કિસાન મહાપંચાયતમાં પ્રિયંકા ગાંધીનો પ્રહાર, કહ્યું ઉદ્યોગપતિઓ માટે ધબકે છે PM મોદીનું દિલ

કોંગ્રેસના મહામંત્રી Priyanka Gandhi વાડ્રાએ ઉત્તરપ્રદેશના સહારનપુરમાં કિસાન મહાપંચાયતને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે પીએમ મોદીનું હ્રદય ઉદ્યોગપતિઓ માટે ધબકે છે. તેમણે કહ્યું કે માત્ર પૈસાવાળા લોકોને જ કૃષિ કાયદાથી ફાયદો થશે.

કિસાન મહાપંચાયતમાં પ્રિયંકા ગાંધીનો પ્રહાર, કહ્યું ઉદ્યોગપતિઓ માટે ધબકે છે PM મોદીનું દિલ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 10, 2021 | 6:55 PM

કોંગ્રેસના મહામંત્રી Priyanka Gandhi વાડ્રાએ ઉત્તરપ્રદેશના સહારનપુરમાં કિસાન મહાપંચાયતને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે પીએમ મોદીનું હ્રદય ઉદ્યોગપતિઓ માટે ધબકે છે. તેમણે કહ્યું કે માત્ર પૈસાવાળા લોકોને જ કૃષિ કાયદાથી ફાયદો થશે. સહારનપુરની કિસાન મહાપંચાયતમાં Priyanka Gandhi વાડ્રાએ કહ્યું હતું કે, સરકારે બનાવેલા કૃષિ કાયદાઓ રાક્ષસ જેવા કાયદા છે, જે ખેડૂતોને મારવા માગે છે. પહેલો કાયદો ભાજપના નેતૃત્વના અમીર મિત્રો માટે જમાખોરીના દરવાજા ખોલશે.

કિસાન પંચાયતમાં પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે “ખેડૂતોને બદનામમાં કરવામાં આવી રહ્યા છે.આજે ખેડૂતોને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યા છે. પીએમ મોદી આખી દુનિયા ફર્યા છે, પરંતુ તે ખેડૂતોની વચ્ચે આવ્યા નહીં. તેમણે કહ્યું કે મોદી સરકાર બધુ વેચવા માંગે છે. જેનો ફાયદો ફક્ત થોડા ખરબપતિઓને જ થશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ તમારી જમીનનું આંદોલન છે: પ્રિયંકા ગાંધી

પીએમ મોદી પર નિશાન સાધતા પ્રિયંકાએ કહ્યું કે, 56 ઈંચની છાતીની અંદર એક નાનું હૃદય છે, જે ફક્ત કેટલાક ઉદ્યોગપતિઓ માટે ધબકે છે. 16,000 કરોડના 2 વિમાન લીધાં છે અને સંસદના બ્યુટિફિકેશનમાં 20,000 કરોડ ખર્ચ કર્યો છે. પરંતુ આજ દિન સુધીમાં ખેડૂતોને બાકી 15,000 કરોડ ચૂકવ્યા નથી. તેમણે કહ્યું કે જાગૃત થાવો તમે જેની જોડે અપેક્ષા કરો છો તે તમારા માટે કશું કરશે નહીં. હવે તમે સમજી શકશો કે જે લોકોએ તમન મોટા વચનો આપે છે તેમના શબ્દો ખોખલા હોય છે.

પ્રિયંકા ગાંધીએ અપીલ કરતા કહ્યું હતું કે આ તમારી જમીન માટે આંદોલન છે, પીછેહઠ ન કરો. અમે તમારી સાથે છીએ. કૃષિ બીલ પરત લેવામાં ના આવે ત્યાં સુધી લડત ચાલુ રાખો. જ્યારે કોંગ્રેસની સરકાર આવશે, ત્યારે આ તમામ બિલ પરત કરવામાં આવશે અને તમને ટેકાના ભાવની સંપૂર્ણ કિંમત મળશે. અમે તમને ધર્મ અને જાાતિના નામ પર તોડીશું નહીં કે તમને વહેંચીશું નહીં. અમે તમને જોડીશું.

આ પૂર્વે પ્રિયંકા ગાંધીએ સહારનપુરમાં ભૂરા દેવ અને શાકંભરી દેવીના દર્શન કર્યા હતા. અહિયાં શીશ ઝુકાવ્યા બાદ તેઓ રાયપુર ગામના ખાનકાહ ખાતે હઝરત રાયપુરીની દરગાહમાં પણ ગયા હતા. ત્યાંથી તે ચિલકણાની કિસાન મહાપંચાયતમાં પહોંચ્યા હતા.

આ પણ વાંચો: સ્ટીલ અને સિમેન્ટના સતત ભાવવધારા સામે Gujaratના Builders લડી લેવાના મૂડમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">