SAD BSP Alliance : પંજાબમાં અકાલીદળ અને બહુજન સમાજવાદી પાર્ટી વચ્ચે થયું ગઠબંધન, બેઠકોની વહેંચણી પણ કરી લીધી

SAD BSP Alliance : પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં 117 બેઠકોમાંથી SAD 97 બેઠકો પર અને અને BSP 20 બેઠકો પણ ચૂંટણી લડશે.

SAD BSP Alliance : પંજાબમાં અકાલીદળ અને બહુજન સમાજવાદી પાર્ટી વચ્ચે થયું ગઠબંધન, બેઠકોની વહેંચણી પણ કરી લીધી
શિરોમણી અકાલીદળના નેતા સુખબીર બાદલે SAD અને BSP વચ્ચે ગઠબંધનની જાહેરાત કરી
Follow Us:
| Updated on: Jun 12, 2021 | 7:02 PM

SAD BSP Alliance : પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly Election 2022 )ને ધ્યાનમાં રાખીને એક નવું રાજકીય સમીકરણ ઉભરી આવ્યું છે. સુખબીર સિંહ બાદલની પાર્ટી શિરોમણી અકાલીદળ (Shiromani Akali Dal) અને માયાવતીની પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટી (Bahujan Samajwadi Party) એ 2022 માં યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે ગઠબંધન કર્યું છે. ગત વિધાનસભા ચૂંટણીમાં અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ગઠબંધન થયું હતું.

સુખબીર બાદલે કરી જાહેરાત શિરોમણી અકાલીદળના નેતા સુખબીર સિંહ બાદલ (Sukhbir Singh Badal) એ શિરોમણી અકાલીદળ અને બહુજન સમાજવાદી પાર્ટીના ગઠબંધન (SAD BSP Alliance) ની જાહેરાત કરી પત્રકાર પરિષદ દરમિયાન આ ગઠબંધનની જાહેરાત કરતા સુખબીરસિંહ બાદલે તેને પંજાબ (Punjab) ના રાજકારણમાં એક નવો દિવસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. પંજાબના રાજકારણમાં આ મોટો વળાંક છે. આ દરમિયાન બસપાના જનરલ સેક્રેટરી સતિષચંદ્ર મિશ્રા પણ હાજર રહ્યા હતા.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

પંજાબમાં નવા યુગની શરૂઆત : માયાવતી શિરોમણી અકાલીદળ અને બહુજન સમાજવાદી પાર્ટીના ગઠબંધન (SAD BSP Alliance) ને BSP સુપ્રીમો માયાવતી (Mayawati) એ પંજાબમાં નવા યુગની શરૂઆત ગણાવી છે. એક ટ્વીટમાં માયાવતીએ લખ્યું છે –

“પંજાબમાં શિરોમણિ અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી દ્વારા આજે જાહેર કરાયેલ ગઠબંધન એક નવી રાજકીય અને સામાજિક પહેલ છે, જે નિશ્ચિતપણેપંજાબના લોકોના વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિના નવા યુગની શરૂઆત કરશે.”

માતાવતીએ એક બાદ એક ત્રણ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી. માયાવતીએ કહ્યું કે પંજાબમાં કોંગ્રેસના શાસનમાં તમામ જાતિના લોકો ગરીબી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી વગેરે સામે લડી રહ્યા છે. દલિતો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓ પર તેનો સૌથી વધુ ફટકો પડી રહ્યો છે, જેનાથી છૂટકારો મેળવવા માટે આ ગઠબંધનને સફળ બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

SAD અને BSP વચ્ચે બેઠકોની વહેંચણી શિરોમણી અકાલીદળ અને બહુજન સમાજવાદી પાર્ટીના ગઠબંધન (SAD BSP Alliance) ની જાહેરાત થતાની સાથે જ બંને પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણીની પણ જાહેરાત કરવામાં આવી. પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly Election 2022) માં 117 બેઠકોમાંથી SAD 97 બેઠકો પર અને અને BSP 20 બેઠકો પણ ચૂંટણી લડશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">