મધ્યપ્રદેશમાં આજે ખેડુતોને સંબોધન કરશે મોદી, 35.50 લાખ અન્નદાતાઓને મળશે 1600 કરોડની રાહત રાશિ

મધ્યપ્રદેશમાં આજે ખેડુતોને સંબોધન કરશે મોદી, 35.50 લાખ અન્નદાતાઓને મળશે 1600 કરોડની રાહત રાશિ
pm narendra modi

મધ્યપ્રદેશમાં આજે એટલે કે શુક્રવારે આયોજીત થનારા કિસાન સંમેલનોમાં ખરીફ 2020માં થયેલા પાકના નુકશાનની 1600 કરોડ રૂપિયાની રાહત સહાય રાજ્યના લગભગ 35.50 લાખ ખેડુતોના ખાતાઓમાં નાંખવામાં આવશે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એમપીના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ રાજ્યના ખેડુતોને સંબોધન કરશે. મધ્યપ્રદેશના જનસંપર્ક વિભાગના એક અધિકારીએ ગૂરૂવારે કહ્યું હતું કે મુખ્યમંત્રી ચૌહાણે 18 ડિસેમ્બરે […]

Hardik Bhatt

| Edited By: Bipin Prajapati

Dec 18, 2020 | 11:26 AM

મધ્યપ્રદેશમાં આજે એટલે કે શુક્રવારે આયોજીત થનારા કિસાન સંમેલનોમાં ખરીફ 2020માં થયેલા પાકના નુકશાનની 1600 કરોડ રૂપિયાની રાહત સહાય રાજ્યના લગભગ 35.50 લાખ ખેડુતોના ખાતાઓમાં નાંખવામાં આવશે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એમપીના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ રાજ્યના ખેડુતોને સંબોધન કરશે. મધ્યપ્રદેશના જનસંપર્ક વિભાગના એક અધિકારીએ ગૂરૂવારે કહ્યું હતું કે મુખ્યમંત્રી ચૌહાણે 18 ડિસેમ્બરે રાજ્યમાં થઈ રહેલા 4 સ્તરીય કિસાન કલ્યાણ કાર્યક્રમો અને સંમેલનોના સંબંધમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વિસ્તૃત નિર્દેશ આપ્યા હતાં.

તેમણે કહ્યું હતું કે રાજ્ય સ્તરીય મહાસંમેલન રાયસેનમાં થશે, જેમાં મુખ્યમંત્રી ચૌહાણ સામેલ હશે. અન્ય સંમેલન જિલ્લા, વિકાસખંડ અને ગ્રામ પંચાયત સ્તર પર થશે. અધિકારીઓએ કહ્યું કે “આ કિસાન સંમેલનોમાં ખરીફ 2020માં થયેલા પાકના નુકશાનની 1600 કરોડ રૂપિયાની રાહત સહાય ખેડુતોના ખાતાઓમાં જમા કરવામાં આવશે. આનાથી આશરે 35.50 લાખ ખેડુતોને લાભ મળશે”

તેમણે કહ્યું કે મુખ્યમંત્રી રાયસેનમાં રાજ્ય સ્તરીય મુખ્ય કાર્યક્રમમાં સામેલ થશે. જેમાં લગભગ 20 હજાર ખેડુતો હાજર હશે. અન્ય જિલ્લાઓમાં મંત્રી આ કાર્યક્રમોમાં ખેડુતોને રાહત સહાય આપશે. આ રીતના કાર્યક્રમો બ્લોક અને ગ્રામીણ સ્તર પર પણ થશે. અધિકારીએ કહ્યું હતું કે કોવીડ 19 મહામારીને લઈને મુખ્યમંત્રીએ એ પણ નિર્દેશ આપ્યાં છે કે આ કિસાન કલ્યાણ કાર્યક્રમો અને સંમેલનોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવા નિયમોનું ખાસ પાલન થાય. દરેક ખેડુતો માસ્ક ફરજીયાતપણે પહેરે.

તેમણે કહ્યું હતું કે “મુખ્યમંત્રી ચૌહાણના સંબોધન દરમ્યાન પ્રધાનમંત્રી મોદી વિડિયો કોન્ફરન્સ દ્વારા ખેડુતોને લગભગ બપોરે 2 વાગે સંબોધીત કરશે. જેમાં નવા કૃષી કાયદાઓના લાભની જોગવાઈઓના સંબંધમાં પણ ખેડુતોને આ સંમેલનોમાં વિસ્તૃત જાણકારી અપાશે.”

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati