PMC બેંક કૌભાંડ સાથે અનેક નેતાઓના નામ જોડાઈ રહ્યા છે. ત્યાં તેનો રેલો પૂર્વ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અને NCP નેતા પ્રફુલ પટેલ સુધી પહોંચ્યો છે. એવો આરોપ છે કે, 2012માં પ્રફુલ પટેલે પીએમસી બેંક કૌભાંડના આરોપી રાકેશ વાધવાનની કંપનીના વિમાનનો ઉપયોગ ખાનગી વપરાશ માટે કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તો સાથે જ તેમના ઉપર એ પણ આરોપ છે કે, મુંબઈ હુમલાના આરોપી ઇકબાલ મીર્ચીની પત્ની હાજરા બીબી સાથે 2007માં જમીનનો સોદો કર્યો હતો. જેને લઈને અમિત શાહે પ્રફુલ પટેલ પર દેશદ્રોહનો આરોપ લગાવી દીધો છે. જોકે પટેલ આ તમામ આરોપોને ખોટા જણાવી રહ્યા છે.