Uttarakhand માં રાજકીય ઉથલ-પાથલ, તીરથસિંહ રાવતે ભાજપ અધ્યક્ષને મોકલ્યું રાજીનામું

Uttarakhand માં રાજકીય ઉથલ-પાથલ, તીરથસિંહ રાવતે  ભાજપ અધ્યક્ષને મોકલ્યું રાજીનામું
તીરથસિંહ રાવતે ભાજપ અધ્યક્ષને મોકલ્યું રાજીનામું

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાને મોકલેલા પત્રમાં સીએમ તીરથસિંહ રાવતે કહ્યું કે હું છ મહિનામાં ફરીથી ચૂંટાઇ શકું તેમ નથી. આ એક બંધારણીય જરૂરિયાત છે. તેથી હું પક્ષ સમક્ષ કોઇ સંકટ ઉભું કરવા માંગતો નથી અને મારા પદ પરથી રાજીનામું આપું છું.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Jul 02, 2021 | 9:05 PM

ઉત્તરાખંડ(Uttrakhand) સરકારમાં મોટો ફેરબદલ થવા જઈ રહ્યો છે. જેમાં આ વર્ષે 10 માર્ચે મુખ્યમંત્રી પદના શપથ લેનારા તીરથસિંહ રાવતે(Tirath Singh Rawat)ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાને રાજીનામાનો પત્ર લખ્યો છે. તેમજ કહ્યું કે લોકપ્રતિનિધિ કાયદાની કલમ 191 એ મુજબ તે છ માસમાં ફરીથી ચૂંટાઇને આવી શકે તેમ નથી.

પક્ષ સમક્ષ કોઇ સંકટ ઉભું કરવા માંગતો નથી

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાને મોકલેલા પત્રમાં સીએમ તીરથસિંહ રાવતે કહ્યું કે હું છ મહિનામાં ફરીથી ચૂંટાઇ શકું તેમ નથી. આ એક બંધારણીય જરૂરિયાત છે. તેથી હું પક્ષ સમક્ષ કોઇ સંકટ ઉભું કરવા માંગતો નથી અને મારા પદ પરથી રાજીનામું આપું છું. તમે મારા સ્થાને નવા નેતાની પસંદગી કરી શકો છો.ઉત્તરાખંડના સીએમ તીરથસિંહ રાવત ઔપચરિક્તા પૂર્ણ કરવા માટે ઉત્તરાખંડના રાજ્યપાલનો સમય માંગ્યો છે. તેમજ તીરથ સિંહ રાવત સમય મળતા જ રાજયપાલને તેમનું રાજીનામું સોંપી દેશે.

ઉત્તરાખંડના ઘણા નેતાઓ તીરથસિંહ રાવતથી નારાજ

આ સમગ્ર ઘટના ક્રમની મળતી માહિતી મુજબ ઉત્તરાખંડના ઘણા નેતાઓ તીરથસિંહ રાવતથી નારાજ છે. જેની બાદ સીએમને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા બાદ તેઓ દહેરાદૂન પરત ફર્યા હતા. તેમજ ગુરુવારે સાંજે તેમણે પ્રદેશ પ્રમુખને પત્ર લખીને રાજીનામું આપ્યું હોવાની માહિતી સૂત્રોએ આપી છે.

આગામી વર્ષે ફેબ્રુઆરી માર્ચમાં વિધાનસભાની મુદત પૂર્ણ થાય છે

આ ઉપરાંત હાલ વિધાનસભાની બે બેઠકો ગંગોત્રી અને હલદાની ખાલી છે. જેમાં પેટા-ચુંટણી બાકી છે. તેમજ આગામી વર્ષે ફેબ્રુઆરી માર્ચમાં વિધાનસભાની મુદત પૂર્ણ થાય છે. તેથી હવે સમય ઓછો રહ્યો છે તેવા સમયે કાયદા નિષ્ણાતોના મતે પેટા-ચુંટણી કરાવવાની બાબત ઇલેક્શન કમિશન પર  આધારિત છે.

તેને જોતાં હવે તેમની પાસે માત્ર રાજીનામું આપવાનો એક વિકલ્પ બચતો હતો. તીરથ સિંહ રાવતને ત્રિવેન્દ્રસિંહ રાવતના સ્થાને માર્ચ માસમાં સીએમ બનાવવામાં આવ્યા હતા. ત્રિવેન્દ્રસિંહ રાવતને કેટલાંક ધારાસભ્યોની નારાજગી બાદ દૂર કરવામાં આવ્યા હતા.

સતપાલ મહારાજ સહિત નામોની ચર્ચા ઉત્તરાખંડમાં નવા સીએમ તરીકે સતપાલ મહારાજ, રેખા ખંડુરી, પુષ્કરસિંહ ધામી અને ધનસિંહ રાવતના નામ ચર્ચામાં છે. જ્યારે રાજકીય વર્તુળોના ચાલતી ચર્ચા મુજબ સતપાલ મહારાજને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  West Bengal : વિધાનસભામાંથી ભાજપના ધારાસભ્યોનું વોકઆઉટ, જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati