સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ ૭ દિવસ બાદ પોતાનું અનશન પાછું લીધું. મહારાષ્ટ્ર ના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અણ્ણા હઝારે વચ્ચેની બેઠક સાડા પાંચ કલાક સુધી ચાલી. સરકાર દ્વારા ખાતરી બાદ અણ્ણાએ અનશન પૂરું કર્યું.
સરકારે આપી અણ્ણાને બાહેંધરી, બજેટ અધિવેશનમાં માગણીઓનો પ્રસ્તાવ રજૂ થશે. લોકપાલ, લોકાયુક્ત સાથે સ્વામીનાથન આયોગની ભલામણો લાગુ કરવા અંગેની માગણીઓ લઇને અણ્ણા હઝારે છેલ્લા સાત દિવસ થી અનશન પર હતા. આ બાબત ખાસ ચર્ચા કરવા સીએમ ફડણવીસે મહારાષ્ટ્ર ના રાલેગણસિદ્ધિ જઈ અણ્ણા સાથ મુલાકાત કરી.
મંગળવારે અણ્ણા હઝારે મળવા પહોંચેલા ફડણવીસે કહ્યું કે 13 ફેબ્રુઆરીએ લોકપાલ સર્ચ કમિટીની બેઠક થશે. આ પછી સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશો પ્રમાણે આગામી સત્રમાં બિલ રજુ કરવામાં આવશે.
નોંધનીય છે કે અણ્ણા હઝારેની સ્વાસ્થ્યની ચિંતાઓ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ અને બે કેન્દ્રીય મંત્રી મંગળવારે 81 વર્ષીય ગાંધીવાદી નેતાને ઉપવાસ તોડવાની અપીલ કરવા રાલેગણસિદ્ધિ પહોંચ્યા હતા. જેમણે આખરે મનાવી લીધા છે.
[yop_poll id=1125]