ગુજરાતના 300થી વધુ ખેડૂતો દિલ્લીમાં, અન્ય ખેડૂતોને સિંધુ બોર્ડર મોકલાશે : પાલ આંબલિયા

ગુજરાતના 300થી વધુ ખેડૂતો દિલ્લીમાં, અન્ય ખેડૂતોને સિંધુ બોર્ડર મોકલાશે : પાલ આંબલિયા

ગુજરાતના ખેડૂતોને સિંધુ બોર્ડર પર ચાલી રહેલા આંદોલનમાં મોકલવા માટે કૉંગ્રેસે પ્લાન ઘડી કાઢ્યો છે. કૉંગ્રેસ કિસાન સેલના નેતા પાલ આંબલિયાએ કહ્યું કે ગુજરાતના તમામ જિલ્લામાંથી 10-10 ખેડૂત સિંધુ બોર્ડર પર લઈ જવાનું આયોજન કરવામાં આવશે. આંબલિયાએ કહ્યું કે ખેડૂતો પોતાની માંગને લઈ મક્કમ છે. કેન્દ્રીય કૃષિ કાયદા ખેડૂતો માટે નુક્સાનકારક છે અને આ માટે […]

Utpal Patel

|

Dec 20, 2020 | 7:18 PM

ગુજરાતના ખેડૂતોને સિંધુ બોર્ડર પર ચાલી રહેલા આંદોલનમાં મોકલવા માટે કૉંગ્રેસે પ્લાન ઘડી કાઢ્યો છે. કૉંગ્રેસ કિસાન સેલના નેતા પાલ આંબલિયાએ કહ્યું કે ગુજરાતના તમામ જિલ્લામાંથી 10-10 ખેડૂત સિંધુ બોર્ડર પર લઈ જવાનું આયોજન કરવામાં આવશે. આંબલિયાએ કહ્યું કે ખેડૂતો પોતાની માંગને લઈ મક્કમ છે. કેન્દ્રીય કૃષિ કાયદા ખેડૂતો માટે નુક્સાનકારક છે અને આ માટે કૃષિપ્રધાન સાથે જાહેરમાં ચર્ચા કરવાનો પણ તેમણે પડકાર ફેંક્યો છે. મહત્વનું છે કે દિલ્લી ખેડૂત આંદોલનમાં ગુજરાતના ખેડૂત આગેવાનો ન પહોંચે તે માટે પોલીસે કેટલાકને નજર કેદ કર્યા હોવાના પાલ આંબલિયાએ આક્ષેપ કર્યા હતા. સાથે જ તેમણે કૃષિપ્રધાનની ચેલેન્જનો પડકાર ઝીલતા ફરીથી જાહેરમાં ચર્ચા કરવાનો રાગ આલાપ્યો હતો. અને જો કૃષિપ્રધાન ચર્ચા કરવા ન માગતા હોય તો રાજીનામું આપવા તૈયાર રહેવાની ચીમકી ઉચ્ચારી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati