક છે. સત્તા મેળવવા માટે નીતિ અને વિચારધારાને બાજુ રાખીએ જે રાજકારણ શરૂ થઈ રહ્યું છે ચિંતાજનક છે.