જમ્મુ-કાશ્મીર અને લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશઃ જાણો વસ્તી આધારીત કોની બહુમતી અને કોણ લઘુમતી
જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી દીધી છે. જમ્મુ કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. સાથે લદાખને પણ જમ્મુ કાશ્મીરને અલગ કરી દીધુ છે. જમ્મુ-કાશ્મીર અને લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા બાદ દેશમા કુલ 9 UT (કેન્દ્રશાસિત પ્રદેશ) બની ગયા છે. લદાખને અલગ કરી દીધા બાદ કેટલાક ફેરફાર જોવા મળી રહ્યા છે. […]

જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી દીધી છે. જમ્મુ કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. સાથે લદાખને પણ જમ્મુ કાશ્મીરને અલગ કરી દીધુ છે. જમ્મુ-કાશ્મીર અને લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા બાદ દેશમા કુલ 9 UT (કેન્દ્રશાસિત પ્રદેશ) બની ગયા છે. લદાખને અલગ કરી દીધા બાદ કેટલાક ફેરફાર જોવા મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીરનો જમીની વિસ્તાર, જનસંખ્યા, અને નિયમ કાનૂનમાં ફેરફાર થઈ ગયા છે. 2011ની વસ્તી ગણતરી જમ્મુ કાશ્મીર અને લદાખની કુલ વસ્તી 1 કરોડ 25 લાખ 41 હજાર 302 છે. પરંતુ લદાખ અલગ પડ્યા બાદ જમ્મુ કાશ્મીરની 12,267,013 એટલે 1 કરોડ 22 લાખ 67 હજારની આસપાસ છે. સાથે જમીની વિસ્તારમાં પણ ફેરફાર થવાનો છે. જમ્મુ કાશ્મીરનું કુલ ક્ષેત્રફળ 222,236 કીમી છે. લદાખને દૂર કરતા 163,040 કીમી વિસ્તાર રહેશે.

jammu kashmir map
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
દેશના અન્ય નાગરિક પણ કાશ્મીરમાં જમીનની ખરીદી કરી શકશે. તો બીજી તરફ કાશ્મીરનો અલગ ઝંડો પણ અસ્તિત્વમાં રહેશે નહીં. તો સાથે જમ્મુ-કાશ્મીરની દીકરીઓ અન્ય રાજ્યમાં પણ લગ્ન કરી શકશે.
જમ્મુ કાશ્મીર એક મુસ્લિમ બહુમતી રાજ્ય છે. તો માત્ર જમ્મુની વસ્તીમાં 65 ટકા હિન્દુ અને 30 ટકા મુસ્લિમ છે. કાશ્મીરની ઘાટીમાં પાણીનો ભાગ વધુ છે. કાશ્મીરમાં વધુ પ્રમાણમાં નદી અને સરોવર છે. ભારતમાં સૌથી મોટી મીઠાપાણીની ઝીલ પણ છે.
[yop_poll id=”1″]
લદાખની વસ્તી લેહ અને કારગીર જિલ્લા વચ્ચે વિભાજીત છે. 2011ની વસ્તી ગણતરી મુજબ કારગીલમાં કુલ જનસંખ્યા 140,802 છે. જેમાં 76.87 ટકા વસ્તી મુસ્લીમ સમૂદાયની છે. જેમાં પણ મોટા ભાગના શિયા સમૂદાય સાથે જોડાયેલા છે. જ્યારે લેહ વિસ્તારની કુલ વસ્તી 133,487 છે. જેમાં 66.40 ટકા બોદ્ધ ધર્મના અનુયાયી છે. આ મુજબ લદાખની કુલ જનસંખ્યા 2,74,289 લાખ છે. લદાખમાં અનેક સ્થાન પર શિલાલેખથી જાણ થાય છે કે, આ સ્થાન નવ-પાષાણકાળથી સ્થાપિત છે. સિન્ધુ નદી લદાખની જીવન રેખા છે.

