RAJYASABHA : ફેરવેલ સ્પીચમાં રડી પડ્યા ગુલામ નબી આઝાદ, કહ્યું, “કાશ્મીરમાં ગુજરાતીઓ પર હુમલા સમયે મોટેથી રડ્યો હતો”

RAJYASABHA : ગુલામ નબી આઝાદે કહ્યું કે કાશ્મીરમાં ગુજરાતી પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો ત્યારે હું પાંચમી વખત મોટેથી રડ્યો હતો.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 09, 2021 | 10:54 PM

RAJYASABHA : કોંગ્રેસના સાંસદ અને રાજ્યસભામાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદે મંગળવારે તેમના કાર્યકાળના અંતિમ દિવસે કહ્યું કે મને ભારતીય મુસ્લિમ હોવાનું ગર્વ છે. રાજ્યસભામાં પોતાનું છેલ્લું સંબોધન આપતી વખતે ગુલામ નબી આઝાદ ભાવુક થઈ ગયા. આ અગાઉ ગુલામ નબી આઝાદના વિદાય ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાવુક બની ગયા હતા.

ભારતીય મુસ્લિમ હોવાનું ગૌરવ
ગુલામ નબી આઝાદે કહ્યું કે હું એ ભાગ્યશાળી લોકોમાં છું, જે ક્યારેય પાકિસ્તાન નથી ગયો, પણ જ્યારે મેં વાંચ્યું કે પાકિસ્તાનની અંદરની પરિસ્થિતિ કેવી છે ત્યારે મને ભારતીય મુસ્લિમ હોવાનું ગર્વ છે. આ દેશના મુસ્લિમો સૌથી વધુ ખુશ છે.

અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા
ગુલામ નબી આઝાદે તેમના સંબોધનમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા. તેમણે કહ્યું, ‘મને ઈન્દિરાજી અને રાજીવજી સાથે કેન્દ્ર સરકારમાં પ્રધાન તરીકે કામ કરવાની તક મળી. સોનિયાજી અને રાહુલજીના સમયમાં પણ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી. અમારી પાસે લઘુમતી સરકાર હતી અને અટલજી વિપક્ષી નેતા હતા, તેમના કાર્યકાળ દરમિયાન ઘર ચલાવવું સૌથી સહેલું હતું. ઘણા મુદ્દાઓનું સમાધાન કેવી રીતે સરળ હતું, તે અટલજી પાસેથી જાણવા મળ્યું.

ગુજરાતીઓ પરના હુમલા વખતે મોટેથી રડ્યા
ગુલામ નબી આઝાદે કહ્યું, ” જ્યારે મારા માતા-પિતા મૃત્યુ પામ્યા, ત્યારે મારી આંખોમાંથી આંસુ આવી ગયા, પણ હું મોટેથી રડ્યો ન હતો. હું મોટેથી રડ્યો તે સંજય ગાંધીનું મૃત્યુ હતું, ઇન્દિરા ગાંધીનું મૃત્યુ અને રાજીવ ગાંધીનું મૃત્યુ અને ચોથી વાર જ્યારે 1999માં ઓરિસ્સામાં સુનામી આવી હતી. ગુલામ નબી આઝાદે કહ્યું કે કાશ્મીરમાં ગુજરાતી પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો ત્યારે હું પાંચમી વખત મોટેથી રડ્યો હતો.”

મંગળવારે રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદના વિદાય સંબોધન પર બોલતા વડાપ્રધાન મોદી પણ ભાવુક થઇ ગયા હતા. વડાપ્રધાન મોદીએ 2007 માં જમ્મુ-કાશ્મીરમાં ગુજરાતના પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો.ગુલામ નબી આઝાદ તે સમયે જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન હતા અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા.

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">