Maharashtra : મુંબઇ મહાનગર પાલિકા કબ્જે કરવા શિવસેનાનો ગુજરાતીઓને રિઝવવા અનોખો રાજકીય “રાસ”

Maharashtra : પહેલા ફાફડા-જલેબી, અને હવે ગુજરાતી ગરબા, મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા શિવસેના અત્યારથી જ કામે લાગી છે.

| Updated on: Feb 07, 2021 | 6:40 PM

Maharashtra : પહેલા ફાફડા-જલેબી, અને હવે ગુજરાતી ગરબા, મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા શિવસેના અત્યારથી જ કામે લાગી છે. ભાજપ અને શિવસેના અલગ થયા બાદ શિવસેનાની નજર હવે ગુજરાતી મતદારો પર મંડાયેલી છે. દેશની સૌથી અમીર 33,000 કરોડના વાર્ષિક બજેટવાળી મુંબઈ મહા નગરપાલિકા, આ મુંબઈ મનપા પર બે દાયકાથી શિવસેનાની સત્તા છે. જેને ટકાવી રાખવા શિવસેનાને ગુજરાતી મતદારોની જરૂર છે. મુંબઈની વસતીમાં 25 ટકા ગુજરાતી છે. મુંબઈના ગુજરાતી મતદારોને રિઝવવા શિવસેનાએ રાસ-ગરબા સમારોહનું આયોજન કર્યું. જેમાં ગુજરાતી વેપારી, ઉદ્યોગપતિ અને અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">