એક એવા CM જેમણે દત્તક લીધેલી પુત્રીની નિભાવી સંપૂર્ણ જવાબદારી, જાણો વિગત

|

Dec 29, 2020 | 4:21 PM

સામાન્ય રીતે  રાજકારણીઓ દ્વારા કરવામાં આવતા વાયદા  મોટાભાગે વાયદા જ બની રહેતા હોય છે તે કયારેય પૂર્ણ થતાં નથી. પરંતુ સોમવારે તેલંગાનાના  CM ચંદ્રશેખર રાવે પાંચ વર્ષ પૂર્વે દત્તક લીધેલી  24 વર્ષની પુત્રી સી. પ્રત્યુશા લગ્ન ગ્રંથિથી જોડાઇ હતી. તેમને તેલંગાનાના  મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે પાંચ તેના  ઘરમાંથી ખૂબ જ દયનીય સ્થિતિમાં મુક્ત કરાવી હતી, જેના […]

એક એવા CM જેમણે દત્તક લીધેલી પુત્રીની નિભાવી સંપૂર્ણ જવાબદારી, જાણો વિગત

Follow us on

સામાન્ય રીતે  રાજકારણીઓ દ્વારા કરવામાં આવતા વાયદા  મોટાભાગે વાયદા જ બની રહેતા હોય છે તે કયારેય પૂર્ણ થતાં નથી. પરંતુ સોમવારે તેલંગાનાના  CM ચંદ્રશેખર રાવે પાંચ વર્ષ પૂર્વે દત્તક લીધેલી  24 વર્ષની પુત્રી સી. પ્રત્યુશા લગ્ન ગ્રંથિથી જોડાઇ હતી. તેમને તેલંગાનાના  મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે પાંચ તેના  ઘરમાંથી ખૂબ જ દયનીય સ્થિતિમાં મુક્ત કરાવી હતી, જેના લીધે સમગ્ર દેશમા  પ્રથમ કિસ્સો છે જેમાં  મુખ્યમંત્રીએ દત્તક લીધેલી પુત્રીના  લગ્ન સુધીની તમામ જવાબદારી પણ ઉત્સાહભેર પૂર્ણ કરી છે.

સી. પ્રત્યુશાના લગ્ન સોમવારે રંગા રેડી જિલ્લામા લોર્ડ માથા ચર્ચમાં થયા. સી. પ્રત્યુશાના લગ્ન ચરણ રેડ્ડી સાથે થયા છે.  પ્રત્યુશા પોતે નર્સ છે જ્યારે તેમના પતિ સોંફટવેર એન્જિનિયરીગ છે.

નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે
માઈગ્રેન મટાડવા માટે શું ખાવું?
ઝટપટ બનાવો મગદાળ પાયસમ, આ રહી રેસીપી
આજનું રાશિફળ તારીખ 15-09-2024
ઘરે જલેબી બનાવવા આ સરળ ટીપ્સનો કરો ઉપયોગ
રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાવાથી જાણો શું થાય છે?

તેમના લગ્નમા અનેક રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા . જેમાં રાજ્ય મહિલા કલ્યાણ મંત્રી સત્યવતી રાઠોડ,  સાદનગરના ધારાસભ્ય અંજીયા યાદવ, જિલ્લા પરિષદ ઉપાધ્યક્ષ ગણેશ સિવાય અનેક સરકારી અધિકારી હાંજર રહ્યા હતા.

આ  પૂર્વે રવિવારે સાંજે મુખ્યમંત્રીની પત્ની શોભા દત્તક પુત્રી પ્રત્યુશાની પ્રી -વેડિંગ સેરેમનીમા સામેલ થઇ. જેમણે પુત્રીને હીરાનો હાર અને અન્ય જવેરાત પણ ભેટ આપ્યા હતા. તેમજ આનંદ દાયક લગ્ન જીવનના આશીર્વાદ પણ આપ્યા હતા.

આ ઉપરાત મહત્વની વાત એ છે કે આ લગ્નની તૈયારીમાં  મુખ્યમંત્રીએ પોતે પણ અંગત રસ દાખવ્યો હતો. જ્યારે પ્રત્યુશાના  જીવનસાથી તરીકે મહિલા કલ્યાણ વિભાગના કેટલાક અધિકારીઓ ચરણ  રેડ્ડીની પસંદગી કરી હતી. ચરણ રેડ્ડીને સીએમ કાર્યાલય પર બોલાવીને પ્રત્યુશાના લગ્નની  ઓફર આપી હતી. ઓકટોબર માસમા તેમની રિંગસેરેમની થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, પ્રત્યુશાને જુલાઇ 2015માં મહિલા બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓએ હૈદ્રાબાદ સ્થિત એલબી નગરથી તેમના ઘરેથી મુક્ત કરાવી હતી. તે સમયે પ્રત્યુશાની  ઉંમર 19 વર્ષની હતી.  તેમના શરીર પર  દાઝવાના અને અનેક ચીરા હતા. આ સમગ્ર કેસમાં પોલીસે પ્રત્યુશાના પિતા સી. રમેશ અને તેની સાવકી માતા શ્યામલાની ધરપકડ કરી હતી

આ સમયે પ્રત્યુશાને  હોસ્પિટલમા સારવાર માટે દાખલ  કરવામાં  આવી હતી. તે સમયે સીએમ ચંદ્રશેખર રાવ તેમની પત્ની ને તેમની પુત્રી  પ્રત્યુશાને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા તે સમયે જ સીએમએ પ્રત્યુશાને પોતાની બીજી પુત્રી ગણાવી હતી અને આગળના જીવનની જવાબદારી લીધી હતી.

Next Article