AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીએ 20 લાખ કરોડ રુપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું, જાણો લોકડાઉન-4 વિશે શું કહ્યુ?

PM મોદીએ પોતાના સંબોધનમાં વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજની રકમ 20 લાખ કરોડ રુપિયા છે તેમ પણ પીએમ મોદીએ જણાવ્યું. આ પેકેજની રકમ ભારતના જીડીપીના 10 ટકા જેટલી છે. આ આર્થિક પેકેજને ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ નામ આપવામાં આવ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

PM મોદીએ 20 લાખ કરોડ રુપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું, જાણો લોકડાઉન-4 વિશે શું કહ્યુ?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:42 AM

PM મોદીએ પોતાના સંબોધનમાં વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજની રકમ 20 લાખ કરોડ રુપિયા છે તેમ પણ પીએમ મોદીએ જણાવ્યું. આ પેકેજની રકમ ભારતના જીડીપીના 10 ટકા જેટલી છે. આ આર્થિક પેકેજને ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ નામ આપવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પરિવારની મરજી વિરુદ્ધ કર્યા લગ્ન, દોઢ મહિનામાં બની ગર્ભવતી, પતિ સાથે નર્ક બની આ હસીનાની જિંદગી
કસુવાવડ પછી કેટલા દિવસ આરામ કરવો જોઈએ?
એક IPL મેચમાંથી અમ્પાયરો કેટલી કમાણી કરે છે?
Watermelon Seeds : તરબૂચ ખાતા સમયે ભૂલથી બીજ ગળી જાઓ તો શું થાય ? જાણો
Jioનો સૌથી સસ્તો મંથલી પ્લાન ! અનલિમિટેડ કોલ્સ, ડેટા અને SMSના લાભ
તમારી આ 5 ભૂલો તમારા ચશ્માને પહોંચાડી શકે છે નુકસાન, આજે જ સુધારી લો

આ પણ વાંચો :  DGP:ભલે પધાર્યા, નિયમો પાળજો! વિદેશથી આવતા લોકો પર રાખવામાં આવશે નજર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પીએમ મોદીએ કહ્યું કે ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ પેકેજમાં લેન્ડ, લેબર, લિક્વીડીટી અને લૉ પર ભાર મુકવામાં આવ્યો છે. આ પેકેજના લીધે દેશના અલગ અલગ વર્ગો અને આર્થિક વ્યવસ્થાની જે કડી છે તેને મદદરૂપ થશે. 20 લાખ કરોડ રુપિયાનું આ પેકેજ 2020ના વર્ષમાં દેશની વિકાસયાત્રાને એક નવી ગતિ આપશે. પીએમ મોદીએ કહ્યું કે આ પેકેજ શ્રમિકો માટે છે. દેશના એક ખેડૂતો માટે છે જે દરેક પરિસ્થિતિમાં દેશવાસીઓ માટે પરિશ્રમ કરી રહ્યાં છે. આ આર્થિક પેકેજ આપણા દેશના મધ્યમ વર્ગ માટે છે જે ઈમાનદારીપૂર્વક ટેક્સ આપે છે અને દેશના વિકાસ કાર્યોમાં મદદ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સંકટ એવું છે કે મોટામાં મોટી વ્યવસ્થાઓ પણ ડગમગી ગઈ છે પણ આ પરિસ્થિતિમાં દેશમાં આપણા ગરીબ ભાઈ-બહેનોએ તેમની સંયમ શક્તિના દર્શન થયા છે. આજથી દરેક ભારતવાસીઓએ લોકલ માટે વોકલ બનવાનું છે. ફક્ત લોકલ પ્રોડક્ટની જ ખરીદી કરવાની છે અને ગર્વથી તેનો પ્રચાર પણ કરવાનો છે. મને પુરો વિશ્વાસ છે કે આપણો દેશ આમ કરી શકે છે. લોકડાઉનનું ચોથું ચરણ, લોકડાઉન 4 નવા નિયમોવાળું હશે. રાજ્યોથી જે સૂચનો મળી રહ્યાં છે તેના આધારે લોકડાઉન-4ની જાણકારી 18મે પહેલાં જ કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">