નાગરિકતા કાયદાને લઈને ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદન, કેટલો પણ વિરોધ કરી લો સરકાર નહીં ઝુકે
નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ ચાલી રહેલા પ્રદર્શનની વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નિવેદન આપ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ગૃહપ્રધાને કહ્યું કે બહારથી આવેલા અલ્પસંખ્યક શરણાર્થીઓને અમારી સરકાર નાગરિકતા જરૂર આપશે. વિપક્ષને જે રાજકીય વિરોધ કરવો હોય તે કરે. ભાજપ અને મોદી સરકાર અડગ છે. તેમને કહ્યું કે શરણાર્થીઓને નાગરિકતા મળશે. તે ભારતના નાગરિક બનશે […]
નાગરિકતા સુધારા કાયદાની વિરૂદ્ધ ચાલી રહેલા પ્રદર્શનની વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નિવેદન આપ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ગૃહપ્રધાને કહ્યું કે બહારથી આવેલા અલ્પસંખ્યક શરણાર્થીઓને અમારી સરકાર નાગરિકતા જરૂર આપશે. વિપક્ષને જે રાજકીય વિરોધ કરવો હોય તે કરે. ભાજપ અને મોદી સરકાર અડગ છે. તેમને કહ્યું કે શરણાર્થીઓને નાગરિકતા મળશે. તે ભારતના નાગરિક બનશે અને સન્માનની સાથે દુનિયામાં રહેશે.
We will not rollback the Citizenship Act at any cost, says Union Home Minister @AmitShah in an interview.#CitizenshipAmendmentAct #CitizenshipAmendmentBill#TV9News pic.twitter.com/raVguXzYe7
— Tv9 Gujarati (@tv9gujarati) December 17, 2019
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગૃહપ્રધાને વધુમાં કહ્યું કે વિપક્ષ દેશના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે. અલ્પસંખ્યક સમુદાયના કોઈ પણ વ્યક્તિની નાગરિકતા છીનવી લેવાનો કોઈ સવાલ જ નથી. બિલમાં એવી કોઈ જોગવાઈ નથી.
ત્યારે કોંગ્રેસ પર નિશાન સાધતા ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે હું કોંગ્રેસ પાર્ટીને કહેવા ઈચ્છુ છે કે આ નેહરૂ-લિયાકત કરારનો ભાગ હતો પણ 70 વર્ષથી લાગૂ ના થયું, કારણ કે તમે વોટ બેન્ક બનાવવા ઈચ્છતા હતા. અમારી સરકારે કરારને લાગૂ કર્યો છે અને લાખો-કરોડો લોકોને નાગરિકતા આપી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]