Jammu-Kashmir : મહેબુબા મુફ્તીને સરકારે ન આપ્યો પાસપોર્ટ, જાણો શું કારણ આપ્યું

Jammu-Kashmir : જમ્મુ-કાશ્મીર પોલીસના CID વિભાગના રીપોર્ટને આધારે મહેબુબા મુફ્તીની પાસપોર્ટ અરજી રદ્દ કરવામાં આવી છે.

Jammu-Kashmir : મહેબુબા મુફ્તીને સરકારે ન આપ્યો પાસપોર્ટ, જાણો શું કારણ આપ્યું
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તી
Follow Us:
| Updated on: Mar 29, 2021 | 6:53 PM

Jammu-Kashmir : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીની પાસપોર્ટ અરજી રદ્દ કરી સરકારે મોટો ઝટકો આપ્યો છે. મહેબુબા મુફ્તીએ સોમવારે દાવો કર્યો હતો કે તેમની પાસપોર્ટ અરજી નામંજૂર કરવામાં આવી છે.

મહેબુબા મુફ્તી – દેશ માટે ખતરો મહેબૂબા મુફ્તીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર શ્રીનગરના પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીનો એક પત્ર ટ્વીત કરીને મુક્યો છે. આ પત્રમાં પ્રાદેશિક પાસપોર્ટ કચેરી દ્વારા મહેબુબા મુફ્તીની પાસપોર્ટ અરજી રદ્દ કરવાનું કારણ જણાવવામાં આવ્યું છે. આ પત્રમાં લખ્યું છે કે જમ્મુ-કાશ્મીર પોલીસના CID વિભાગના રીપોર્ટને આધારે તેમની પાસપોર્ટ અરજી રદ્દ કરવામાં આવી છે. આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે મહેબુબા મુફ્તી દેશ માટે ખતરો છે, માટે તેમને પાસપોર્ટ આપવામાં ન આવે.

અગાઉ હાઈકોર્ટમાં કરી હતી અપીલ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તીએ અગાઉ શ્રીનગર હાઇકોર્ટમાં પાસપોર્ટ માટેના જરૂરી કાગળો માટે અપીલ કરી હતી. આ અપીલ પર 23 માર્ચના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરની પ્રાદેશિક પાસપોર્ટ કચેરીનું પ્રતિનિધિત્વ કરી રહેલા રાજ્યના સરકારી વકીલે આ મુદ્દે સમય માંગ્યો હતો. આ સુનાવણી પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસના CID વિભાગ દ્વારા 18 માર્ચે જ પોલીસ વેરિફિકેશન રીપોર્ટ પ્રાદેશિક પાસપોર્ટ કચેરીને આપવામાં આવ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શું થશે અસર ? ભારત સરકારે પાસપોર્ટની અરજી નકારી દેતા હવે મહેબુબા મુફ્તી વિદેશમાં જઈ શકશે નહિ. મહેબુબા મુફ્તી વિદેશમાં અને ખાસ કરીને પાકિસ્તાનમાં જઈને જમ્મુ-કાશ્મીરમાં 370 ની વાપસી માટેના સંભવિત આયોજનો પર પાણી ફરી વળ્યું છે. હવે મહેબુબા મુફ્તી પાસે પાસપોર્ટ માટે સુપ્રીમકોર્ટમાં અરજી કરવા સિવાય કોઈ માર્ગ નથી.

રાજ્યસભામાં બીલ પાસ થતા જ થઇ હતી ધરપકડ જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 370 અને જમ્મુ કાશ્મીરનું બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજનનું બીલ પાસ થતા જ મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાની ધરપકડ કરવામાં આવી હતી. બંને નેતાઓને તેમના ઘરમાંથી લઈ જઈને હરિ સિંહ પેલેસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. 4 ઓગસ્ટ 2019ની મોડી રાત્રે બંને નેતાઓને પોત-પોતાના ઘરમાં નજરકેદ કરી દેવાયા હતા. રાજ્યમાંથી આર્ટીકલ 370 દૂર થવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં પસાર થઈ ગયા પછી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો. બંનેની શાંતિ ભંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ મહેબુબા મુફ્તી પર PSA એક્ટ લાગુ કરવામાં આવી તેમને નજરકેદ કરવામાં આવ્યાં હતા.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">