Modi Cabinet Expansion : મોદી મંત્રીમંડળમાં 43 મંત્રીઓએ લીધા શપથ,15 કેબિનેટ અને 28 રાજ્ય મંત્રી બન્યા

કેન્દ્રીય મંત્રીમંડળમાં 43 પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કેબિનેટમાં નવા 14 ચહેરા છે. જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે,

Modi Cabinet Expansion : મોદી મંત્રીમંડળમાં 43 મંત્રીઓએ લીધા શપથ,15 કેબિનેટ અને 28 રાજ્ય મંત્રી બન્યા
Modi Cabinet Expansion 2021

મોદી મંત્રીમંડળ(Modi Cabinet) નું વિસ્તરણ(Expansion )રાષ્ટ્રપતિ ભવનના આયોજિત એક કાર્યક્રમમાં પૂર્ણ થયું છે. જેમાં મોદી મંત્રીમંડળમાં 15 કેબીનેટ અને 28 રાજ્ય મંત્રીઓએ પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા.જેમાં કેબિનેટ પદની શપથ લેનારામાં સર્વાનંદ સોનવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે અને અનેક નેતાઓએ કેબીનેટ મંત્રી પદના શપથ લીધા હતા. જ્યારે અનુપ્રિયા પટેલ, દર્શના જરદોષ, કૌશલ કિશોર સહિતના સાંસદોએ રાજ્ય મંત્રી તરીકેના શપથ લીધા હતા.

પ્રથમ વખત મોદી મંત્રીમંડળમાં ફેરબદલ

આ મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે અમુક મંત્રીઓએ શપથ ગ્રહણ પૂર્વે જ રાજીનામું પણ આપ્યું હતું. મોદી સરકારના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત મોદી મંત્રીમંડળમાં ફેરબદલ થઈ છે.રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તમામ નવા કેબીનેટ અને રાજ્યમંત્રીઓ શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ સહિત અનેક નેતાઓ હાજર રહ્યાં હતા.

મંત્રીમંડળ વિસ્તરણમાં  કુલ 11 મહિલાને સ્થાન 

કેન્દ્રીય મંત્રીમંડળમાં 43 પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કેબિનેટમાં નવા 14 ચહેરા છે. જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે, હવે કેબિનેટ(Cabinet )ની સરેરાશ ઉંમર 58 વર્ષ રહેશે. કેબિનેટ વિસ્તરણમાં મહિલાઓને સ્થાન પણ અપાયું છે.  મંત્રીમંડળ વિસ્તરણમાં   કુલ 11 મહિલા(Women) ઓ છે જેમાંથી 2ને કેબિનેટનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે 4 ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે,

તેની સાથે 23 સંસદસભ્યો કે જેઓ 3 કરતા વધારે વખત ચૂંટાઈ આવ્યા છે તેઓને મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવ્યા છે. જ્યારે 13 પ્રધાનો વકીલ, 6 ડોકટરો, 5 એન્જિનિયર અને 7 ભૂતપૂર્વ  બ્યુરોક્રેટ છે.

તમામ જાતિ અને સમાજને પ્રતિનિધિત્વ 

નવી કેબિનેટમાં 5 લઘુમતી પ્રધાનો સહિત 1 મુસ્લિમ, 1 શીખ, 2 બૌદ્ધ, 1 ખ્રિસ્તીને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નવા કેબિનેટ વિસ્તરણમાં 27 ઓબીસી મંત્રીઓ રહેશે. જેમાંથી 5 કેબિનેટ રેન્કના હશે. આ સિવાય એસટી સમુદાય તરફથી 8 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે જેમાંથી 3ને કેબિનેટ દરજ્જો આપવામાં આવ્યો છે. કેબિનેટમાં 12 એસટી સમુદાયના ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે જેમાંથી 2 કેબિનેટ રેન્કના હશે.

મોદી મંત્રીમંડળમાં 25 રાજ્યોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના પશ્ચિમ ક્ષેત્ર, હરિત પ્રદેશ, બ્રજ પ્રદેશ, બુંદેલ ખંડ, અવધ અને પૂર્વાચલને મહત્વ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના કોંકણ, ખાનદેશ, મરાઠ વાડા અને વિદર્ભને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો :Young Minister : મોદી મંત્રીમંડળમાં સૌથી યુવા મંત્રી છે 35 વર્ષના નિશીથ પ્રમાણિક, જાણો તેમની રાજકીય સફર

આ પણ વાંચો : IND vs ENG: ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં રજાઓ માણી રહ્યા છે અને કોહલી ફિટનેશની કાળજી લઇ રહ્યો છે, જુઓ

Click on your DTH Provider to Add TV9 Gujarati