AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિપક્ષી દળોની બેઠક એ 2024ની લોકસભા ચૂંટણીનું ટ્રેલર : કોંગ્રેસ

મંગળવારે બ્રેકફાસ્ટ પર ચર્ચા કર્યા બાદ રાહુલ ગાંધી સાયકલ પર સંસદ પહોંચ્યા. તેણે સાઈકલના આગળના ભાગમાં એક પ્લેકાર્ડ લગાવ્યું હતું, જેના પર એલપીજી સિલિન્ડરનું ચિત્ર હતું અને તેની કિંમત 834 રૂપિયા લખેલી હતી.

વિપક્ષી દળોની બેઠક એ 2024ની લોકસભા ચૂંટણીનું ટ્રેલર : કોંગ્રેસ
દિલ્હીની કોન્સ્ટિટ્યુશન ક્લબમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓ (ફોટો: PTI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 11:37 PM
Share

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સામે મંગળવારે વિપક્ષોએ કોંગ્રેસ સાથે બેઠક કરીને એકતા દર્શાવી હતી. કોંગ્રેસે 2024 ની લોકસભાની ચૂંટણી પહેલા આ બેઠકને “ઐતિહાસિક” અને લોકસભાની 2024 ચૂંટણી પહેલાંનું ટ્રેલર ગણાવ્યુ હતું.

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આમંત્રણ પર પાર્ટીના 100 સાંસદો અને 15 વિપક્ષી દળોના નેતાઓ દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં બ્રેકફાસ્ટ માટે મળ્યા હતા. વિપક્ષી નેતાઓએ પેગાસસ જાસૂસી કેસ પર સરકારને ઘેરવાનો અને દબાણ વધારવા માટે એક સંયુક્ત વ્યૂહરચના ઘડવા ચર્ચા કરી.

પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અન્ય કેટલાક વિપક્ષી નેતાઓ મંગળવારે સાયકલ પર સંસદ પહોંચ્યા હતા. આ સિવાય ઘણા નેતાઓ કોન્સ્ટિટ્યુશન ક્લબમાંથી પગપાળા સંસદ પહોંચ્યા.

આ બેઠકમાં રાહુલ ગાંધી ઉપરાંત રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, તૃણમૂલ કોંગ્રેસનાં (TMC) નેતા કલ્યાણ બેનર્જી, સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રામ ગોપાલ યાદવ, શિવસેનાના સાંસદ સંજય રાઉત, આરજેડીના મનોજ ઝા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં (NCP) પ્રફુલ પટેલ સહિત 15 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી.

આ સિવાય ડીએમકે (DMK), સીપીઆઈ (CPI),  સીપીઆઈએમ (CPIM), જેએમએમ (JMM), જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ, આઈયુંએમએલ (IUML), આરએસપી (RSP), એલજેડી (LJD) ના નેતાઓ પણ બેઠકમાં હાજર હતા.

બ્રેકફાસ્ટ માટે યોજાયેલી આ બેઠકમાં કુલ 17 પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ બહુજન સમાજ પાર્ટી (બસપા) અને આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. આ બંને પક્ષોની બેઠકમાં ન આવવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

RSS-ભાજપ માટે એકજૂટ અવાજને દબાવવો મુશ્કેલ : રાહુલ ગાંધી

બેઠકને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષ દેશની 60 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ સરકાર એવું વર્તન કરી રહી છે કે તેઓ કોઈનું પ્રતિનિધિત્વ કરતા નથી. તેમણે કહ્યું, “જ્યારે સરકાર અમને સંસદમાં ચૂપ કરી દે છે, ત્યારે તે માત્ર સાંસદોનું જ અપમાન નહી, પરંતુ તે ભારતના લોકોના અવાજ અને બહુમતીના અવાજનું પણ અપમાન કરે છે.”

વિપક્ષી નેતાઓને તેમણે કહ્યું કે, “તમને આમંત્રણ આપવાનો એકમાત્ર હેતુ એ છે કે આપણે આ તાકાતને એક કરીએ. જ્યારે તમામ અવાજો એકજૂટ અને મજબૂત બનશે ત્યારે ભાજપ અને આરએસએસ માટે આ અવાજને દબાવવો ખૂબ જ મુશ્કેલ બની જશે.

સરકારે 60 ટકા પ્રતિનિધિઓનું સાંભળવું જોઈએ: ખડગે

આ બેઠક અંગે, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે આ બેઠક સંસદમાં સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ એકજૂટ છે અને સરકાર સામેની લડાઈ સાથે મળીને ચાલુ રાખશે.

વિપક્ષી દળો વચ્ચે ફૂટ પડવાના અહેવાલોને ફગાવી દેતા તેમણે કહ્યું કે, સરકાર અમારી વિનંતીનો જવાબ આપી રહી નથી. સરકારમાં કોઈ સાંભળતું નથી. તેથી અમે એક થવાનો નિર્ણય કર્યો છે. વિપક્ષ એક છે અને અમે બધા સાથે છીએ. જ્યારે 60 ટકા લોકોના પ્રતિનિધિઓ ચર્ચા ઇચ્છે છે ત્યારે સરકારે સંમત થવું જોઈએ.

2024 લોકસભા ચૂંટણીનું ટ્રેલર – અભિષેક મનુ સિંઘવી

વિપક્ષો એક થયા હોવાનો દાવો કરતા કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, આ આગામી 2024 ની ચૂંટણીની તસવીર છે. તે બતાવી રહ્યું છે કે આ તમામ 17 પક્ષો અને ભારતની 60 ટકાથી વધુ વસ્તી નવા સંકલ્પ અને નવા હેતુ સાથે ફરી આગળ વધી રહી છે. જોકે, સિંઘવીએ વિપક્ષી દળોમાં નેતૃત્વનો પ્રશ્ન ટાળ્યો હતો અને કહ્યું હતું કે તેની ચર્ચા થઈ નથી અને આજે તેની ચર્ચા કરવાનો કોઈ અર્થ પણ નથી.

કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના નેતાઓ સાથેની આ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે પેગાસસ જાસૂસી અને કેટલાક અન્ય મુદ્દાઓ પર છેલ્લા ઘણા દિવસોથી સંસદના બંને ગૃહોમાં મડાગાંઠ ચાલી રહી છે.  પરંતુ, અત્યાર સુધી બંને ગૃહોની કાર્યવાહી મોટાભાગે ખોરવાઈ ગઈ છે.

વિરોધ પક્ષોનું કહેવું છે કે સરકાર પહેલા પેગાસસ જાસૂસી મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર થયા બાદ જ સંસદમાં મડાગાંઠનો અંત આવશે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષની માંગને ફગાવી દેતા શુક્રવારે લોકસભામાં કહ્યું હતું કે તે કોઈ મુદ્દો નથી.

બેઠકમાં રાહુલ ગાંધીએ સાઈકલ માર્ચ યોજવાનું સૂચન કર્યું – સૂત્રો

બ્રેકફાસ્ટ  બેઠક બાદ રાહુલ ગાંધી સાઇકલ પર સવાર થઈને સંસદ પહોંચ્યા. તેણે સાઈકલના આગળના ભાગમાં એક પ્લેકાર્ડ લગાવ્યું હતું, જેના પર એલપીજી સિલિન્ડરનું ચિત્ર હતું અને તેની કિંમત 834 રૂપિયા લખેલી હતી. સૂત્રોનું કહેવું છે કે વિપક્ષી નેતાઓની બેઠકમાં રાહુલ ગાંધીએ મોંઘવારીના વિરોધમાં સંસદમાં સાઈકલ માર્ચ કરવાનું સૂચન કર્યું હતું.

તેમની સાથે લોકસભામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કે.સી. વેણુગોપાલ, અધીર રંજન ચૌધરી, ગૌરવ ગોગોઈ, સૈયદ નાસિર હુસેન, આરજેડીના મનોજ ઝા, તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જી અને કેટલાક અન્ય સાંસદો પણ સાઈકલ ચલાવીને સંસદ પહોંચ્યા હતા.

કોંગ્રેસના પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય સૈયદ નાસિર હુસેને કહ્યું કે, “રાહુલ જી અને અન્ય વિપક્ષી નેતાઓએ સામાન્ય જનતાનો અવાજ ઉઠાવ્યો છે. મોંઘવારીથી લોકો પરેશાન છે, પરંતુ સરકાર કોઈનું સાંભળી રહી નથી. અમે સંસદની અંદર અને બહાર લોકોનો અવાજ બુલંદ કરતા રહીશું.

આ પણ વાંચો : Maharashtra: પૂર પીડિતો માટે 11,500 કરોડનું રાહત પેકેજ, ઠાકરે સરકારની મોટી જાહેરાત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">