કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડી ભાંગ્યા બાદ આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે

કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડી ભાંગ્યા બાદ આજે ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળશે. યેદિયુરપ્પા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે. જેમાં સરકાર રચવા અંગે ચર્ચા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાજપ આજે જ રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કરશે. જોકે, ભાજપે પણ વિધાનસભામાં બહુમત સાબિત કરવો પડશે. આ પણ વાંચોઃ શું ધોનીએ વિશ્વ કપ બાદ સંન્યાસ લેવાનો […]

કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડી ભાંગ્યા બાદ આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે
karnatka
Follow Us:
| Updated on: Jul 24, 2019 | 2:29 AM

કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડી ભાંગ્યા બાદ આજે ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળશે. યેદિયુરપ્પા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે. જેમાં સરકાર રચવા અંગે ચર્ચા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાજપ આજે જ રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કરશે. જોકે, ભાજપે પણ વિધાનસભામાં બહુમત સાબિત કરવો પડશે.

આ પણ વાંચોઃ શું ધોનીએ વિશ્વ કપ બાદ સંન્યાસ લેવાનો નિર્ણય આ ખેલાડીના કહેવાથી બદલી નાખ્યો!

જો કે, ભાજપના પક્ષમાં હાલ 105 ધારાસભ્યો હોવાથી ભાજપને બહુમત સાબિત કરવામાં કોઇ મુશ્કેલી નહીં થાય. પરંતુ સવાલ એ છે કે, શું બળવાખોર ધારાસભ્યો ભાજપને સમર્થન આપશે. કારણ કે, કોંગ્રેસના નેતા શિવકુમારે દાવો કર્યો હતો કે, બળવાખોર ધારાસભ્યો ભાજપ સાથે દગો કરશે. અને તેમને સમર્થન નહીં આપે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનિય છે કે, 14 મહિનામાં જ કર્ણાટકમાં કૉંગ્રેસ અને જેડીએસની ગઠબંધનવાળી સરકાર પડી ભાંગી છે. 6 મતથી કુમારસ્વામીની સરકાર પડી જતા છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા કર્ણાટકના નાટકનો અંત આવ્યો. વિધાનસભામાં કરાયેલા શક્તિ પરીક્ષણમાં કુમારસ્વામી નાપાસ થયા અને બહુમત સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા. બહુમત સાબિત કરવા માટે કુમારસ્વામીને 103 ધારાસભ્યોના સમર્થનની જરૂરત હતી. જો કે, તેમના પક્ષમાં માત્ર 99 ધારાસભ્યો જ આવ્યા.. તો બીજી તરફ ભાજપને 105 ધારાસભ્યોનું સમર્થન મળ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે, છેલ્લા ત્રણ દિવસથી બહુમત સાબિત કરવા માટે મથામણ ચાલી રહી હતી. એવું લાગ્યું કે, કુમારસ્વામી શક્તિ પરીક્ષણથી દૂર ભાગી રહ્યા હતા. તેમને એ જ ડર હતો કે, તેમની પાસે જાદૂઇ આંકડો હાલ નથી. જો કે, આખરે વિશ્વાસ મતનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો. જેમાં કુમારસ્વામી સરકાર પડી ભાંગી. તેથી કુમારસ્વામીએ રાજીનામું આપી દીધું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">