AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેજરીવાલના માર્ગે ચાલ્યો હાર્દિક પટેલ, પ્રજાને પૂછ્યો પોતાના રાજકીય કૅરિયર સાથે જોડાયેલો સૌથી મોટો સવાલ : VIDEO

પાટીદાર નેતા હાર્દિક પટેલે ચૂંટણી લડવાના અભરખા જાગ્યા છે. ઉત્સાહમાં આવી તેણે ઉત્તર પ્રદેશમાં જાહેરાત પણ કરી દીધી કે તે લોકસભા ચૂંટણી લડશે. પરંતુ ઉત્તર પ્રદેશમાં બે દિવસ પહેલા ચૂંટણી લડવાની જાહેરાત કરનાર હાર્દિક પટેલ સામે સમાજના નેતાઓએ રોષ ઠાલવતા હાર્દિક મૂંઝવણમાં મૂકાયો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) કે જેનો સંયોજક હાર્દિક પોતે છે, […]

કેજરીવાલના માર્ગે ચાલ્યો હાર્દિક પટેલ, પ્રજાને પૂછ્યો પોતાના રાજકીય કૅરિયર સાથે જોડાયેલો સૌથી મોટો સવાલ : VIDEO
| Updated on: Feb 07, 2019 | 9:58 AM
Share

પાટીદાર નેતા હાર્દિક પટેલે ચૂંટણી લડવાના અભરખા જાગ્યા છે. ઉત્સાહમાં આવી તેણે ઉત્તર પ્રદેશમાં જાહેરાત પણ કરી દીધી કે તે લોકસભા ચૂંટણી લડશે.

હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશમાં

હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશમાં

પરંતુ ઉત્તર પ્રદેશમાં બે દિવસ પહેલા ચૂંટણી લડવાની જાહેરાત કરનાર હાર્દિક પટેલ સામે સમાજના નેતાઓએ રોષ ઠાલવતા હાર્દિક મૂંઝવણમાં મૂકાયો છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) કે જેનો સંયોજક હાર્દિક પોતે છે, તેણે અને સરદાર પટેલ ગ્રુપ (SPG)ના નેતાઓએ હાર્દિકના ચૂંટણી લડવાના ઇરાદા સામે વાંધો ઉઠાવ્યો હતો.

હવે હાર્દિકે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની સ્ટાઇલ અપનાવી છે. સમાજના નેતાઓના વિરોધના પગલે હાર્દિક પટેલે કહેવું પડ્યું કે સમાજ કહેશે, તો જ તે ચૂંટણી લડશે.

આ જ ક્રમમાં હાર્દિક પટેલે સમાજનો અભિપ્રાય જાણવા માટે ફેસબુક પર સર્વે શરુ કર્યો છે અને સમાજને પૂછ્યું છે કે ખેડૂતો અને યુવાનોના અધિકાર માટે ચૂંટણી લડવી ગુનો છે ?

આ સર્વેમાં હજારો લોકો ભાગ લઈ રહ્યા છે અને તેના અત્યાર સુધીના તારણો તો એ જ કહી રહ્યા છે કે હાર્દિક પટેલે ચૂંટણી લડવી જોઇએ. હાર્દિકે સવાલ પૂછ્યો છે કે ખેડૂતો અને યુવાનોના અધિકાર માટે ચૂંટણી લડવી ગુનો છે ? તેના જવાબમાં 70 ટકાથી વધુ લોકો કહે છે કે ના. એટલે કે હાર્દિકે ચૂંટણી લડવું જોઇએ, એવું 70 ટકાથી વધુ લોકો માને છે, જ્યારે 30 ટકાથી ઓછા લોકો એમ માની રહ્યા છે કે હાર્દિકે ચૂંટણી લડવી જોઇએ નહીં.

જો હાર્દિક પટેલ આ પોલનો આધાર લઈને નિર્ણય કરશે, તો નિશ્ચિત છે કે તે આગામી લોકસભા ચૂંટણીમાં ઝંપલાવશે.

હાર્દિક પટેલ રાજસ્થાનમાં

હાર્દિક પટેલ રાજસ્થાનમાં

નોંધનીય છે કે હાર્દિક પટેલે ઉત્તર પ્રદેશમાં એક સભામાં ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ જયપુરમાં મીડિયા સાથે વાતચીતમાં સ્પષ્ટતા કરી હતી કે લોકસભા ચૂંટણી લડવાનો કોઈ ઇરાદો નથી. સાથે જ એમ પણ કહ્યુ હતું કે સમાજ તેને કહેશે, તો તે ચૂંટણીમાં ઝંપલાવશે.

જુઓ VIDEO :

[yop_poll id=1173]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">