AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAHARAHSTRA GRAM PANCHAYAT ELECTION: આખરે BJP બન્યુ નંબર 1, શિવસેના ત્રીજા નંબરે રહ્યુ

મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત ચૂંટણીમાં (MAHARAHSTRA GRAM PANCHAYAT ELECTION ) આખરે ભગવો લહેરાઈ ગયો છે.

MAHARAHSTRA GRAM PANCHAYAT ELECTION: આખરે BJP બન્યુ નંબર 1, શિવસેના ત્રીજા નંબરે રહ્યુ
MAHARASHTRA GRAM PANCHAYAT ELECTION
Charmi Katira
| Edited By: | Updated on: Jan 19, 2021 | 11:40 AM
Share

મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત ચૂંટણીમાં (MAHARAHSTRA GRAM PANCHAYAT ELECTION ) આખરે ભગવો લહેરાઈ ગયો છે. આખરે ભાજપે શિવસેના (SHIV SENA) સામે જીત હાંસિલ કરી દીધી છે. ભાજપ ફરી એકવાર શિવસેના સામે નંબર 1 સાબિત થયું છે.

રાજનૈતિક પંડિત ભાજપની મુશ્કેલી ગણાવતા હતા અને કહેતા હતા કે લોકોએ ઉદ્વવ ઠાકર (UDDHAV THACKERAY) પર પસંદગી ઉતારી છે અને દિલ્લીના નેતૃત્વને ધિકાર્યું છે. આ વાત અમુક અંશે સાચી પણ હતી કારણે ભાજપ વારંવાર શિવસેનાથી પાછળ હતી પરંતુ સાંજ થતાં જ ભાજપ નંબર વન બની ગઈ હતી. આઅ બાદ એનસીપીએ શિવસેનાને પાછળ ધકેલી દીધી હતી. ભાજપ પહેલા નંબર પર, એનસીપી (NCP) બીજા નંબર પર અને શિવસેના ત્રીજા નંબર પર પહોંચી ગઈ હતી. ભાજપ જીતવા પાછળનો અર્થએ છે કે મોદીજીએ વર્ષના છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં યોગ્ય રીતે પહોંચાડ્યા છે. મહારાષ્ટ્રના મોટાભાગના ખેડુતોને કૃષિ કાયદાની ફરિયાદ નથી.

ભાજપનો આ વિજય એક વિચિત્ર સિસ્ટમ તરફ પણ ઈશારો કરે છે. વિધાનસભામાં ભાજપ નંબર વન પાર્ટી હતી, પરંતુ સત્તાની બહાર છે. અહીં એક નંબર વન પાર્ટી પણ ઉભરી આવી છે, પરંતુ શિવસેનાની વધુ ચર્ચા છે. કોંગ્રેસના વ્યવહાર વિશે પણ વાત કરવી જરૂરી થઈ જાય છે. કોંગ્રેસે પોતાની હારનું દુખ ઓછું અને ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલના ગઢમાં શિવસેનાની જીતની વધુ ઉજવણી કરી રહ્યું છે.

2014ની લોકસભાની ચૂંટણીથી દરેક ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન સારું રહ્યું છે. 2019 ની વિધાનસભાની ચૂંટણી હોય, જિલ્લા પરિષદની ચૂંટણી હોય, પાલિકાની ચૂંટણી હોય કે હવે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય.

આ મામલે શિવસેનાની પણ પ્રશંસા કરવી પડશે. અત્યાર સુધી માનવામાં આવી રહ્યું હતું કે, શિવસેના એક શહેરી વર્ગની પાર્ટી માનવામાં આવતી હતી અને તેની પહોંચ ફક્ત મુંબઈ અને કોંકણ ક્ષેત્ર સુધી મર્યાદિત હતી, પરંતુ શિવસેનાએ તેના પ્રદર્શનથી આ વાત ખોટી સાબિત કરી છે અને ગામોમાં તેનો મજબૂત પ્રભાવ બતાવ્યો છે. આ વખતે શિવસેનાની કામગીરી એવા વિસ્તારોમાં છે જે એક સમયે એનસીપી અને કોંગ્રેસનો ગઢ માનવામાં આવ્યું હતું.

હા, એ અલગ વાત છે કે તેણે ભાજપને પોતાના ગઢ કોંકણમાં ખરાબ રીતે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ એક ચૂંટણી છે. જો ચૂંટણી અને ક્રિકેટમાં કોઈ ફેરબદલ ન થાય, તો તે રોમાંચ થતો નથી અને જો કોઈ રોમાંચ નથી તો મર્યાદાથી આગળ વધવાની સંભાવના નથી.

આ પણ વાંચો: Surendranagar : લિંબડીના મહાલક્ષ્મી મંદિર પાસે 360 વર્ષ પૌરાણિક 15 ખાંભી મળી આવી

g clip-path="url(#clip0_868_265)">