Parliament Monsoon Session 2021: આજથી સંસદનાં ચોમાસુ સત્રનો પ્રારંભ, વિપક્ષે તૈયાર કરી સત્તા પક્ષને ઘેરવાની રણનીતિ

TV9 GUJARATI

|

Updated on: Jul 19, 2021 | 7:12 AM

સંસદના આ ચોમાસુ સત્રમાં સરકાર 17 નવા બીલ  રજુ કરવાની તૈયારીમાં છે. સત્તાપક્ષ વિવિધ બિલ રજુ કરવાની તૈયારીમાં છે તો વિપક્ષની નજર પણ આ બિલ પર જ છે

Parliament Monsoon Session 2021: આજથી સંસદનાં ચોમાસુ સત્રનો પ્રારંભ, વિપક્ષે તૈયાર કરી સત્તા પક્ષને ઘેરવાની રણનીતિ
Monsoon session of Parliament begins from today, Opposition prepares strategy to encircle ruling party

Parliament Monsoon Session 2021:કોરોનાના સંકટ (Corona Virus)વચ્ચે એકવાર ફરીથી સંસદીય સત્રની શરૂઆત થઈ રહી છે 19 જુલાઇથી સંસદ(Parliament)નું ચોમાસુ સત્ર(Monsoon Session) શરૂ થશે, જે 13 ઓગસ્ટ સુધી ચાલશે.સંસદના આ ચોમાસુ સત્રમાં સરકાર 17 નવા બીલ  રજુ કરવાની તૈયારીમાં છે. સત્તાપક્ષ વિવિધ બિલ રજુ કરવાની તૈયારીમાં છે તો વિપક્ષની નજર પણ આ બિલ પર જ છે.

સરકાર એમ તો વિવિધ બિલ રજુ કરવા જઈ જ રહી છે પરંતુ તેમાં ખાસ કરીને The Insolvency and Bankruptcy Code (Amendment) Bill,2021,  The Essential Defense Service Bill, 2021, The Commission for Air Quality Management in National Capital Region and Adjoining Areas Bill, 2021 પર સૌથી વધારે વિવાદ થાય તેવી શક્યતા છે.

આ ચોમાસું સત્રમાં સંસદમાં(Parliament) મોંઘવારી, કોરોનાની બીજી લહેર અને ભારત – ચીન સીમા તણાવ જેવા મુદ્દાઓ પર સરકાર અને વિપક્ષ વચ્ચે ભારે ધમાસાણ થશે, આ સાથે જ સરકાર બીજા બીલ પણ રજૂ કરશે જેનો વિપક્ષ ઉગ્ર વિરોધ કરી શકે છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ 19 જુલાઈએ શરૂ થનારા ચોમાસુ સંસદીય (Parliamentary) સત્રમાં સરકાર 17 નવા બીલ રજુ કરશે. જેમાંથી 3 બીલ વટહુકમ દ્વારા પસાર કરવામાં આવશે.

વટહુકમ દ્વારા Insolvency & Bankruptcy Code (amendment)  બીલ , The Essential Defence Services બીલ , અને  Commission for Air Quality Management in NCR & adjoining areas બીલ રજૂ કરવામાં આવશે. આ ત્રણ બીલમાંથી આવશ્યક સંરક્ષણ બીલ ઉપર ધમાલ મચવાની પૂરી શક્યતા છે. કારણકે આ બીલમાં દેશભરમાં સેના માટે હથિયાર, દારૂગોળા  અને ગણવેશ બનાવવાના કારખાનામાં હડતાળને ગેરકાનૂની ગણવામાં આવશે.  તેમજ હડતાળમાં સામેલ લોકોને 2 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે આવી જોગવાઈને કારણે આ બીલનો વિરોધ થઈ શકે છે. RSS સાથે જોડાયેલા મજૂર સંઘે પણ આ બીલનો સખત વિરોધ કર્યો છે.

આ ઉપરાંત લદાખમાં કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય સ્થાપવાની જોગવાઈ કરતું બીલ પણ પસાર કરવામાં આવશે. આ સાથે જ માનવ તસ્કરી, ખાસ કરીને બાળકો અને મહિલાઓની હેરાફેરી રોકવા માટે અને આ જઘન્ય કૃત્યમાં સામેલ લોકોને સખત સજા આપવાનું બીલ પણ આ જ સત્રમાં રજુ કરવામાં આવશે. જુના બીલોમાં ડીએનએ ટેકનોલોજી બીલ, ડેટા પ્રોટેક્શન બીલ અને સિનિયર સિટીઝન બીલ પણ ખૂબ મહત્વપૂર્ણ છે.

બીજી તરફ સૂત્રો કહે છે કે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી સત્રની શરૂઆતમાં મહિલા અનામત બિલ પસાર કરવાની માગ કરશે. આ બિલ લોકસભા દ્વારા પસાર થયા પછી રાજ્યસભામાં પેન્ડિંગ છે.

સંસદનું ચોમાસું સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે બેઠકમાં 33 પક્ષોના 40 થી વધુ નેતાઓએ ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સર્વપક્ષીય બેઠકને સંબોધન કરતાં કહ્યું કે સકારાત્મક ચર્ચા માટે સરકાર તૈયાર છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે સંસદમાં લોકોપયોગી અને અર્થપૂર્ણ ચર્ચા થવી જોઈએ. સંસદીય નિયમો અને કાર્યવાહી અનુસાર કોઈપણ બાબતે સરકાર ચર્ચા કરવા તૈયાર છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati