West Bengal : મમતા દીદી પેટાચૂંટણીમાં ભવાનીપૂરથી કરશે જય ભવાની, શોભનદેવે આપ્યુ રાજીનામુ
પશ્ચિમ બંગાળ ( West Bengal ) વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક ( Nandigram seat ) પરથી હારી ગયેલા મમતા બેનર્જી ( Mamta Didi ) હવે તેમની પરંપરાગત બેઠક એવી ભવાનીપુર બેઠક ( Bhawanipur seat ) પરથી પેટાચૂંટણીમાં જય ભવાની કરશે.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પરંપરાગત બેઠક એવી ભવાનીપુરના ધારાસભ્ય શોભનદેવ ચેટર્જીએ ( Shobhandev Chatterjee ) ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યુ છે. શોભનદેવ ચેટર્જીએ, પશ્ચિમ બંગાળ વિધાનસભા અધ્યક્ષ બિમાન બેનર્જીને, આજે 21મી મેના રોજ ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યુ છે. આ બેઠક મમતા બેનર્જી ( Mamata Banerjee ) માટે ખાલી કરી હોવાનું કહેવાય છે.
CM had won twice from Bhawanipore. All party leaders discussed & when I heard she wants to contest from here, I thought I should vacate my seat, there’s no pressure. Nobody else has courage to run govt. I spoke to her. It was her seat I was just protecting it: Sovandeb Chatterjee pic.twitter.com/pkosWaEebN
— ANI (@ANI) May 21, 2021
એવી ચર્ચા થઈ રહી છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી હારી ગયેલા મમતા બેનર્જી ( Mamta Didi ) હવે તેમની પરંપરાગત બેઠક એવી ભવાનીપુર બેઠક ( Bhawanipur seat ) પરથી પેટાચૂંટણીમાં જય ભવાની કરશે. મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક ( Nandigram ) પરથી ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર અને એક સમયે મમતા દીદીના વિશ્વાસુ એવા સુવેન્દુ અધિકારી સામે હારી ગયા હતા.
શુ કહ્યુ વિધાનસભા અધ્યક્ષે પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ બિમાન બેનર્જીએ ( Biman Banerjee ) કહ્યુ કે, શોભનદેવનુ રાજીનામુ સ્વીકારતા પૂર્વે તેમને પુછ્યુ હતુ કે તેઓ સ્વૈચ્છાએ રાજીનામુ આપી રહ્યું છે કે કોઈના દબાણને વશ થઈને ? શોબનદેવે આપેલા જવાબથી પોતે સંતુષ્ટ છે અને રાજીનામાનો સ્વીકાર કર્યો હોવાનું બિમન બેનર્જીએ કહ્યું હતું.
રાજીનામુ આપ્યા પછી બોલ્યા શોભનદેવ પશ્ચિમ બંગાળ વિધાનસભા અધ્યક્ષ બિમાન બેનર્જીને રાજીનામાનો પત્ર આપ્યા બાદ, મિડીયા સાથે વાત કરતા શોભનદેવે કહ્યું કે, મુખ્યપ્રધાન મમતા દીદી ભવાનીપુરથી બે વાર ચૂંટણી જીતી ચૂક્યા છે. તૃણમુલ કોંગ્રેસના તમામ નેતાઓએ ચર્ચા કરી અને મને જાણવા મળ્યુ છે કે, મમતા દીદી આ બેઠક પરથી ચૂંટણી લડવા માગે છે. તેથી મે વિચાર્યુ કે મારે મમતા દીદીની પરંપરાગત બેઠક પરથી ત્યાગપત્ર આપવુ જોઈએ.
રાજીનામુ આપવા માટે મારા ઉપર કોઈનુ કોઈ પણ પ્રકારનું દબાણ નથી. હુ તેમની બેઠકનું રક્ષણ કરતો હતો. આ મમતા દીદીની બેઠક છે. તેથી મે રાજીખુશીથી તેમના માટે બેઠક ખાલી કરી છે.
બંધારણમાં કેવી છે જોગવાઈ
ભારતીય બંધારણ મુજબ જે કોઈ વ્યક્તિ ધારાસભ્ય ના હોય પણ તેઓ પ્રધાન કે મુખ્યપ્રધાન બને તો તેમણે જે તે તારીખથી છ મહિનામાં ધારાસભ્ય તરીકે ચચૂંટાઈને ધારાસભ્યના હોદ્દાના શપથ લેવા પડે છે. પાંચ રાજ્યોની વિધાનસભા પૈકી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી ભાજપના સુવેન્દુ અધિકારી સામે નંદીગ્રામ બેઠક પરથી હારી ગયા હતા. જો કે પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસની ત્રીજીવાર સરકાર બની છે.
પ્રતિષ્ઠાની ચૂંટણી બનાવી હતી ભાજપે
ભારતીય જનતા પાર્ટીએ, પાંચ રાજ્યો પૈકી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને પ્રતિષ્ટઠાની ચૂંટણી બનાવી હતી. આ ચૂંટણી જીતવા માટે ભાજપે વડાપ્રધાનથી માંડીને કેન્દ્રીય પ્રધાનોની ફોજ પશ્ચિમ બંગાળમાં ઉતારી દેવાઈ હતી. આમ છતા ભાજપ 100 બેઠકની અંદર રહ્યું જ્યારે મમતા બેનર્જીની અધ્યક્ષતામાં તૃણમુલ કોંગ્રેસે 200 કરતા વધુ બેઠકો પ્રાપ્ત કરીને ત્રીજીવાર સરકાર રચી.