VIDEO: હરેન પંડ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, હરેન પંડ્યા કેસમાં ફરીથી તપાસ નહીં થાય
ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની હત્યા કેસમાં નવેસરથી તપાસ નહીં થાય. આ કેસમાં ફેર તપાસની માગણીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. CBI અને ગુજરાત સરકારની અપીલ પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. આ કેસમાં 12 માંથી 7 દોષિતોની સજાને પણ સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે. આ પણ વાંચો: મોદી સરકાર-2ના પ્રથમ બજેટમાં ઘર ખરીદવું […]

ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની હત્યા કેસમાં નવેસરથી તપાસ નહીં થાય. આ કેસમાં ફેર તપાસની માગણીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. CBI અને ગુજરાત સરકારની અપીલ પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. આ કેસમાં 12 માંથી 7 દોષિતોની સજાને પણ સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે.
આ પણ વાંચો: મોદી સરકાર-2ના પ્રથમ બજેટમાં ઘર ખરીદવું સસ્તું થયું કે મોંઘુ?
વર્ષ 2007માં ગુજરાતની પોટા અદાલતે 12 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ 12 પૈકી 7 દોષિતોની સજાને સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે. 29 ઓગસ્ટ 2011ના રોજ ગુજરાત હાઈકોર્ટે પોટા અદાલતના ચુકાદાને પલટી નાખ્યો હતો અને તમામ આરોપીને નિર્દોષ જાહેર કરતા તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વર્ષ 2012માં CBIએ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. જે મુજબ નીચલી અદાલતે 12 દોષિતને સંભળાવેલી આજીવન કેદની સજાને યથાવત રાખી છે. તો બીજીબાજુ CPIL નામની એક NGOએ હરેન પંડ્યા હત્યા કેસની ફરીથી તપાસ કરવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવતા જણાવ્યું કે આ કેસમાં નવેસરથી તપાસની કોઈ જરૂર નથી. સાથે જ સુપ્રીમ કોર્ટે અરજકર્તા NGOને 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે.
શું છે સમગ્ર કેસ
હરેન પંડ્યાની હત્યા શોહરાબુદ્દીને કરી હોવાનો આરોપ હતો. જો કે બાદમાં શોહરાબુદ્દીનને પણ એનકાઉન્ટરમાં મારી નાંખવામાં આવ્યો હતો. શોહરાબની સાથે આઝમ ખાન પણ હતો અને હરેન પંડ્યાની હત્યા માટે શોહરાબે સોપારી લીધી હતી. શોહરાબે સોપારી લીધી હોવાની આઝમ ખાને કોર્ટમાં જૂબાની આપી હતી.

હરેન પંડ્યાની હત્યામાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કરે તોયબાનું નામ બહાર આવ્યું હતું. હરેન પંડ્યાની હત્યામાં અઝગર અલી મુખ્ય આરોપી હતો. અલી અઝગરને મૂફતી સુફીયાને ફાયરીંગ કરવાની સોપારી આપી હતી. હરેન પંડ્યાની હત્યા ગુજરાતમાં થયેલા કોમી રમખાણોનો બદલો લેવા માટે કરવામાં આવી હોવાનું કોર્ટમાં સીબીઆઈએ કોર્ટમાં નિવેદન આવ્યું હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

