સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે વિવાદમાં જીગર ઈનામદારની નિમણૂક રદ, જાણો શું છે અંદરની ખેંચતાણ
વડોદરાના ભાજપ મોર્ચાના પૂર્વ મહામંત્રી જીગર ઇનામદારને લઇને રાજ્યમાં બીજેપી સગંઠન અને સરકાર વચ્ચે ખેચતાણ સર્જાઈ. જેમાં અંતે સરકારે નમતું મૂકવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પરિણામે રાજ્ય યુવક બોર્ડના સંયોજક તરીકે પડતું મુકાયું છે. સૂત્રોની માનીએતો સીએમ વિજય રુપાણીએ લોકસભા ઈલેક્શન પહેલા જ જીગર ઇનામદારની નિમણૂક કરી હતી. પણ સંગઠનના નેતાઓએ વિરોધ કરતા […]
વડોદરાના ભાજપ મોર્ચાના પૂર્વ મહામંત્રી જીગર ઇનામદારને લઇને રાજ્યમાં બીજેપી સગંઠન અને સરકાર વચ્ચે ખેચતાણ સર્જાઈ. જેમાં અંતે સરકારે નમતું મૂકવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પરિણામે રાજ્ય યુવક બોર્ડના સંયોજક તરીકે પડતું મુકાયું છે. સૂત્રોની માનીએતો સીએમ વિજય રુપાણીએ લોકસભા ઈલેક્શન પહેલા જ જીગર ઇનામદારની નિમણૂક કરી હતી. પણ સંગઠનના નેતાઓએ વિરોધ કરતા સીએમ વિજય રુપાણીને પીછેહટ કરવાનો વખત આવ્યો છે. એટલે કે સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ નથી એ વાત આ ઘટનાથી સાબિત થાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
બીજેપીમાં સરકાર અને સગંઠન વચ્ચે ભલે હમ સાથ સાથ હૈ…ની વાતો થતી હોય છે. પણ સમાન્ય નિમણૂકોને લઇને પણ સરકાર અને બીજેપી સંગઠન વચ્ચે વિવાદ થઈ જતો હોય છે. બીજેપી સંગઠનના નેતાઓ માને છે કે, સરકારમાં કોઇ પણ બોર્ડ નિગમ કે આયોગમાં નિમણુકો માટે સંગઠનના આધારે થતી હોય છે. પણ ઘણી વખત સરકારમાંથી સંગઠનની વાતને ધ્યાને લેવામા આવતી નથી. જેમાં સાવલીના ધારાસભ્ય જીગર ઇનામદારની રાજ્ય યુવક બોર્ડમા નિમણુક પણ આવી જ રીતે થઇ હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
લોકસભા ચૂંટણી પહેલા સીએમ વિજય રુપાણીએ 9 માર્ચ 2019ના દિવસે જીગર ઇનામદારની નિમણૂક કરી હતી. સગંઠનના વિરોધના પગલે નિમણૂક રદ્દ કરી છે. જીગર ઇનામદારની નિમણૂકથી બીજેપીના સંગઠન મહામંત્રી ભિખુ દલસાણીયાએ સૌથી પહેલા વિરોધ નોધાવ્યો હતો. તે પછી યુવા મોર્ચાના પ્રદેશ પ્રમુખ ઋત્વીજ પટેલ, ગુજરાત બીજેપીના મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, બરોડાના પૂર્વ મેયર ભરત ડાંગર સતત જીગર ઇનામદારની નિમણૂકને લઇને નારાજગી વ્યક્ત કરી ચુક્યા હતા.
આ અંગે સ્થાનિક સંગઠને સીધી રીતે અમિત શાહનું ધ્યાન પણ દોર્યું હતું. મહત્વની વાત એ હતી કે, ભુતકાળમાં જે રીતે જીગર ઈનામદારે પક્ષ વિરુદ્ધ કામગીરી કરી હતી. તેને ધ્યાને લઇને વિરોધ કરાઇ રહ્યા હોવાનો તર્ક અપાયો છે.
[yop_poll id=”1″]
જીગર ઈનામદારનો શું હતો વિવાદ
જીગર ઈનામદાર આજે તો ભાજપમાં જોડાયેલા છે. પરંતુ જ્યારે એમ.એસ યુનિવર્સિટીના સેનેટના ઇલેક્શનમાં બીજેપીથી અલગ થઇને પોતાની સ્વતંત્ર પેનલ ઉભી રાખી હતી. તે સિવાય બીજેપીને પેનલને હરાવવા માટે કામગીરી કરી હતી. 2012મા જ્યારે બીજેપીએ તેમને ટિકિટ ન આપી તો સ્વતંત્ર અપક્ષમાં ઇલેક્શન લડીને ભાજપના જ ઉમેદવારને હરાવ્યા હતા.
જીગર ઇનામદારના સમર્થકો નારાજ
ત્યારે હવે જીગર ઇનામદારની નિમણૂક રદ થતા તેના સમર્થકો નારાજ થયા છે. તેઓ સીધી રીતે મીડીયામાં આવવા માગતા નથી પણ આની ફરિયાદ દિલ્હી સુધી કરવાનો દાવો કરી રહ્યા છે. હાલ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારોને જ પૂછી રહ્યા છે કે, કોગ્રેસમાંથી આવેલા નેતાઓને કેબીનેટ પ્રધાન પદ અપાઇ રહ્યું છે. કેટલાક કોગ્રેસી નેતાઓ તો બીજેપીમાં આવ્યા બાદ જાહેરાત વગર પેટા ચૂંટણીમાં પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે પક્ષને શિસ્ત નથી નડી રહ્યું? આના કારણે પક્ષમાં આતરિક ક્લેશ વધશે.